એવા પહાડ કંઠમાં સંઘરી રખાય નહિ

સપનામાં આવી ગઈ છે તું, પાછાં જવાય નહિ,
કોશિશ છે મારી, આંખ હવે ખૂલી જાય નહિ.

ભૂલોનો છેદ કાઢીને માંડો નવું ગણિત,
એ રીતે તો આ દાખલો પાછો ગણાય નહિ.

જીવનની કબ્ર તંગ રહી છે સદૈવ, દોસ્ત!
મનફાવે ત્યારે લાશથી પડખું ફરાય નહિ.

જીવનમાં એક પળ કદી એવી ય આવશે,
પાછાં જવાય નહિ અને આગળ વધાય નહિ.

દિનરાત મેં વલૂરીને નાસૂર કીધાં છે,
એવા આ દર્દનો હવે કોઈ ઉપાય નહિ.

પડઘાંની સાથે ખેંચીને લઈ આવે જે તને,
એવા પહાડ કંઠમાં સંઘરી રખાય નહિ.

મુજ શબ્દદ્વાર ખુલ્લાં છે, તું કાવ્ય થઈને આવ,
અંતિમ છે શ્વાસ, મરતાંને કંઈ ના પડાય નહિ.

ડૉ. વિવેક મનહર ટેલર

11 thoughts on “એવા પહાડ કંઠમાં સંઘરી રખાય નહિ

  1. “સપનામાં આવી ગઈ છે તું, પાછાં જવાય નહિ,
    કોશિશ છે મારી, આંખ હવે ખૂલી જાય નહિ.”

    Very nice…!! Wishing you a very happy Valentine’s day.

    Foram

  2. જીવનની કબ્ર તંગ રહી છે સદૈવ, દોસ્ત!
    મનફાવે ત્યારે લાશથી પડખું ફરાય નહિ.

    જીવનમાં એક પળ કદી એવી ય આવશે,
    પાછાં જવાય નહિ અને આગળ વધાય નહિ.

    દિનરાત મેં વલૂરીને નાસૂર કીધાં છે,
    એવા આ દર્દનો હવે કોઈ ઉપાય નહિ.

    beautiful…..awesome…

  3. વાહ વિવેક અન્કલ……..આ વાંચ્યા પછી પ્રેરાયને લખેલી ગઝલ….

    છે યુધ્ધ એવું કે હારવાનું મન થાય નહીં,
    ને જીતવા જો જઈએ તો એ જીતાય નહીં.

    મ્રુગજળ સમી તું,જો આવું છું તારી પાસે,
    તો આંખોને દૂર સુધી કઈં દેખાય નહીં.

    અહીં છે જ આંખોની ભાષા એવી દોસ્તો,
    જલદીથી એની વાતો સૌને સમજાય નહીં

    મજબૂરી તો મજબૂરીમાં એ જીવ્યા કરોને,
    એ વિધાતાના અક્ષરોને કાંઈ ભૂસાય નહીં.

    દર્દ એટ્લું જ રહ્યું છે આ ‘મન’ને પ્રિયે,
    તમારા વિના એનાથી જીવાય કે મરાય નહીં…….મનન દેસાઈ

  4. પડઘાંની સાથે ખેંચીને લઈ આવે જે તને,
    એવા પહાડ કંઠમાં સંઘરી રખાય નહિ.

    મુજ શબ્દદ્વાર ખુલ્લાં છે, તું કાવ્ય થઈને આવ,
    અંતિમ છે શ્વાસ, મરતાંને કંઈ ના પડાય નહિ.

    vaah ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *