નવી ઝેન કવિતા

OLYMPUS DIGITAL CAMERA
(જીવનચક્ર…         ….શેખ ઝાયેદ મસ્જિદ, અબુ ધાબી, ૧૧-૧૧-૨૦૧૨)

*

ઝેનવાટિકાનું ફળ ખાઈ ચૂકેલ
એક વાંદરો
એક ડાળ પરથી બીજી પર અને બીજી પરથી ત્રીજી પર
આખી જિંદગી
કૂદકા માર માર કરતો રહ્યો.
ગામ આખાની ગુંલાટો પણ એણે ખાધી
પણ
ઝાડ બદલવાની ભૂલ એણે કદી ન કરી.
પરિઘ ભલે ગમે એટલો વધે,
કેન્દ્રબિંદુ એનું એ ન રહે
તો વર્તુળ વર્તુળ મટી જાય છે

– વિવેક મનહર ટેલર
(૦૭-૧૨-૨૦૧૨)

*

OLYMPUS DIGITAL CAMERA
(નજર…                           …….ગુલમર્ગ, કાશ્મીર, ૦૬-૦૫-૨૦૧૨)

13 thoughts on “નવી ઝેન કવિતા

  1. મારી સાથે !!!
    કોઈવાર એવું બને સ્વારના ઉઠતા જ,
    બગીચાનાં રાતરાણીના છોડ મહેકી ઉઠે,,,

    -અશોક વાવડીયા,《રોચક》♥

  2. વિવેક્ભાઇ કેન્દ્રબિંદુ એ નુ એજ રહે તો…..કારણકે ઝાડ એજ રહે છે,સમજફેર હોય શકે મારો…..

  3. ઝાડને કેન્દ્ર સમજીયે તો…પરિઘ તો રચાય જ છે ભલે વ્યાપ મોટો હોય..
    કેહવાનો મતલબ એ કે જો કેન્દ્ર અને પરિઘની પરિભાષા વાપરીયે તો વર્તુળ ને કેવી રીતે ઓળંગીયે..

  4. ….શેખ ઝાયેદ મસ્જિદ, અબુ ધાબી, ની કોતરણી ખુબ સુન્દર ને કવિતા ની અલગ પરિભાશા માણી ને કેન્દ્ર્બિંદુ ને વર્તુળની વ્યાખ્યા અનેરી જાણી…વિવેક્ભાઈ લખ્યા કરે ને અમે માણ્યા કરીયે મજા…!!

  5. જે તે વર્તુળના કેન્દ્રબિંદુને અતિક્રમવું એટલે જે-તે વર્તુળની બહાર આવી જવું…

    વાંદરો ઝાડ બદલે ત્યારે એનું વર્તુળ બદલાઈ જાય છે… આ ઝેન વાંદરો છે. એણે જીવનમાં હજાર ભૂલો કરી પણ પોતાનું મૂળ ઝાડ બદલ્યું નથી. માટે એ enlightenmentને પાત્ર બન્યો છે.

    કેટલાક માણસો ડાળીઓ તો બદલે જ છે, ઝાડ પણ બદલી નાંખતા હોય છે…

  6. મન ઉપર કાબુ રાખી તેને સત્યના રસ્તે વાળશો તો તે શાંત થશે.
    અને તેને મન ફાવે તેમ રવડવા દેશો તો ઉપર કહ્યું તેવું થશે
    ઝેનવાટિકાનું ફળ ખાઈ ચૂકેલ
    એક વાંદરો…
    મન મરકટ બન બન ફિરે, કછું નેક ન ઠહેરાય,
    રામ નામ બાંધા બિના, જીત ભાવે તિત જાય.
    મન મરકટ મન ચાતુરી, મન રાજા મન રંક,
    જો મન હરજીકો મિલે, તો હરજી મિલે નિશંક.

    પરિઘ ભલે ગમે એટલો વધે,
    કેન્દ્રબિંદુ એનું એ ન રહે
    તો વર્તુળ વર્તુળ મટી જાય છે
    સાધક જ્યારે સિદ્ધ બને છે ત્યારે એ કોણરહિત થઇ જાય છે. સિદ્ધનો આકાર એકપણ ખૂણા વગરનો એટલે કે ગોળ છે. અષ્ટકોણ, ષટ્કોણ, ચોરસ કે ત્રિકોણ કોઇપણ ભૌમિતિક આકારમાંથી તમામ ખૂણા કાઢી નાખો પછી જે આકાર વધે છે તે વર્તુળ છે અને એ મારી દ્રષ્ટિએ સિદ્ધ પુરુષોનો આકાર છે, સદ્ગુરુનો આકાર છે.
    પરિઘ ભલે ગમે એટલો વધે,
    કેન્દ્રબિંદુ એનું એ ન રહે
    તો વર્તુળ વર્તુળ મટી જાય છે
    All that we see in of the creation, is but an almost imperceptible streak in the vast expanse of the universe. No idea can approximate its immense extent…This is an infinite sphere, the center of which is everywhere, but its circumference nowhere. In short, it is one of the greatest sensible evidences of the almightiness of God, that our imagination is overwhelmed by these reflections.”

  7. VivekBhai’s clarification is well taken.

    Zen philosophy is very simple- nothing complicated- no big spiritual discourse- no philological brooding- total concentration on one’s self in spite of distractions- metaphor of a monkey is intentional – tree is a recurring image in Zen thought- Zen has its roots in Buddhist ideals, after all it was under a tree that he attained his enlightenment. He never left the tree.

  8. થોડામાં ઘણું કહી દીધું…તે પણ ખૂબ અસરકારક રીતે.

  9. પ્રિય વિવેકભાઈ,

    આ કવિતા કરતા ફીલોસોફિકલ વ્યાખ્યા વધારે લાગી….
    માફ કરશો,
    ઉપરના તમામ અભિપ્રાયો પણ ઝીણવટપૂર્વક વાંચ્યા
    છતાં સહમત ન થઈ શકાયું.

    ક્ષમા કરશો વિવેકભાઈ…

  10. @ અનિલ ચાવડા:

    મિત્રોએ ક્ષમા માંગવાની હોય જ નહીં… હું તો ઇચ્છું જ છું કે દરેક ભાવક પોતાનો અભિપ્રાય પૂરી પ્રામાણિક્તાથી અને ગાડરિયા પ્રવાહમાં તણાયા વિના આપે…

    ખૂબ ખૂબ આભાર… આપે મને વિચારતો કરી દીધો… જોઈએ, શું નિષ્કર્ષ આવે છે !! 🙂

Leave a Reply to perpoto Cancel reply

Your email address will not be published. Required fields are marked *