![]()
(નિરાંતનો કસ… ….સાંગલા ગામ, હિ.પ્ર., નવેમ્બર-૨૦૦૭)
શરીરોમાં માણસ આ વસતો નથી,
સમય પણ લગીરે ય ખસતો નથી.
તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.
અરીસાએ ભીતરથી નીકળી કહ્યું:
‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’
મળો તો મળો હાથ બે મેળવી,
મળો તે છતાં એ શિરસ્તો નથી.
હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
હું સસ્તો નથી, હું અમસ્તો નથી.
સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
-વિવેક મનહર ટેલર
(૨૪-૦૬-૨૦૦૭)
છંદ-વિધાન: લગાગા | લગાગા | લગાગા | લગા
33 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/220/trackback/
March 22, 2008 at 2:08 am
pragnaju
સુંદર છંદબધ્ધ ગઝલ
એકે એક શેરે જાણે નવુ ગુંજન થયું
અરીસાએ ભીતરથી નીકળી કહ્યું:
‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’
વાહ
માનવી જન્મ્યા પછી તરત જ રડે.
તો મરતાં પહેલાં હસતો કેમ નથી?
મળો તો મળો હાથ બે મેળવી,
મળો તે છતાં એ શિરસ્તો નથી.
સોલીનો સાદ સંભળાયો
કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ,
મળતા રહો તો ઘણું સારું
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
વાતો કરો તો ઘણું સારું
અને ગણગણાટ્
તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
વાહ વાહ
આપણી સંસ્કૃિતમાં તો ઘરમાંથી રસ્તો જાય !
ફરી ભણકારા થયા…
જીવનની વેદનાનો એટલો રસ્તો નથી મળતો,
બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી.
કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
અડગ મનના મુસાફરને રસ્તો નથી નડતો.
હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
હું સસ્તો નથી, હું અમસ્તો નથી.
… હું તો સદા
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો .
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો
March 22, 2008 at 4:30 am
પંચમ શુક્લ
તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.
છ્ંદ પણ મજાનો અને ભાવને અનુરૂપ લાગ્યો.
March 22, 2008 at 10:01 am
સુનીલ શાહ
તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.
સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
આ બે શેર વધુ સ્પર્શી ગયા. લાં……બા સમય પછી ગઝલનુ આગમન ગમ્યું.
March 22, 2008 at 11:46 pm
હેમંત પુણેકર
તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.
હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
હું સસ્તો નથી, હું અમસ્તો નથી.
આ બે શેર ખૂબ ગમી ગયા!
March 23, 2008 at 8:59 am
ઊર્મિ
તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.
અરીસાએ ભીતરથી નીકળી કહ્યું:
‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’
આ બે શેર ખૂબ જ ગમ્યા… સ-રસ ગઝલ!
March 23, 2008 at 9:20 am
Pinki
સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.
સ-રસ મજા આવી ગઈ !!
March 23, 2008 at 12:16 pm
Pinki
વિવેકભાઈ, home-page blank આવે છે ..
pls. check it ….
March 23, 2008 at 2:39 pm
Jayshree
મને તો આ એક શેર ખૂબ ગમ્યો..
અરીસાએ ભીતરથી નીકળી કહ્યું:
‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’
March 25, 2008 at 3:14 am
pravina kadakia
ભલે જ્યાં જોઈએ ત્યાં માનવીનો મેળો
છતાંય સુણ માનવ કદીયે સસ્તો નથી
ખૂબ સુંદર શેર વાંચ્યા.
મેં તો માત્ર મારા મનનો ભાવ જણાવ્યો.
March 25, 2008 at 4:21 am
mannvantpatel
મકાનો તો છ્રે……ઘરનો રસ્તો નથેી !
તુઁ પણ પહેલાઁ જેવુઁ વરસતો નથેી…..
શબ્દોને વખાણવા જરૂરેી લાગે છે ? કવિ ?
March 26, 2008 at 8:31 pm
Bhavna Shukla
તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.
……………………………………..
સુંદર શેર!!!
સદાય પીડ્યા કરતો આ વ્યથા ભાવ બહુ જુનો છતાય શબ્દોના શ્વાસથી તાજો તરબતર થઈને આવ્યો કે નજીકથી માણવો ખુબ ગમ્યો!!!
