![]()
(સાથી હાથ બઢાના…. ….સાંગલા વેલી, કિન્નૂર, નવે.,૨૦૦૭)
‘સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું - ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.
આ સમંદરમાં ય જો લોહી ભળે, ખળભળ મળે,
ચંદ્રની કોશિશ બાકી સૌ હવે નિષ્ફળ મળે.
ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.
શી રીતે ઈન્સાન આ અલગાવવાદી થઈ ગયો ?
મસ્તકો ચીરું તો શેં સૌના દિમાગે વળ મળે ?
ઝંખું છું જોવા હું મોંહે-જુ-દડોના અશ્મિઓ,
શક્ય છે ઈચ્છી છે જે એ ત્યાં મને સળવળ મળે.
ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,
એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.
-વિવેક મનહર ટેલર
(ફેબ્રુઆરી, ૧૯૯૨)
42 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/223/trackback/
March 29, 2008 at 9:31 am
ધવલ
‘સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું - ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.
- સરસ !
March 29, 2008 at 11:03 am
Himanshu
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.
Very nice, Vivek.
Reminds me of કોઈ પણ કારણ વિના હું જઈ શકું … poem.
March 29, 2008 at 11:16 am
Pinki
માણસોની ભીડમાં માણસ પોતે એવો અટવાયો છે કે
ખોવાઈને એકલો પડી ગયો છે અને ત્યારે,
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.
સંવેદનાસભર…. !!
March 29, 2008 at 11:52 am
jayshree
મને તો મક્તાનો શેર ખૂબ જ ગમ્યો .
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.
March 29, 2008 at 2:32 pm
ડો.મહેશ રાવલ
ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.
વાહ વિવેકભાઈ !
“આજના માણસ” ની મૂળ તાસિરને સુંદર શબ્દોમાં વ્યકત કરી હો!-અભિનંદન.
March 29, 2008 at 4:19 pm
chetu
ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,
એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.
આમ તો આ રચના જ એક્દમ સરસ છે પણ આ પઁક્તિઓ ખુબ ગમી
March 29, 2008 at 4:52 pm
સુનીલ શાહ
સુંદર ગઝલ. ત્રીજો–ચોથો અને અંતીમ શેર વીશેષ ગમ્યા. તમારા ખજાનામાં હજુ આવા કેટલાં રત્નો સંગ્રહાયેલા છે..?
March 29, 2008 at 5:56 pm
Rajendra Trivedi, M.D.
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.
Dear વિવેક (મનહર ટેલર),
Dear Dr.T,
They call me Dr.T too,
We knew due to Surfing IT.
Now,We are all blogers connected too.
Let us built our Gujarati net around the G!lobe.શી રીતે ઈન્સાન આ અલગાવવાદી થઈ ગયો ?
મસ્તકો ચીરું તો શેં સૌના દિમાગે વળ મળે ?
ઝંખું છું જોવા હું મોંહે-જુ-દડોના અશ્મિઓ,
શક્ય છે ઈચ્છી છે જે એ ત્યાં મને સળવળ મળે.
Rajendra
www.yogaeast.net
www.bpaindia.org
March 29, 2008 at 6:32 pm
pragnaju
સરસ ગઝલ
ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,
એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.
વાહ્
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.
આફરીન
‘cry on someone’s shoulder’ કાવ્ય યાદ આવ્યું
ગુંજી રહ્યું…
બંધ ઘરમાં જેમ કોઈ તડ મળે,
એ રીતે મારા મને વાવડ મળે.
એટલે લઈને ફરું માથું બધે,
શક્ય છે કે ક્યાંકથીયે ધડ મળે.
કોઈ મરતાંને પડે સાંસા સતત,
ને હવા ચોમેર આડેધડ મળે.
કોઈ, કૂંપળને કહે છે પળ સતત,
રોજ એવો એક તો અણઘડ મળે.
આ ગઝલ કોઈ માનસીક રોગ નિષ્ણાતને સંભળાવીએ તો કહેશે,”એ અનુભવ તમારા માનસપટ પર છવાઈ જાય છે અને ‘કાશ મેં આમ કર્યું હોત’ યા ‘કાશ મેં તેમ કર્યું હોત’ એવા વિચાર આવ્યા કરે છે. શાંત ચિત્તે બેસી શકાતું નથી અને ડર લાગ્યા કરે છે. તમારૂં મરણ થઈ ગયું હોત એવા વિચાર આવી જાય છે… ભવિષ્યનો વિચાર જ નથી કરી શકતા… તમે સાવ લાચાર થઈ ગયા છો… તો તમારે”…. તે જાણે!!
March 29, 2008 at 6:57 pm
Chirag Patel
આજનું જીવન સચોટ રીતે ઝીલાયું -
ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.
મઝાની ગઝલ.
‘રણ’ને બદલે ‘મરુસ્થળ’ વાપરી શકાયું હોત?
મોંહે-જુ-દડો માટે મોહન-જો-ડેરો શબ્દ જાણવા મળ્યો છે. ‘મોહન’નું ગામ.
March 29, 2008 at 7:11 pm
વિવેક
રણના બદલે મરુસ્થળનો વિચાર કેમ આવ્યો, ચિરાગભાઈ?
ગઝલમાં છંદની અનિવાર્યતા એક તો આમ કરતાં મને રોકે છે અને બીજું, ગઝલમાં શક્ય હોય ત્યાં સુધી વાતચીતમાં પ્રયોજતા શબ્દો જ વાપરવા યોગ્ય ગણાય છે. વાતચીતમાં મરુસ્થળ શબ્દ આપણે વાપરીએ છીએ ખરા?
મોહેં-જુ-દડો સાથે મોહન સંકળાયા હોવાની માહિતી નવી છે… વધુ અને સત્તાવાર ખુલાસો કરી શકાશે?
March 29, 2008 at 8:01 pm
ઊર્મિ
‘સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું - ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.
ઓ ડૉ.સાહેબ, તમારા નગરનું વ્યાકરણ ખરેખર તો આવું નથી ને?
આ તો જ્યારે તમારા નગરમાં આવું ત્યારે મારે ‘મળ’વાનું કે ‘ટળ’વાનું એ જરા ખબર પડે એટલે પૂછું છું હોં..!
ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.
શી રીતે ઈન્સાન આ અલગાવવાદી થઈ ગયો ?
મસ્તકો ચીરું તો શેં સૌના દિમાગે વળ મળે ?
સાચી વાત છે…
આ બે અશઆર બહુ ગમ્યા…
ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,
એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.
“મોહેં-જુ-દડો” વિશે કંઇ ખબર ન પડી… સમજાવશો?
March 30, 2008 at 12:16 am
હેમંત પુણેકર
ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મ
આ શેર છેક અંદર સુધી અડી જાય છે…!!!!
March 30, 2008 at 5:05 am
પંચમ શુક્લ
‘સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું - ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.
સરસ ગઝલ.
March 30, 2008 at 10:34 am
Radhika
શી રીતે ઈન્સાન આ અલગાવવાદી થઈ ગયો ?
મસ્તકો ચીરું તો શેં સૌના દિમાગે વળ મળે ?
મને તો આ વાત બહુ ગમી ખરેખર …..
ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.
અને આ પણ ……
ખુબ જ સુંદર ……. હવે સ્તર જળવાતુ જા છે….
March 30, 2008 at 8:16 pm
Mehul Shrimali
Nice one..reminds me of Bashir Badr…
“Koi hath bhi na milayega, agar miloge gale dhapakse,
Ye naye mijaj ka saher hai,mila karo zara fasale se.
Keep it up…tc..
March 30, 2008 at 10:47 pm
Chirag Patel
વિવેકભાઈ મને માત્ર ‘ચિરાગ’ કહેશો.
