સપનામાં આવી ગઈ છે તું, પાછાં જવાય નહિ,
કોશિશ છે મારી, આંખ હવે ખૂલી જાય નહિ.
ભૂલોનો છેદ કાઢીને માંડો નવું ગણિત,
એ રીતે તો આ દાખલો પાછો ગણાય નહિ.
જીવનની કબ્ર તંગ રહી છે સદૈવ, દોસ્ત!
મનફાવે ત્યારે લાશથી પડખું ફરાય નહિ.
જીવનમાં એક પળ કદી એવી ય આવશે,
પાછાં જવાય નહિ અને આગળ વધાય નહિ.
દિનરાત મેં વલૂરીને નાસૂર કીધાં છે,
એવા આ દર્દનો હવે કોઈ ઉપાય નહિ.
પડઘાંની સાથે ખેંચીને લઈ આવે જે તને,
એવા પહાડ કંઠમાં સંઘરી રખાય નહિ.
મુજ શબ્દદ્વાર ખુલ્લાં છે, તું કાવ્ય થઈને આવ,
અંતિમ છે શ્વાસ, મરતાંને કંઈ ના પડાય નહિ.
ડૉ. વિવેક મનહર ટેલર
5 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/22/trackback/
February 14, 2006 at 11:40 pm
Dhaval Shah
Happy Valentine’s Day ! Very appropriate for V.D. !
February 19, 2006 at 11:35 am
Anonymous
“સપનામાં આવી ગઈ છે તું, પાછાં જવાય નહિ,
કોશિશ છે મારી, આંખ હવે ખૂલી જાય નહિ.”
Very nice…!! Wishing you a very happy Valentine’s day.
Foram
April 14, 2006 at 6:58 pm
meena chheda
This post has been removed by the author.
April 14, 2006 at 7:01 pm
meena chheda
Mitr vivek,
mrutyu maara darvaja par
dastak aapi rahyu chhe..
tu aene naa paadae sakee
aevu have nathhi rahyu.
March 24, 2007 at 6:23 pm
sagarika
આખી ગઝલ સારી છે, ના ખુબ સારી છે… very nice.