…………………………………….
સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
……………………………………
આ શેર ના અંતમા પુર્ણવિરામને બદલે પ્રશ્નાર્થ મુકીએ તો લય બધ્ધતા અને અસર વધુ આવે તેમ મને સહેજ લાગ્યુ.
March 27, 2008 at 11:37 am
Devendra Patel
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
March 27, 2008 at 11:54 am
Ajay Nayak "Dhadkan"
સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
Wah Wah Wah Vivek Bhai Kya Gazal Hai…..
This is the reality of this 21st century….
Ajay Nayak
March 27, 2008 at 12:12 pm
rajgururk
ઓહ અદભુત રચના
March 27, 2008 at 12:16 pm
rajgururk
અદભુત રચના
March 27, 2008 at 12:24 pm
Hetal Shah
શબ્દ એ સ્વસ તમારા
ગઝલ એ લોહિ તમારુ
after long time i remember Sloi Kapadia
thank you very much
i just love this
March 27, 2008 at 12:53 pm
bhogi
really gr8 dr.!
congrats for such a lovely couplets
March 27, 2008 at 12:55 pm
Vinod Gundarwala
Excellent
In the busy schedule of March, this seems to
be the stopping of rains in the monsoooon….
to roam around .. … …
Dear Vivekbhai keep it up
thanks for your “Taro Taza Gajalz”
“Ame Ema Bhinjay Ne Pulkit Thay Jaye Chhiye”
thanks once again
with warm regard
vinod
March 27, 2008 at 1:25 pm
Bharat Dave
વાહ્… સુન્દર ભાવના અને ખુબજ રમણીય રીતે માનવ મન ને ચિતર્યુ છે… આ વાચીને મને મારી રચના યાદ આવી ગઇ….. ( સરખામણી તો નથી કરી .. પરન્તુ ભાવ કાઇક એવો છે )
“મા” નવી મળશે અહી,
પણ માનવી મળશે નહી,
સ્વાર્થાન્ધતા છે આ જગ મહી,
શોધ્યો ત્યાગ પણ મળશે નહી
અવનવા રૂપો ધરી ને,
ભજવી વેશ એ થાકે નહી
અન્તર ના દવ ને ઢાકવા
કોઇ ચાલ ને મૂકશે નહી
અન્તરવ્યથા ને કોઇ ની
સમજવા સમર્થ છે ક્યા કોઇ
એક બિજા ને ઉતારી
આગળ ધપે છે હરકોઇ
“હુફ” “લાગણી” “સાથ” આ
શબ્દો બની શોભી રહ્યા
આવા અનેકો નામ પણ્
શબ્દકોષો મહી ખોઇ ગયા……
ભરત દવે….
March 27, 2008 at 4:56 pm
Narendra Chauhan
તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.
……………………………………..
સુંદર શેર!!!
….નરેન્દ્
March 27, 2008 at 4:59 pm
Narendra Chauhan
dear Vivekbhai,
…you are a good photographer too!..nice and appropriate picture to suit the poem, which has touched our souls!
…Narendra
scientist
institute for plasma research
Gandhinagar
Gujarat
March 27, 2008 at 5:41 pm
Mukund Desai
સરસ
March 27, 2008 at 6:49 pm
Vijaykumar Shah
બધાજ શેર સરસ્
તરો તાજા અને વાંચવા ગમે..
માણવા ગમે
અને ગણગણવા ગમે
તેટલા સહજ અને સરળ્
સવાર સુધરી ગઈ વિવેકભાઈ..
March 27, 2008 at 9:55 pm
Chetan Chandulal Framewala
અરીસાએ ભીતરથી નીકળી કહ્યું:
‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’
સુંદર શેર..
**********************
મળો તો મળો હાથ બે મેળવી,
મળો તે છતાં એ શિરસ્તો નથી.
બસીર બદ્ર નો એક શેર યાદ આવ્યો..થોડી ભૂલ સાથે…..
હમસે તુ દિખાવે કિ દોસ્તી ના નિભા,
ગલે નહીં લગતા, તો હાથ ભી ના મિલા
*****************************
હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ
હું સસ્તો નથી, હું અમસ્તો નથી.
સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
ક્યા બાત હૈ…..
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
March 27, 2008 at 10:26 pm
ડો.મહેશ રાવલ
વાહ વિવેકભાઈ!
