એમ નથી, દોસ્ત…

IMG_0742
(પ્રેમરસ પાને તું…..                   ….ચૈલ, હિ.પ્ર., નવે.-૨૦૦૭)

*

પાંપણ જ્યાં સુધી મટકી શકે એમ નથી, દોસ્ત,
સપનાંને કોઈ પટકી શકે એમ નથી, દોસ્ત.

સૂરજ જરા જો અસ્ત થયો, આગિયા ઊગ્યા,
અંધારું અહીં ફટકી શકે એમ નથી, દોસ્ત.
**

ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત.

પડછાયા જીવનમાં કદી લાંબા, કદી ટૂંકા…
અજવાસથી એ છટકી શકે એમ નથી, દોસ્ત.

છેડીને ગઝલ અટકી ન જા, રાત ભલે જાય,
આ વાત હવે અટકી શકે એમ નથી, દોસ્ત.

શબ્દોને ગણ્યા શ્વાસ તો લખવું પડે હરદમ,
જીવું ત્યાં સુધી અટકી શકે એમ નથી, દોસ્ત.

-વિવેક મનહર ટેલર
(૦૯-૦૪-૨૦૦૮)

છંદ વિધાન : ગાગાલ | લગાગાલ | લગાગાલ | લગાગા

(** = આ શેર હાલ પૂરતો આ ગઝલમાંથી રદ કર્યો છે. કાફિયા-દોષ તરફ ધ્યાન દોરવા બદલ શ્રી અનિલ પરીખનો આભાર. ગઝલમાંથી રદ કરવા છતાં આ શેર પોસ્ટ પરથી હાલ એટલા માટે દૂર કરતો નથી કે વાચકોને ખ્યાલ રહે કે માણસ માત્ર ભૂલને પાત્ર)

40 thoughts on “એમ નથી, દોસ્ત…

  1. ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
    આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત.

    સુંદર ગઝલ.. મત્લા અને મક્તાનો શેર પણ ખૂબ ગમ્યા..

  2. ફરી એક તાજગીપૂર્ણ ગઝલ.
    સુદીર્ઘ રદીફ અને કાફિયા તરત ધ્યાન ખેંચે છે.
    આ સરસ ગઝલના અઘરા છંદમાં છૂટ્ટાહાથે છલકતી છૂટ પ્રત્યેક શેરને રસ-તરબોળ કરીને જાણે પોતાનું પ્રયોજન સ્વયમ સિદ્ધ કરે છે.

  3. મઝાની ગઝલ
    શબ્દોને ગણ્યા શ્વાસ તો લખવું પડે હરદમ,
    જીવું ત્યાં સુધી અટકી શકે એમ નથી, દોસ્ત.
    વાહ્…મનમા ગુંજન
    ઓ દોસ્ત, વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે?
    આ બેઠો છે ક્યાં બજવૈયો? કૈં સૂર નથી કૈં સાજ નથી.
    પડછાયા દુઃખોના કદી લાંબા, કદી ટૂંકા…
    અજવાસથી એ છટકી શકે એમ નથી, દોસ્ત.
    સરસ…યાદ આવી
    જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત;
    પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત.
    છેડીને ગઝલ અટકી ન જા, રાત ભલે જાય,
    આ વાત હવે અટકી શકે એમ નથી, દોસ્ત.
    સુંદર શેર…યાદઆવી આ પમ્ક્તીઓ
    ખાઈ પીને ન્હાઈને કવિતા નથી બનતી, એ દોસ્ત! …
    શબ્દોમાં હું એમ પ્રવેશ્યો, જેમ આગમાં ..

  4. વિવેકભાઇ, તમારી ગઝલો એટલી સરસ હોય છે કે જેવી મેં મારી શાળાનાં પાઠ્યપુસ્તકો માં જ વાંચી છે. તમે એક ડોક્ટર હોવા છતાં આટલી સરસ ગઝલ લખો છો… અભિનંદન ..

  5. સપનાનુ પટકાવુ અને પાપણનુ મટકાવુ…
    ઘણુ સરસ કહ્યુ!!!!

  6. જીવુઁ ત્યાઁ સુધેી ,અટકેી શકે ,એમ નથેી,દોસ્ત ! વાહ કવિ !

