શબ્દ સૃષ્ટિના અંકમાં છપાયેલી આ ગઝલથી સહુ મિત્રો પરિચિત છે જ… આ સાથે દિવ્ય-ભાસ્કરના નેટ-એડિશનમાં પ્રગટ થયેલા ગીતની લિન્ક પણ અહીં મૂકું છું. પ્રકાશિત રચનાઓ અહીં મૂકતા રહેવાનો હવેનો મારો મુખ્ય હેતુ એક કાયમી રેકૉર્ડ રહે એ પણ છે.
-
ગયા ઓકટોબરની ૧૩ તારીખે રેકર્ડ બ્રેક ૬૨ કોમેન્ટસ સાથે આ ગઝલ પ્રસિધ્ધ થઈ ત્યારે તેનાં એકે એક શેર મોંઢે થઈ ગયા! તેમાં આ બે શેરો તો એટલા ગમી ગયલાં કે બીજે પણ ઉલ્લેખાયલા!!
એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?
કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?
અને ભરબપોરેની આ પંક્તી …
“મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.”
આફરીન
યાદ આવી
ઘવાયો છે અહં સૂરજનો કેવળ એ જ બીના પર,
રઝળતા આદમીએ ભરબપોરે ચાંદની માંગી ! -
આદરણીય વિવેક્ભાઈ,
ગુજરાતી ગીતો કયા છંદ માં લખાય છે ? ગઝલો નાં છંદ ની ઘણી વિગતો મળે છે પણ ગીતોનાં છંદ વિશે ની માહિતી આપશો ?
આભાર
પ્રતીક

4 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/228/trackback