એથી હું પ્રેમ કદી કરતો નથી….

OLYMPUS DIGITAL CAMERA
(શમણાંના સૂરજ….                                     …દુબઇ, ૧૧-૨૦૧૨)

*

એથી હું પ્રેમ કદી કરતો નથી કે મારી આંખોમાં ધગધગતું રણ,
આ ઝાંઝવાને ઝાકળ ન ગણ.

પ્રેમમાં તો આંખની ભીની જમીનમાં સપનાંઓ રોજ ખોડે ખીલા,
ચરણોમાં ઝંઝા નહીં, ઝંખાના ઊંટ અને શ્વાસોમાં સાથના કબીલા,
મારાં તો બેઉ પગ થઈ ગ્યાં છે રેત-રેત, કણ-કણ પર પડ્યાં છે આંટણ.
આ ઝાંઝવાને ઝાકળ ન ગણ.

રેતીના કણ-કણ, ઇચ્છાનાં ધણ-ધણ, દિશાઓ આંટીને દોડે,
મનના પવનના ઊડતા ગવનને એકે બાજુથી ન છોડે
ભટકાઉ જિંદગીના બેકાબૂ છેડા પર બાંધું હું શાના સગપણ ?
આ ઝાંઝવાને ઝાકળ ન ગણ.

છાતીમાં એક દિ’ હાથ મેં નાંખ્યો તો કોષ-કોષ ભોંકાયા થોર,
દિલમાં ઊગે છે ખાલી કાંટા એ જાણ હતી પણ સાવ આવા નઠોર ?
આખાય જીવતરની થાપણમાં શું છે તો આવું આ ખારપાટી ખાંપણ.
આ ઝાંઝવાને ઝાકળ ન ગણ.

-વિવેક મનહર ટેલર
(૧૦/૧૧-૦૧-૨૦૧૩)

*

OLYMPUS DIGITAL CAMERA
(સૂરજ થવાને શમણે….                                  …દુબઇ, ૧૧-૨૦૧૨)

27 comments

 1. rajesh patel’s avatar

  રાજવી કવિ કલાપીની 139,મી જન્મજયંતી ”

  શ્રી ગુજરાતી સાહિત્ય અકાદમી તથા આરધના ટ્રસ્ટ અને કલાપી તીર્થ સંગ્રહાલય દ્વારા,ભવ્ય આયોજન કલાપીનગર લાઠી ને આંગણે …..
  26- જાન્યૂઆરી 1874 ના રોજ લાઠી ના રાજવી પરિવાર માં જન્મેલા ગુજરાતી ભાષાના લોકપ્રિય કવિ કલાપીની

  જન્મ જયંતી નું ભવ્ય આયોજન તારીખ;25,અને 26એ લાઠી મુકામે કરવામાં આવ્યું છે આપ સૌ સ્નેહી મિત્રો નું ભાવભીનું સ્વાગત છે .
  તારીખ ; 25, જાન્યુઆરી રાત્રે ;8:30 કલાકે ડો,ધનવંત શાહ રચિત નાટક ‘રાજવી કવિ કલાપી ‘ નિર્માતા ,નિર્દેશક શ્રી ,બકુલ રાવલ, નટરાજ કલા મંદિર પ્રસ્તુત:
  તારીખ ; 26, જાન્યુઆરી બપોરે 3:30 કલાકે શ્રી,પ્રવીણ ગઢવીના અધ્યક્ષ સ્થાને કવિ સંમેલન અને કલાપીની કવિતા નું કાવ્ય પઠન .
  તેમજ રાત્રે ,9; કલાકે સુગમ સંગીત અને ગઝલ બેઠક ,, મુંબઈ ના ખ્યાતનામ કલાકારો શ્રી, ઉદય મઝુમદાર ,,રેખા ત્રિવેદી ,,સુરેશ જોશી ..ના સુમધુર કંઠે પ્રસ્તુતિ …
  કાર્યક્રમનું ઉદઘાટન ,,કલાપીજી ના પ્રપોત્ર અને લાઠી ઠાકોરસાહેબ ,નામદાર શ્રી કીર્તિકુમાર સિંહજી ગોહિલ કરશે ,,મુખ્યમહેમાન પદે નિવૃત એર માર્શલ જનક કુમાર ગોહિલ બિરાજશે .
  તો પધારો કલાપી નગર લાઠી ……

  ***ઈશ્કના બંદાને ***
  તું કલાપી છે કવિ, શાયર વળી દીલદાર છે ,
  ગુર્જરી વાણી તણું તું મોતી પાણીદાર છે ,
  તું વિયોગી , તુજ યોગી ,તું જીગરનો યાર છે ,
  રાગ સાથે ત્યાગની ગઝલો તણો ગાનાર છે .
  જિંદગીની ભર વસંતે, દર્દેદિલ થઇ તું રડ્યો ,
  આંસુઓં જ્યાં જ્યાં પડ્યા ,ત્યાં ઈશ્ક નો ગુલ્ઝાર છે .
  આ ભરી મહેફિલ મહી,તું જામ લઇ આવ્યો અને ,
  તું જ ખુદ સાકી બન્યો,ને તું જ તો પીનાર છે .
  ઈશ્કનો બંદો ,સાકી , સુરા ની,દાસ્તાં ‘આદમ ‘સુણો,
  ત્યાં સમજવું કે,કલાપીનો કવિ -દરબાર છે ..-બકુલ રાવલ -આદમ

 2. KHUSHBU PANCHAL(KHUSHI)’s avatar

  WAH AA ZANJHVA NE ZAAKAL NA GAN…

 3. PRAGNYA’s avatar

  ખુબ સરસ !!!

