ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર…

A_SCSM_front_final

*

પ્રિય મિત્રો,

સમાચાર આનંદના હોય અને આપ સાથે એ વહેંચવાના ન હોય તો એ આનંદ સાવ અધૂરો ન લાગે? છેલ્લા સાત-સાત વર્ષોથી ઇન્ટરનેટના માધ્યમ વડે આપ સહુ સ્નેહીજનો સાથે એવો તો દિલી નાતો બંધાઈ ગયો છે કે જાણે આખીય નેટ-ગુર્જરી મને મારો પોતાનો પરિવાર જ લાગે છે…

સુરત ખાતે હાલમાં ગુજરાતી સાહિત્ય પરિદનું સત્તાવીસમું અધિવેશન – જ્ઞાનસત્ર- ચાલી રહ્યું છે.

ગઈ કાલે આ જ્ઞાનસત્રના પ્રથમ દિવસે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી “પ્રથમ સર્જનાત્મક પુસ્તક”નું વર્ષ ૨૦૧૧ માટેનું પારિતોષિક પરિષદના પ્રમુખશ્રી વર્ષા અડાલજાના વરદ હસ્તે મારા ગઝલસંગ્રહ “શબ્દો છે શ્વાસ મારા” માટે એનાયત થયું….

આપ સહુ મિત્રોનો અનવરત સ્નેહ જ મારી આ વેબસાઇટ અને એ દ્વારા ગઝલસંગ્રહ સ્વરૂપે પ્રકાશિત થઈ શક્યો છે… આથી આ પુરસ્કાર હું આપ સહુને જ અર્પણ કરું છું…

આભાર !

વિવેક

OLYMPUS DIGITAL CAMERA

OLYMPUS DIGITAL CAMERA

OLYMPUS DIGITAL CAMERA

40 thoughts on “ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર…

  1. વાહ,શુભાભિનન્દન્.આપ આમ જ સોનેરિ શબ્દોથિ લખતા રહો અએ જ સુભવ્ના.
    આપનો દિવસ સુન્દર વિતે.

  2. ફરીથી અભિનંદન,આ લાગણી પતાસા જેવી છે,વિષ્વભરમાં વેંહ્ચવા જેવી છે.

  3. ખૂબ ખૂ બ અભિનંદન.આપની કવિત્ત્વ શક્તિનું બહુમાન છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

  4. ખુબ ખુબ અભિનદન ડૉ.વિવેક્ભાઈ,અનેક અનેક શુભકામનાઓ આવતા વરસો માટૅ,ગુજરાતી સાહિત્યના વિશેષ પુરસ્કારો,પારિતોષિકો,ચન્દ્રકો આપને પ્રાપ્ત થતા રહે એવી અંતરની અભિલાષા……….

  5. ડૉ.વિવેક્ભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. આપની વધુ ને વધુ સુંદર રચનાઓ સમૃદ્ધ થતી રહે તેવી અનેક શુભેચ્છાઓ. આપને સદાય કાર્યસિદ્ધિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય એવી અંતરથી પ્રભુને પ્રાર્થના

  6. હૈયુ કેવુ હરખાય
    જ્યારે કલાની કદર થાય …..ખુબ ખુબ અભિનન્દન વિવેકભાઈ

  7. અન્ત્ઃકર્ર્પુર્વક અભિનન્દન સર,
    બસ સર તમે ઉતરોઉતર ઉન્ચાઇ આન્બતા રહો તેવિ અભ્યાર્થના ..

  8. Dear Vivekbhai,

    Congratulations for a well deserved honour and recognition for your poetry!! Wishing you many more in the years to come! I just arrived at DDU, Nadiad about three weeks ago and will be here until March 15, 2012. Hope to meet you. Dinesh O. Shah

  9. Priya Vivekbhai- Congratulations ! Thank you for sharing your book and CD with me. I think you rightly deserve the recognison.Academy should be proud of honoring a right person- Congratulations to you and Your better half( She is equally a part of your ventures.)
    Harnish.

  10. અભિનન્દન, વિવેક્ભાઈ. તમારી કલમ નવા અને ઉચ્ચતર શિખરો સર કરતી રહે એ જ શુભેચ્છા. … ચન્દ્રેશ

  11. વિવેકભાઇ ખુબખુબ અભિનન્દન. કવિતામિત્રોના મનમા સ્થાન તથા માન ઘણા સમયથી પામ્યા છો, એની આજે પ્રમાણપત્રથી કદર થઈ.
    શરૂર્આત થઈ છે, સફર જારી રાખજૉ.

Leave a Reply to urvashi parekh. Cancel reply

Your email address will not be published. Required fields are marked *