ત્રિખંડી ગઝલ

P1014578
(ઇન ઉમ્ર સે લંબી સડકોં કો…                          …દુબઇ, ૧૧-૨૦૧૨)

*

ચહેરા હટી ગયા છે, અરીસામાં તે છતાં પણ સ્પંદન રહી ગયાં છે,
ઝાલેલ આંગળીના હોઠો ખરી પડ્યા છે, ચુંબન રહી ગયાં છે.

અર્ચન રહી ગયાં છે, પૂજન રહી ગયાં છે, કિર્તન રહી ગયાં છે,
તન-મનની ટ્રેનમાં છે સઘળું ભરેલું, ખાલી ભગવન રહી ગયા છે.

બાંયો ને બાહુ સઘળું ભરખી ગયા છે ભૂખ્યા ઘડિયાળ નામે અજગર,
તો પણ હજીય કોઈ એકાદ કાંડા ઉપર કંગન રહી ગયાં છે.

ધગધગતી છાતીઓના સહરામાં બે’ક શ્વાસો દમ ઘુંટવા છતાં પણ
સહજિંદગીના નામે, અડચન તમે ગણો તો અડચન, રહી ગયા છે.

શું ઝાડ-ઝાંખરામાં રસ્તા ભૂલા પડ્યા છે ? મંઝિલ નથી રહી ને
જડતા નથી મુસાફર, મૂલ્યોના નામે કેવળ સાધન રહી ગયા છે?

હું “આઇ લવ યુ” બોલું, દિલ લાખવાર ખોલું, લાગે છે તોય પોલું,
સંબંધમાંથી જાણે દોરા સરી ગયા છે, બંધન રહી ગયા છે.

-વિવેક મનહર ટેલર
(૦૮-૧૨/૧૨/૨૦૧૨)

*

OLYMPUS DIGITAL CAMERA
(ધગધગતા સહરાઓ….                                 …દુબઇ, ૧૧-૨૦૧૨)

21 thoughts on “ત્રિખંડી ગઝલ

 1. ખરેખર શું ક્યારે વસી જાય છે અને ક્યારે ખસી જાય છે!!
  સમજાતું નથી શું રહી જાય છે,શું રહી જ જાય છે!!
  કદાચ વિષાદ ?

 2. સંબંધમાંથી જાણૅ દોરા સરી ગયા છે,બંધન રહી ગયા છે
  આ શેર દ્વારા ઘણ બધુ સમજાય જાય એ જ ગઝલની મઝા છે,
  ડૉ.વિવેક્ભાઈ,અભિનદન…………

 3. શું ઝાડ-ઝાંખરામાં રસ્તા ભૂલા પડ્યા છે ? મંઝિલ નથી રહી ને
  જડતા નથી મુસાફર, મૂલ્યોના નામે કેવળ સાધન રહી ગયા છે?
  અતિ સુન્દર.

  યાદ આવ્યું મારું એક મુક્તક

  રાહી નથી હમરાહી નથી
  સુરજ નથી પડછાયા નથી

  રસ્તા નથી મંઝીલ નથી

  જો તું નથી તો હું નથી

 4. ધગધગતી છાતીઓના સહરામાં બે’ક શ્વાસો દમ ઘુંટવા છતાં પણ
  સહજિંદગીના નામે, અડચન તમે ગણો તો અડચન, રહી ગયા છે.

  હું “આઇ લવ યુ” બોલું, દિલ લાખવાર ખોલું, લાગે છે તોય પોલું,
  સંબંધમાંથી જાણે દોરા સરી ગયા છે, બંધન રહી ગયા છે.
  Awesome……..Excellent. ….

 5. સરી ગયાં છે- એક્ષેલેન્ટ….ત્રિખંડુ…

  સાપ તો સાપ
  લિસોટા સરી ગયાં
  કાફલા તળે

 6. બાંયો ને બાહુ સઘળું ભરખી ગયા છે ભૂખ્યા ઘડિયાળ નામે અજગર,
  તો પણ હજીય કોઈ એકાદ કાંડા ઉપર કંગન રહી ગયાં છે.
  ધગધગતી છાતીઓના સહરામાં બે’ક શ્વાસો દમ ઘુંટવા છતાં પણ
  સહજિંદગીના નામે, અડચન તમે ગણો તો અડચન, રહી ગયા છે.
  Kya batt ! Very nice gazal !

