કાશ, એવીયે અદીઠી પળ મળે…


(સાથી હાથ બઢાના….               ….સાંગલા વેલી, કિન્નૂર, નવે.,૨૦૦૭)

‘સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું – ‘મૃગજળ’ મળે,
આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.

આ સમંદરમાં ય જો લોહી ભળે, ખળભળ મળે,
ચંદ્રની કોશિશ બાકી સૌ હવે નિષ્ફળ મળે.

ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.

શી રીતે ઈન્સાન આ અલગાવવાદી થઈ ગયો ?
મસ્તકો ચીરું તો શેં સૌના દિમાગે વળ મળે ?

ઝંખું છું જોવા હું મોંહે-જુ-દડોના અશ્મિઓ,
શક્ય છે ઈચ્છી છે જે એ ત્યાં મને સળવળ મળે.

ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,
એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.

કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

-વિવેક મનહર ટેલર
(ફેબ્રુઆરી, ૧૯૯૨)

43 thoughts on “કાશ, એવીયે અદીઠી પળ મળે…

 1. ‘સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું – ‘મૃગજળ’ મળે,
  આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.

  કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
  આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

  – સરસ !

 2. કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
  આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

  Very nice, Vivek.

  Reminds me of કોઈ પણ કારણ વિના હું જઈ શકું … poem.

 3. માણસોની ભીડમાં માણસ પોતે એવો અટવાયો છે કે
  ખોવાઈને એકલો પડી ગયો છે અને ત્યારે,

  કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
  આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

  સંવેદનાસભર…. !!

 4. મને તો મક્તાનો શેર ખૂબ જ ગમ્યો .

  કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
  આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

 5. ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
  કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.

  વાહ વિવેકભાઈ !
  “આજના માણસ” ની મૂળ તાસિરને સુંદર શબ્દોમાં વ્યકત કરી હો!-અભિનંદન.

 6. ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,
  એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.

  કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
  આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

  આમ તો આ રચના જ એક્દમ સરસ છે પણ આ પઁક્તિઓ ખુબ ગમી

 7. સુંદર ગઝલ. ત્રીજો–ચોથો અને અંતીમ શેર વીશેષ ગમ્યા. તમારા ખજાનામાં હજુ આવા કેટલાં રત્નો સંગ્રહાયેલા છે..?

 8. કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
  આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

  Dear વિવેક (મનહર ટેલર),
  Dear Dr.T,
  They call me Dr.T too,
  We knew due to Surfing IT.
  Now,We are all blogers connected too.
  Let us built our Gujarati net around the G!lobe.શી રીતે ઈન્સાન આ અલગાવવાદી થઈ ગયો ?
  મસ્તકો ચીરું તો શેં સૌના દિમાગે વળ મળે ?
  ઝંખું છું જોવા હું મોંહે-જુ-દડોના અશ્મિઓ,
  શક્ય છે ઈચ્છી છે જે એ ત્યાં મને સળવળ મળે.

  Rajendra
  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 9. સરસ ગઝલ
  ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,
  એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.
  વાહ્
  કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
  આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.
  આફરીન
  ‘cry on someone’s shoulder’ કાવ્ય યાદ આવ્યું
  ગુંજી રહ્યું…
  બંધ ઘરમાં જેમ કોઈ તડ મળે,
  એ રીતે મારા મને વાવડ મળે.
  એટલે લઈને ફરું માથું બધે,
  શક્ય છે કે ક્યાંકથીયે ધડ મળે.
  કોઈ મરતાંને પડે સાંસા સતત,
  ને હવા ચોમેર આડેધડ મળે.
  કોઈ, કૂંપળને કહે છે પળ સતત,
  રોજ એવો એક તો અણઘડ મળે.
  આ ગઝલ કોઈ માનસીક રોગ નિષ્ણાતને સંભળાવીએ તો કહેશે,”એ અનુભવ તમારા માનસપટ પર છવાઈ જાય છે અને ‘કાશ મેં આમ કર્યું હોત’ યા ‘કાશ મેં તેમ કર્યું હોત’ એવા વિચાર આવ્યા કરે છે. શાંત ચિત્તે બેસી શકાતું નથી અને ડર લાગ્યા કરે છે. તમારૂં મરણ થઈ ગયું હોત એવા વિચાર આવી જાય છે… ભવિષ્યનો વિચાર જ નથી કરી શકતા… તમે સાવ લાચાર થઈ ગયા છો… તો તમારે”…. તે જાણે!!

 10. આજનું જીવન સચોટ રીતે ઝીલાયું –
  ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
  કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.

  મઝાની ગઝલ.

  ‘રણ’ને બદલે ‘મરુસ્થળ’ વાપરી શકાયું હોત?
  મોંહે-જુ-દડો માટે મોહન-જો-ડેરો શબ્દ જાણવા મળ્યો છે. ‘મોહન’નું ગામ.