‘સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું - ‘મૃગજળ’ મળે, — આ પન્ક્તી જો આ પ્રમાણે લખીએ તો —
‘સ્થળ’ કહું તો ‘મરુસ્થળ’મળે, જો ‘જળ’કહું - ‘મૃગજળ’ મળે, — મને એવું લાગ્યું કે આખી પન્ક્તીમાં પ્રાસ સારો બેસે. જો કે,, મને છન્દનું ખાસ જ્ઞાન નથી.
I am not sure about authentication, but this writer’s view on the word is here: http://www.mohenjodaro.net/mohenjodaroessay.html
March 31, 2008 at 5:06 am
Bhavna Shukla
આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.
……………
યુરેકા!!!!!!!
કશુક નવતર….સુંદર શબ્દો
March 31, 2008 at 10:28 am
વિવેક
પ્રિય ચિરાગ,
‘સ્થળ’ કહું, ‘મરુસ્થળ’ મળે, જો ‘જળ’ કહું - ‘મૃગજળ’ મળે - આ સુધારો આવકાર્ય છે… આપની વાત સાચી છે. અહીં આંતરપ્રાસ વ્યવસ્થા અને છંદ બંને જળવાઈ રહે છે. આવું મને કેમ ન સૂઝ્યું? આભાર !
March 31, 2008 at 11:48 am
Pragna
‘સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું - ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.
ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.
ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,
એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.
અદૂભુત !!!!!!!!!!
March 31, 2008 at 12:56 pm
Gunjan Gandhi
સ્થળ’ કહું ‘મરુસ્થળ’ ’મળે, જો ‘જળ’કહું - ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.
વિવેક, ‘રણ’ નું ‘મરુસ્થળ’ ખુલ્લા મને આવકાર્યું એ ઘણી સારી વાત છે અને ખરેખર મત્લની સુંદરતા વધી છે..બ્લોગીંગ એના સાચા અર્થમાં સાર્થક થતું હોય એમ લાગે છે!!
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.
આ શેર પણ સુંદર છે.
April 1, 2008 at 5:50 pm
Sangita
ખૂબ સુંદર ગઝલ! આમ તો આખી જ બહુ ગમી પણ આ બે શેર ખૂબ જ ગમ્યા!
ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,
એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.
April 2, 2008 at 7:35 am
Dr Niraj Mehta
ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.
Very nice Sher
Niraj
April 3, 2008 at 6:15 pm
સુનીલ શાહ
વિવેકભાઈ…સ્થળ અને મરુસ્થળની ચર્ચામાં તમારી નીખાલસતા–નમ્રતા ગમી ગઈ.
April 3, 2008 at 6:50 pm
ઊર્મિ
“મોહેં-જુ-દડો” વિશે સમજાવશો?
April 3, 2008 at 6:55 pm
Vishwadeep
‘સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું - ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.
મન-ભાવક, દિલ ભાવક…સુંદર ગઝલ. અભિનંદન.
April 3, 2008 at 7:04 pm
harnish Jani
મને કોમેન્ટ્સ કરનારના નામ વાંચવાનું ગ્મ્યું.દરેકની કોમેન્ટ્સ , ગઝલ જેટલી જ મઝાની છે.આવા ભાવુકો મળે ઍ પણ કવિને માટે ગૉરવની વાત છે.
April 3, 2008 at 10:10 pm
સુરેશ જાની
આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં …
એ ગઝલ યાદ આવી ગઈ.
શહેરી સંસ્ક્રુતીનું બહુ જ હ્રદયંગમ ચીત્ર, બહુ જ સરસ શબ્દ અને લયમાં રજુ કર્યું છે. આવી જ ગઝલો આપતા રહો.
April 3, 2008 at 10:29 pm
Chetan Chandulal Framewala
એટલે તો બ્લોગ પર સાહિત્ય સચવાયું છે ભૈ,
પ્રશ્ન પૂછો એકને, કૈં કેટલા ઉત્તર મળે .