 7. આંગળીના હોઠો, તન-મનની ટ્રેન,ભૂખ્યા ઘડિયાળ નામે અજગર,ધગધગતી છાતીઓ,મૂલ્યોના નામે કેવળ સાધન અને સંબંધમાંથી જાણે દોરા સરી ગયા……
  અદભુત કલ્પનો વિવેકભાઇ….જય હો…!
  મારી દ્રષ્ટિએ,પ્રસ્તુત ગઝલ સક્ષમ કવિકર્મનો સીધો પરિચય છે – ખૂબ-ખૂબ અભિનંદન.

 8. હું “આઇ લવ યુ” બોલું, દિલ લાખવાર ખોલું, લાગે છે તોય પોલું,
  સંબંધમાંથી જાણે દોરા સરી ગયા છે, બંધન રહી ગયા છે. સુંદર- મજાની ગઝલ.. !

 9. મઝાનો પ્રયોગ ખૂબ ગમ્યો સાંપ્રત સમયનું હૂબહૂ આલેખન.અભિન્દન

 10. આજના યુગની સ્થિતિનું આનાથી વધારે ચિત્રાત્મક બયાન કયું હોઇ શકે ?
  મક્તાની ધાર તો વિવેકભાઈ, વીંધીને આરપાર નીકળે છે.’ખુબ જ સરસ’ એટલા શબ્દો વામણા લાગે છે.

 11. સંબંધમાંથી જાણે દોરા સરી ગયા છે, બંધન રહી ગયા છે.
  વાહ્
  સ્મૃતિની સોય થકી ટેભા લઈ લઈને હૃદયોથી હૃદયોમાં ફૂંકાતો પવન !
  ધરણી ધ્રૂજે સુંવાળા ધબકારે ધબકારે રોમેરોમ ઝણઝણાટી જગવે લબકારે
  ..
  ધગધગતી છાતીઓના સહરામાં બે’ક શ્વાસો દમ ઘુંટવા છતાં પણ
  સહજિંદગીના નામે, અડચન તમે ગણો તો અડચન, રહી ગયા છે
  સરસ
  યાદ
  કોઈએ વાર કર્યો હોય ને શરીરના જે તે ભાગમાં માર સાથે પેશન્ટનો પંદર વીસ કલાકે વારો જ ન આવે તો? ધે કેઈન્ટ હેલ્પ… કેઈન્ટ ડુ નથિંગ… એવું અમેરિકનોનું બહાનું એમનામાં માનવતાનું સ્થાન મશીને લઈ લીધાનો પુરાવો નથી?અહીં ટોકન લીધા પછી વારો આવે ત્યાં સુધી રાહ જોવાની અને પછી વચ્ચે જો મોત તમને ઊંચકી જાય તો એવા વિચારમાં ડરતા રહેવાનું. ટ્રીટમેન્ટમાં કચાશ ન રહે એની કાળજી આ વિલંબ માટે જવાબદાર છે, કારણ ઓપરેશન થિયેટરમાં ટેબલ પર જો દર્દી ધપી જાય તો તબીબ અને હોસ્પિટલ બેયના દેવાળાં નીકળી જાય એવો ઘાટ થઈ જવાનો ડર રહે છે. ત્યાં સર્જન અને દરજીમાં ફેર છે. અહીં દરજીઓ જ ડૉકટર બનીને ઓપરેશન કરતા હોય એ રીતે ટેભા મારી દેવાના કિસ્સા જ વધુ બને છે.

 12. સરસ રચના.
  સંબંધમાંથી જાણે દોરા સરી ગયા છે, બંધન રહી ગયા છે.
  ખૂબ સરસ…… અંતરની વ્યથાને મૂક વાચા આપી છે.

Comments are closed.