 11. રણના બદલે મરુસ્થળનો વિચાર કેમ આવ્યો, ચિરાગભાઈ?

  ગઝલમાં છંદની અનિવાર્યતા એક તો આમ કરતાં મને રોકે છે અને બીજું, ગઝલમાં શક્ય હોય ત્યાં સુધી વાતચીતમાં પ્રયોજતા શબ્દો જ વાપરવા યોગ્ય ગણાય છે. વાતચીતમાં મરુસ્થળ શબ્દ આપણે વાપરીએ છીએ ખરા?

  મોહેં-જુ-દડો સાથે મોહન સંકળાયા હોવાની માહિતી નવી છે… વધુ અને સત્તાવાર ખુલાસો કરી શકાશે?

 12. ‘સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું – ‘મૃગજળ’ મળે,
  આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.

  ઓ ડૉ.સાહેબ, તમારા નગરનું વ્યાકરણ ખરેખર તો આવું નથી ને?
  આ તો જ્યારે તમારા નગરમાં આવું ત્યારે મારે ‘મળ’વાનું કે ‘ટળ’વાનું એ જરા ખબર પડે એટલે પૂછું છું હોં..! 🙂

  ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
  કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.

  શી રીતે ઈન્સાન આ અલગાવવાદી થઈ ગયો ?
  મસ્તકો ચીરું તો શેં સૌના દિમાગે વળ મળે ?

  સાચી વાત છે…

  આ બે અશઆર બહુ ગમ્યા…

  ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,
  એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.

  કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
  આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

  “મોહેં-જુ-દડો” વિશે કંઇ ખબર ન પડી… સમજાવશો?

 13. ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
  કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.

  કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
  આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મ

  આ શેર છેક અંદર સુધી અડી જાય છે…!!!!

 14. ‘સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું – ‘મૃગજળ’ મળે,
  આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.

  સરસ ગઝલ.

 15. શી રીતે ઈન્સાન આ અલગાવવાદી થઈ ગયો ?
  મસ્તકો ચીરું તો શેં સૌના દિમાગે વળ મળે ?

  મને તો આ વાત બહુ ગમી ખરેખર …..

  ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
  કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.

  અને આ પણ ……
  ખુબ જ સુંદર ……. હવે સ્તર જળવાતુ જા છે….

 16. Nice one..reminds me of Bashir Badr…

  “Koi hath bhi na milayega, agar miloge gale dhapakse,
  Ye naye mijaj ka saher hai,mila karo zara fasale se.

  Keep it up…tc..

 17. વિવેકભાઈ મને માત્ર ‘ચિરાગ’ કહેશો.

  ‘સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું – ‘મૃગજળ’ મળે, — આ પન્ક્તી જો આ પ્રમાણે લખીએ તો —
  ‘સ્થળ’ કહું તો ‘મરુસ્થળ’મળે, જો ‘જળ’કહું – ‘મૃગજળ’ મળે, — મને એવું લાગ્યું કે આખી પન્ક્તીમાં પ્રાસ સારો બેસે. જો કે,, મને છન્દનું ખાસ જ્ઞાન નથી.

  I am not sure about authentication, but this writer’s view on the word is here: http://www.mohenjodaro.net/mohenjodaroessay.html

 18. આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.
  ……………
  યુરેકા!!!!!!!
  કશુક નવતર….સુંદર શબ્દો

 19. પ્રિય ચિરાગ,

  ‘સ્થળ’ કહું, ‘મરુસ્થળ’ મળે, જો ‘જળ’ કહું – ‘મૃગજળ’ મળે – આ સુધારો આવકાર્ય છે… આપની વાત સાચી છે. અહીં આંતરપ્રાસ વ્યવસ્થા અને છંદ બંને જળવાઈ રહે છે. આવું મને કેમ ન સૂઝ્યું? આભાર !

 20. ‘સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું – ‘મૃગજળ’ મળે,
  આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.

  ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
  કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.

  ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,
  એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.

  કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
  આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

  અદૂભુત !!!!!!!!!!

 21. સ્થળ’ કહું ‘મરુસ્થળ’ ’મળે, જો ‘જળ’કહું – ‘મૃગજળ’ મળે,
  આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.

  વિવેક, ‘રણ’ નું ‘મરુસ્થળ’ ખુલ્લા મને આવકાર્યું એ ઘણી સારી વાત છે અને ખરેખર મત્લની સુંદરતા વધી છે..બ્લોગીંગ એના સાચા અર્થમાં સાર્થક થતું હોય એમ લાગે છે!!

  કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
  આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

  આ શેર પણ સુંદર છે.

 22. ખૂબ સુંદર ગઝલ! આમ તો આખી જ બહુ ગમી પણ આ બે શેર ખૂબ જ ગમ્યા!

  ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,
  એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.

  કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
  આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

 23. ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
  કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.

  Very nice Sher
  Niraj

 24. વિવેકભાઈ…સ્થળ અને મરુસ્થળની ચર્ચામાં તમારી નીખાલસતા–નમ્રતા ગમી ગઈ.

 25. ‘સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું – ‘મૃગજળ’ મળે,
  આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.

  મન-ભાવક, દિલ ભાવક…સુંદર ગઝલ. અભિનંદન.

 26. મને કોમેન્ટ્સ કરનારના નામ વાંચવાનું ગ્મ્યું.દરેકની કોમેન્ટ્સ , ગઝલ જેટલી જ મઝાની છે.આવા ભાવુકો મળે ઍ પણ કવિને માટે ગૉરવની વાત છે.

 27. આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં …

  એ ગઝલ યાદ આવી ગઈ.

  શહેરી સંસ્ક્રુતીનું બહુ જ હ્રદયંગમ ચીત્ર, બહુ જ સરસ શબ્દ અને લયમાં રજુ કર્યું છે. આવી જ ગઝલો આપતા રહો.

 28. એટલે તો બ્લોગ પર સાહિત્ય સચવાયું છે ભૈ,
  પ્રશ્ન પૂછો એકને, કૈં કેટલા ઉત્તર મળે .

  બહુ સુંદર ગઝલ.
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 29. ભાઇ ! તમે શબ્દોનેી રમતના ખેલાડેી જ છો.
  સરસ મઝા આવેી ગઇ ! આભાર ……..!

 30. ખુબ જ સરસ …poem..Really very nice combinations of words n meaning..
  u r the best…

 31. પ્રિય ઊર્મિ,

  ઉપર ચર્ચામાં ચિરાગે આપેલ આ લિન્ક પર મોંહે-જો-દડો વિશે માહિતી મળી રહેશે:

  http://www.mohenjodaro.net/mohenjodaroessay.html

  મોંહે-જો-દડો અને હડપ્પા સિંધુ પ્રદેશની સંસ્કૃતિના અવશેષો છે. જે સમયની નગર-વ્યવસ્થા, ગટર-વ્યવસ્થા, આર્થિક વ્યવહારની સુવિધા, ઓજાર તથા જીવન-શૈલી આશ્ચર્ય પમાડે એવી અને અદભુત છે.

 32. લખતા રહો તમે આવી ઘણી ઘણી ગઝલો
  મારી દુઆ છે, તમને વધુને વધુ બળ મળૅ…….

  વેબની આ દુનિયા પર હવે તો મારા ભાઈ
  ગુજરાતી જીવતી રાખવાની ચળવળ મળે……..

  વિવેકભાઇ,
  તમારી ગઝલો અંગ્રેંજીમાં Translate કરવી જોઇએ…
  અભિનંદન!!

 33. આખી જ રચના અતિ સુંદર છે.પણ મને નીચેની પંક્તિઓ ખૂબ ગમી
  ઈચ્છું છું, પ્રિયજન સુધી ઈચ્છિત રીતે લઈ જઈ શકે,
  એક, એવી એક, બસ ! સાચી મને અટકળ મળે.

  કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
  આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

 34. કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
  આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે
  ખુબ જ સરસ. હરેક ઇન્સાનની આટલી જ તો તમન્ના હોઇ શકે.
  A shoulder to cry and rely .

 35. તમે ૧૯૯૯૨ થિ ગઝલનિ દુનિયામા બરાબર પગ મુકિ દિધો હોય એવુ લાગે અભિનદન અને શુભકામનાઓ…………….

 36. ભીડ એ રીતે ગળી ગઈ છે નગરના લોકને,
  કે મળો જેને તમે, અંદરથી એ વિહ્વળ મળે.

  કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
  આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે.

  સુંદર શેર.

 37. અઁતિમ બે શેરમાઁ કમાલની તાકાત અનુભવાઇ. ખુબ સરસ કહેવાની જરુર જ કયાઁ રહી ?

 38. સ્થળ’ કહું તો ‘રણ’મળે, જો ‘જળ’કહું – ‘મૃગજળ’ મળે,
  આ નગરનું વ્યાકરણ- જો ‘મળ’ કહું તો ‘ટળ’ મળે.

  સાહેબ ખુબ સરસ વિચાર………………
  ખુબ ગમ્યુ.

 39. હું સરહદ થી આવ્યો છું ગામ માં વર્ષો પછી,

  “હે પ્રભુ !” મારું એ ઘર મુજ્ને સદા ઝળહળ મળે.

  ખાસ કરી ને મક્તા નો શેર ખૂબ ગમ્યો.

  રઝિયા મિર્ઝા

 40. ઝંખું છું જોવા હું મોંહે-જુ-દડોના અશ્મિઓ,
  શક્ય છે ઈચ્છી છે જે એ ત્યાં મને સળવળ મળે.

  આ પંક્તિઓ ગમી.

 41. કો’ ખભે સિર ટેકવી વિશ્વાસે શ્વાસો લઈ શકું….
  આયખામાં કાશ, એવીયે અદીઠી પળ મળે…

  beautiful….

Comments are closed.