  7. પાંપણ જ્યાં સુધી મટકી શકે એમ નથી, દોસ્ત,
    સપનાંને કોઈ પટકી શકે એમ નથી, દોસ્ત.

    સરસ શેર….

  8. મને તો ગમ્યો આ શે૨..

    પડછાયા જીવનમાં કદી લાંબા, કદી ટૂંકા…
    અજવાસથી એ છટકી શકે એમ નથી, દોસ્ત.

  9. ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
    આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત.

    excellent…congrats..vivekbhai…

  10. પાંપણ જ્યાં સુધી મટકી શકે એમ નથી, દોસ્ત,
    સપનાંને કોઈ પટકી શકે એમ નથી, દોસ્ત.

    ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
    આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત

  11. પાંપણ જ્યાં સુધી મટકી શકે એમ નથી, દોસ્ત,
    સપનાંને કોઈ પટકી શકે એમ નથી, દોસ્ત.

    ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
    આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત ….ખુબ જ સરસ શેર ..

  12. અઘરો ને લંબાણભર્યો છંદ હોવા છતાં એમની આ સીધ્ધી આપણા સૌ માટે શીખવા માટેની તક છે એમ કહું તો પણ એ અલ્પોક્તી જ હશે !

  13. જય માતાજી જય શ્રી ક્રુષ્ણ…

    ખુબ સુન્દર… કવિતા કહિ જાય છે..પોતાના મન ના ભાવો અને લાગણીઓ સરસ રીતે. કોઇ પણ વસ્તુથી ડરવું નહી અને આશા – વિશ્વાશ રાખીને અડગતાથી મેહનત કરતાં રેહવું.

    અભિનંદન,

    પાર્થ બારોટ.

  14. શબ્દોને ગણ્યા શ્વાસ તો લખવું પડે હરદમ,
    જીવું ત્યાં સુધી અટકી શકે એમ નથી, દોસ્ત.

    તમે આમજ્ લખતા રહો

    રાજેશ માવાદિયા

  15. સૂરજ જરા જો અસ્ત થયો, આગિયા ઊગ્યા,
    અંધારું અહીં ફટકી શકે એમ નથી, દોસ્ત.

    વિવેકભાઈ
    તમારા મનમા ફટકી કે ફરકી હતુ?

  16. એ નાનો હતો
    ત્યારે મમ્મી એને ખોળામાં લઈને
    ગાડીમાં આગળ
    મારી બાજુની સીટ પર બેસતી.
    એ થોડો મોટો થયો
    એટલે અમે એને પાછળની સીટ પર
    -આખી સીટ તારા એકલાની-
    કહી બેસાડતાં હતાં.
    પણ થોડો વધુ મોટો થયો
    ત્યારે એણે જબરદસ્તીથી
    મમ્મીને પાછળ બેસાડવાનું શરૂ કર્યું
    અને પોતે આગળ.
    કારણ કંઈ નહીં.
    આખ્ખી સીટની લાલચ પણ કામ ન કરી શકી.
    અમને લાગ્યું
    કે એને એ.સી.ની આદત પડી ગઈ છે
    અથવા
    બાળકને તો આગળ બેસવાનું જ ગમે ને !
    એક દિવસ બપોરે
    એ અમારા બેની વચ્ચે ઘૂસ્યો,
    દબાઈને સૂઈ ગયો
    અને મારા ગાલ ખેંચ્યા-
    -હું તમને સૌથી વધારે વહાલો છું, સમજ્યા?

    -વિવેક મનહર ટેલર

    excellant observation..

    keep it up..

    all other creations are also best…
    i always wonder how can you do it.. ( may be only a poet can expain it)

    bye

    – ALPESH

  17. Excellent ghazal…very true…very touchy.
    Each & every sher has its own real beauty…
    Vivekbhai, keep it up !
    & always think smart like this only…

  18. hi ! got my mail messg ? in my catagory as poet, i happened to find a ghazal titled MAT-BHED to my name… plz check it out.. it’s somebody elses…. not mine….. plz reply. aftr u do proper follow up

  19. ત મા રી સો ય ની જે મ ક લ મ પ ણ ધા ર દા ર ………

    અતિઉત્ત્મ્…………

  20. જીવો ત્યાં સુધી અટકી શકે એમ નથી, દોસ્ત.

