પ્રકાશિત રચનાઓ…

શબ્દ સૃષ્ટિના અંકમાં છપાયેલી આ ગઝલથી સહુ મિત્રો પરિચિત છે જ… આ સાથે દિવ્ય-ભાસ્કરના નેટ-એડિશનમાં પ્રગટ થયેલા ગીતની લિન્ક પણ અહીં મૂકું છું. પ્રકાશિત રચનાઓ અહીં મૂકતા રહેવાનો હવેનો મારો મુખ્ય હેતુ એક કાયમી રેકૉર્ડ રહે એ પણ છે.

Divya Bhaskar

4 thoughts on “પ્રકાશિત રચનાઓ…

 1. ગયા ઓકટોબરની ૧૩ તારીખે રેકર્ડ બ્રેક ૬૨ કોમેન્ટસ સાથે આ ગઝલ પ્રસિધ્ધ થઈ ત્યારે તેનાં એકે એક શેર મોંઢે થઈ ગયા! તેમાં આ બે શેરો તો એટલા ગમી ગયલાં કે બીજે પણ ઉલ્લેખાયલા!!
  એક આ ગઝલ સરીખડા લવચીક દેહને,
  છંદો, રદીફ, કાફિયા: શું-શું ઉપાડવા ?
  કપડું છો ફાટે શ્વાસનું, દોરો નહીં ફીટે,
  શબ્દો મળ્યા, હવે બીજા બખિયા શું ટાંકવા ?
  અને ભરબપોરેની આ પંક્તી …
  “મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.”
  આફરીન
  યાદ આવી
  ઘવાયો છે અહં સૂરજનો કેવળ એ જ બીના પર,
  રઝળતા આદમીએ ભરબપોરે ચાંદની માંગી !

 2. ૬૨ કોમેન્ટ્સ ?? Its really Great !!!

  જોકે, ભારોભાર કવિપણું પ્રગટ કરતી આ ગઝલ જ એ વાતનું પ્રમાણ છે કે ,
  ” શબ્દો છે શ્વાસ વિવેકભાઈ નાં “… તો જ કલમ આવી ચોટદાર કૃતિ રચી શકે !

 3. આદરણીય વિવેક્ભાઈ,

  ગુજરાતી ગીતો કયા છંદ માં લખાય છે ? ગઝલો નાં છંદ ની ઘણી વિગતો મળે છે પણ ગીતોનાં છંદ વિશે ની માહિતી આપશો ?

  આભાર

  પ્રતીક

 4. પ્રિય મિત્ર પ્રતિક,

  ગીતોના છંદ નથી હોતા, લય હોય છે. પંચકલ, અષ્ટકલ, સપ્તકલ વિ. ગીતોના લય વિશે વિસ્તૃત માહિતી આપે એવા પુસ્તકો મારા ધ્યાનમાં નથી. ગીતના બંધારણ અંગે પુસ્તકો મળી રહે છે પણ લય વિશે સવિસ્તર જણાવે એવી માહિતી-પુસ્તિકા મારા જોવામાં આવી નથી. કોઈ અભ્યાસુ વધુ પ્રકાશ પાડી શકે તો ગમશે…

Comments are closed.