 4. C.B.Rathod’s avatar

  nice.. Good work dost please continue this…

 5. Anila Amin’s avatar

  અહેવાલ જરુરુ મૂકશો તો વિદેશમા વસતા રસિકોને આનન્દલાભ થાય તે માટે વિનંતિ.સરસ આયોજન પણ વતંથી દૂરતેથી અફસોસ. આપના થકી લાભની અદમ્ય અશા સહ ગુડ લક..

 6. Vijay joshi’s avatar

  The lilting musical lyrics of the poem created its own composition while reading it.

 7. perpoto’s avatar

  છાતીમાં એક દિ’ હાથ મેં નાંખ્યો….સુંદર કલ્પન…
  રાજકપુર યાદ આવે..શ્રી ૪૨૦ મા, ખિસામાં હાથ નાંખે,કાણું ખિસ્સુ….
  તો માધુરી દીક્ષીત..ચોલિ કે પીછે ક્યા હૈ…

  તોફાન વિના
  ડુબ્યાં હતાં વહાણ
  ઝાંઝવા જ્ળે

 8. NIL’s avatar

  aakhoni akhma aasuni kahani chhe, rahi jay to moti ne vahi jay to pani chhe

 9. Maheshchandra Naik’s avatar

  સરસ રચના………………………..

 10. kanaiya patel’s avatar

  વેરી નાઇસ

 11. Mukundrai Joshi’s avatar

  ધગ ધગતા પ્રેમ ની બેચેની પ્રેરતી કવિતા

 12. મીના છેડા’s avatar

  મજા આવી!

 13. Anil Chavda’s avatar

  શ્વાસોમાં સાથના કબીલા,

  Achchha hai geet Vivekbhai

 14. Radhika’s avatar

  છાતીમાં એક દિ’ હાથ મેં નાંખ્યો તો કોષ-કોષ ભોંકાયા થોર,
  દિલમાં ઊગે છે ખાલી કાંટા એ જાણ હતી પણ સાવ આવા નઠોર ?

  ……………………………………………………………………

  મસ્ત ……

 15. ડૉ.મહેશ રાવલ’s avatar

  પ્રતિકોના વૈભવે આખી ય રચનાના ભાવને અદભુત અને અસ્ખલિત પ્રવાહે ઉજાગર કર્યો છે વિવેકભાઇ..
  ખૂબ-ખૂબ અભિનંદન. છાતીમાં હાથ નાંખવાનું કલ્પન સાવ નવિન રહ્યું…એ માટે અલગથી, છાતીમાં હાથ નાંખીને અભિનંદન…

 16. urvashi parekh’s avatar

  સરસ રચના.દિલમાં કાંટા નઠોર વાળી વાત પણ સરસ.

 17. pragnaju’s avatar

  છાતીમાં એક દિ’ હાથ મેં નાંખ્યો તો કોષ-કોષ ભોંકાયા થોર,
  દિલમાં ઊગે છે ખાલી કાંટા એ જાણ હતી પણ સાવ આવા નઠોર ?
  આખાય જીવતરની થાપણમાં શું છે તો આવું આ ખારપાટી ખાંપણ.
  આ ઝાંઝવાને ઝાકળ ન ગણ
  ખૂબ સુંદર
  યાદ
  હું એટલે તો એને વેંઢારતો રહું છું,
  સોગંદ જિંદગીનાં! વળગણ મને ગમે છે.
  ભેટ્યો છું મોત ને પણ કૈં વાર જિંદગીમાં!
  આ ખોળિયા ની જેમ જ ખાંપણ મને ગમે છે.
  ખાંપણ સરખો ખેસ કબીરા
  લોક કહે દરવેશ કબીરા

 18. Chetna Bhatt’s avatar

  એથી હું પ્રેમ કદી કરતો નથી કે મારી આંખોમાં ધગધગતું રણ,
  સુન્દર શરુઆત્,
  અને ભુકા બોલાવી દે એવો અન્ત..
  બહુ સરસ્…

 19. Harshad’s avatar

  Dear Vivekbhai,
  Honestly, I am speechless. The deep feelings you left hidden in this rachna,
  I have no words to explain it.
  God bless you dear!!

 20. hiteshbhai joshi’s avatar

  વાહ વાહ ખુબ સુન્દર

 21. JAINENDRA JANI’s avatar

  અદભૂત!!!! વિવેક ભાઈ

 22. Mukti Shah’s avatar

  છાતીમાં એક દિ’ હાથ મેં નાંખ્યો તો કોષ-કોષ ભોંકાયા થોર,
  દિલમાં ઊગે છે ખાલી કાંટા એ જાણ હતી પણ સાવ આવા નઠોર ?

 23. SHEKHAR SRIVASTAV’s avatar

  NICE SIR…….

 24. vishnu’s avatar

  khub sundar

 25. kaushal’s avatar

  સુંદર

  ફોટો સારો છે ક્યો કેમેરા છે.?

 26. વિવેક’s avatar

  @ કૌશલ:
  ઓલિમ્પસ ઇ-૫૦૦

Comments are now closed.