આખી ગઝલ તમારી બધી રચનાઓની જેમ સરસ જ છે પણ,આ પંક્તિમાં જે ખોંખારો ખાઈને થોભ! કહેવાયું છે એ જમાવટ કરી ગયું.
-અભિનંદન !
હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
હું સસ્તો નથી, હું અમસ્તો નથી.
March 27, 2008 at 10:48 pm
"Rasik" Meghani
નવી પેઢીલના જે ગઝલકારોથી હું આકર્ષાયો છું, તેમાં બે ડોફટર પણ છે, -મહેશ રાવલ ને બીજા વિવેક ટેલર. વિવેક ભાઈની આ ગઝલ અત્યંત સુંદર છે. અભિનંદન
March 28, 2008 at 5:05 am
Maheshchnadra Naik
malo to malo hath be melvi
malo chanta e shirasto nathi, Dr. Vivekbhai, you are very
near to reality of LIFE and this
sher touches me lot……………
GREAT!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
Suparb…………..
March 28, 2008 at 11:25 am
Radhika
WOW……………………
Welcome back Dr avivek Tailor
Ghana lambaa samay pachhii aaje kaik maaaaaaaaaaast lakhaayu chhe…..
somthing like Vivek Tailor’s brand…..
ek e ek sher mate ” વાહ !!! ” nikadi gayu ……
etlu mast lakhi naakhyu chhe k comment lakhya vagar rahevayu j nahi
khub sundar….
આ જ રીતે વરસતા રહો………. ઃ)
March 28, 2008 at 4:54 pm
Rajendra Trivedi, M.D.
પ્રિય વિવેક,
સ્મઁબન્ધે બન્ધાયેલા રહેશુ!
શરીરોમાં માણસ આ વસતો નથી,સમય પણ લગીરે ય ખસતો નથી.
તું પણ પહેલાં જેવું વરસતો નથી,અને હું ય એવું તરસતો નથી.
રાજેન્દ્ર,બોસ્ટન
અઁધજન મડળ,વસ્ત્રાપુર,અમદાવાદ
March 30, 2008 at 8:28 pm
Mehul Shrimali
It’s hard to chose between poem & snap….both r thought provoking …
simple yet meaningful.
tc…
April 7, 2008 at 11:09 pm
gaurang thaker
વાહ કવિ લખતા રહો….મઝા આવી ગઇ….
April 20, 2008 at 11:58 pm
sujata
kem sangaru tamari gazal ne
mara hath ma guldasto nathi………
hoon tara irada jaanu chhu
hoon sasto nathi amasto nathi………bahuj saras
jiyo
May 21, 2008 at 11:31 pm
jalal mastan 'jalal'
ahi kavi a bhare prayatna-poorvak ghazal lakhvani mathamann kari chhe, pan ghazal k kavita temne vari nathi a spast joee shakay chhe. Kavi chhand-vidhan aape chhe ane ene valgee rehva mathe chhe, kafiya bhare prayatna-poorvak besade chhe, chhand ne jaalavavani mathamann hova chhatan chhand toote chhe: aa badhu jota aa ek saav saadharan kavya thi upar uthi shake evi pankti o nathi.
aatlu ochhu hoy m kavi na shabdo ma saralta pan nathi. satho-sath kavi ne kavita ni sathe picture pan mukvu pade chhe! vastav ma shabd ma j ek chitra ubhu karvani je taqat chhe a kavi potana shabd ma pragtavi shakya nathi. ahi kavi shu kehva mage chhe a anek var vanchava chhata samjee shakatu nathi. vali, koi sher matlaa thi makta sudhi evo nathi malto k je sasmarano ma qayam rahi jaay. etle aa kavya, mari drasti a, saav sadharan kavya thi upar uthi shaktu nathi.
mane aapni kavita o mokalva badal aabhari chhu. me aapne javab ma kahelu k samay malta hu pratibhav aapish. anukulta a aapni biji kavita o na pan pratibhavo aapto rahish. aap ni kavita o ne baju par muki dayeeye pan aap Gujarati bhasha ni j seva karo chho ene joiye to a uttam ane saday yaad rahe evi chhe a kaboolvu pade. maja ma hasho. aapne sada mate mari shubhechchao chhe.
aapno saradayee- jalal mastan ‘jalal’