    કવિનું હ્રદય છે…. કેમ અટકે……

    જય ગુર્જરી,
    ચેતન

  21. ખરેખર… બહુ જ મજા આવી…દિલીપ મોદી ( અમેરિકા )

  22. શ્રી વિવેકભાઇ,
    શબ્દોને ગણ્યા શ્વાસ તો લખવું પડે હરદમ,
    જીવું ત્યાં સુધી અટકી શકે એમ નથી, દોસ્ત.

    ખુબ જ સુંદર. તમારી કલમ ઘણું જ સુંદર વાંચન આપી જાય છે.
    આભાર સહિત ધન્યવાદ.
    હ્યુસ્ટનથી પ્રદીપ બ્રહ્મભટ્ટના જય જલારામ.

  23. વિવેક ભાઈ,
    ખુબ સરસ ગઝલ છે,શબ્દોને ગણ્યા શ્વાસ….વાળો શેર બહુ ગમ્યો.
    અભિનન્દન.
    ઈન્દ્રવદન વ્યાસ

  24. શબ્દોને ગણ્યા શ્વાસ તો લખવું પડે હરદમ,
    જીવું ત્યાં સુધી અટકી શકે એમ નથી, દોસ્ત.

    કવિ નર્મદે જ્યારે સાહિત્યક્ષેત્રે પદાર્પણ કર્યું ત્યારે આજ વિચાર સાથે તેમણે કલમને ખોળે માથું મૂક્યું હતું. જીવનપર્યંત તમારી કલમમાંથી સુંદર ગઝલો વહેતી રહે એજ શુભેચ્છા!
    નવોદિત કવિઓને આપનો વિચાર ખૂબ જ પ્રેરણાદાયી બનશે.

    ગઝલના બધા જ શેર ખૂબ જ ગમ્યા.

    અભિનંદન!

  25. પ્રિય અનિલભાઈ પરીખ,

    આપે જે પારેખ-દૃષ્ટિથી પારખ્યું છે એ સાચું છે. “ફટકી” કાફિયો જ અહીં ખોટો છે એટલે એ આખા શેરને હાલ પૂરતો રદ કરું છું… મારા મનમાં “ફરકી” જ અભિપ્રેત હતું… એના વિશેની ફૂટનોટ ઉપર પોસ્ટ સાથે પણ મૂકી છે…
    આપનો ખૂબ ખૂબ આભાર…

  26. ગઝલ તો સારી છે જ પણ – ખબર પડી કે કાફિયા દોષ છે છતાં એ પંક્તિ રહેવા દેવાની ખેલદિલી હજારગણી સારી લાગી – સલામ !

  27. શબ્દોને ગણ્યા શ્વાસ તો લખવુ પડે હરદમ,
    જીવુ ત્ય સુધિ અટકિ શકે એમ નથિ દોસ્ત.

    સરસ ગઝલ ડો. વિવેકભાઈ,અભિનન્દન્…………………….

  28. ટહુકો તમે મૂકી શકો તો મૂકી જુઓ, પણ
    આ ડાળ વધુ બટકી શકે એમ નથી, દોસ્ત.

    ….અભિવ્યક્તિ -ખુબ સુંદર..પ્રાસ હોવા ઉપરાંત અર્થ પુર્ણ શેર છે બધાં જ..

  29. કહેવુ ચ્હે ઘણુ અને કહિ નથિ શ્ક્તો શબ્દો નિ છે દિવાર અને દફ્નાઇ રહ્યો છુ……………….મારો પ્રથમ પ્રયત્ન છે ગુજરાતિ લખવાનો…….. ભુલ થઈ હોય તો માફિ આપ્જો. અતિ સુન્દર બ્લો છે તમારો. આભાર્.

    મનિશ

  30. હકિકત કૈઈક જુદી હોય છે.પણ એ વસ્તુ ની ખબર કવીતા કે ગજલ થી જ સમજાય છે.આભાર……….

Leave a Reply to gopal parekh Cancel reply

Your email address will not be published. Required fields are marked *