બહુ સુંદર ગઝલ.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
April 3, 2008 at 11:22 pm
satish
આજ ના વખત્ મા તદન્ સત્ય્
April 4, 2008 at 10:26 am
mannvantpatel
ભાઇ ! તમે શબ્દોનેી રમતના ખેલાડેી જ છો.
સરસ મઝા આવેી ગઇ ! આભાર ……..!
April 4, 2008 at 11:14 am
Ila
ખુબ જ સરસ …poem..Really very nice combinations of words n meaning..
u r the best…
April 4, 2008 at 11:28 am
વિવેક
પ્રિય ઊર્મિ,
ઉપર ચર્ચામાં ચિરાગે આપેલ આ લિન્ક પર મોંહે-જો-દડો વિશે માહિતી મળી રહેશે:
http://www.mohenjodaro.net/mohenjodaroessay.html
મોંહે-જો-દડો અને હડપ્પા સિંધુ પ્રદેશની સંસ્કૃતિના અવશેષો છે. જે સમયની નગર-વ્યવસ્થા, ગટર-વ્યવસ્થા, આર્થિક વ્યવહારની સુવિધા, ઓજાર તથા જીવન-શૈલી આશ્ચર્ય પમાડે એવી અને અદભુત છે.
April 4, 2008 at 6:22 pm
Natver Mehta, Lake Hopatcong, NJ, USA
લખતા રહો તમે આવી ઘણી ઘણી ગઝલો
મારી દુઆ છે, તમને વધુને વધુ બળ મળૅ…….
વેબની આ દુનિયા પર હવે તો મારા ભાઈ
ગુજરાતી જીવતી રાખવાની ચળવળ મળે……..
વિવેકભાઇ,
તમારી ગઝલો અંગ્રેંજીમાં Translate કરવી જોઇએ…
અભિનંદન!!
April 5, 2008 at 12:24 pm
Rajeshwari shukla
આખી જ રચના અતિ સુંદર છે.પણ મને નીચેની પંક્તિઓ ખૂબ ગમી
ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,
એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.
April 5, 2008 at 7:40 pm
dr. j.r. parikh
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે
ખુબ જ સરસ. હરેક ઇન્સાનની આટલી જ તો તમન્ના હોઇ શકે.
A shoulder to cry and rely .
April 6, 2008 at 4:49 am
Maheshchnadra Naik
તમે ૧૯૯૯૨ થિ ગઝલનિ દુનિયામા બરાબર પગ મુકિ દિધો હોય એવુ લાગે અભિનદન અને શુભકામનાઓ…………….
April 6, 2008 at 11:04 pm
kavita Maurya
ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.
કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.
સુંદર શેર.
April 7, 2008 at 4:50 pm
nilamhdoshi
અઁતિમ બે શેરમાઁ કમાલની તાકાત અનુભવાઇ. ખુબ સરસ કહેવાની જરુર જ કયાઁ રહી ?
April 18, 2008 at 8:37 pm
nirlep
સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું - ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.
સાહેબ ખુબ સરસ વિચાર………………
ખુબ ગમ્યુ.
April 20, 2008 at 8:26 pm
RAZIA
હું સરહદ થી આવ્યો છું ગામ માં વર્ષો પછી,
“હે પ્રભુ !” મારું એ ઘર મુજ્ને સદા ઝળહળ મળે.
ખાસ કરી ને મક્તા નો શેર ખૂબ ગમ્યો.
રઝિયા મિર્ઝા
April 20, 2008 at 9:35 pm
Neela
ઝંખું છું જોવા હું મોંહે-જુ-દડોના અશ્મિઓ,
શક્ય છે ઈચ્છી છે જે એ ત્યાં મને સળવળ મળે.
આ પંક્તિઓ ગમી.