ગુવારસીંગનો છોડ…
February 23, 2008 in ગીત by વિવેક | 14 comments
![]()
(કુદરતની કરામત… …સાંગલા વેલી, હિમાચલ પ્રદેશ, નવે.-૨૦૦૭)
સાહ્યબો મારો ગુવારસીંગનો તે છોડ,
ગુવાર મને દીઠી ન ભાવે, લે બોલ !
એક-એક ડાળી પર ઝૂમખાં લચે,
આ મૂઈ એની પક્કડથી ક્યાંથી બચે ?
રોમ-રોમ ફાલે જે એનો શો તોડ ?
જ્યાં જઉં ત્યાં એ સામો જ આવે, લે બોલ !
શાકે રાંધી કે પછી ઢોકળીમાં નાંખી,
સાસરામાં ક્યાં લગ તે ચાલે વરણાગી ?
ભવભવથી ભાવવાનો નીકળ્યો નિચોડ,
પરણ્યા વિના ક્યાંથી તે ફાવે, લે બોલ !
-વિવેક મનહર ટેલર
(૧૮-૦૯-૨૦૦૭)
-
Jayshree on February 23, 2008 at 12:33 pm
મને તો આ પ્રથમ પંક્તિઓ વાંચી ને મઝા આવી…
સાહ્યબો મારો ગુવારસીંગનો તે છોડ,
ગુવાર મને દીઠી ન ભાવે, લે બોલ !બીજો ફકરો ૩-૪ વાર વાંચી ગઇ.. પણ એટલી ખબર ના પડી…
-
Vipool Kalyani on February 23, 2008 at 2:03 pm
I have enjoyed your subject matter, this time. It is a good poem. My compliments.
Take care.
-
Ketan Shah on February 23, 2008 at 2:14 pm
ભવભવથી ભાવવાનો નીકળ્યો નિચોડ,
પરણ્યા વિના ક્યાંથી તે ફાવે, લે બોલ !મજાની રચના છે
-
Chetan Chandulal Framewala on February 23, 2008 at 4:04 pm
ભવભવથી ભાવવાનો નીકળ્યો નિચોડ,
પરણ્યા વિના ક્યાંથી તે ફાવે, લે બોલ !લાકડાનાં લાડુ કેરો મહિમા જાણી,
દાંત ‘ચેતન’ ખોયાં,પણ લહેજત તો માણી.જય ગુર્જરી.
ચેતન ફ્રેમવાલા -
pragnaju on February 23, 2008 at 9:32 pm
ગણગણાવાય તેવું સુંદર ગીત
શ્યામલે ગાયલું તે ગીત યાદ કરી
સાહ્યબો મારો ગુલાબનો છોડ,
વેલી હું તો લવંગની
ઊડશું જીવનમાં જોડાજોડ,
પાંખો જેવી પતંગની.
આભલાનો મેઘ હું, તું મારી છે વીજળી ;
કેસરને ક્યારડે કસ્તૂરી આ ભળી.
રંગમાં ભીંજી, ભીંજાવાના કોડ,
મંજરી જેવી વસંતની.
સાહ્યબો સોહે કસુંબીનો રંગ,
ઓઢણી ઓઢી ઉમંગની.
તેના ઢાળમાં ગણગણાવ્યુ
મઝા આવી
સાહ્યબો મારો ગુલાબનો છોડની પેરડી-
સાહ્યબો “મારો ડામરનો રોડ”એમ ગાતા!
આમેય ગુવારને ઢોરનાં ખાણા તરીકે ગણતા
ત્યાં સાહ્યબો મારો ગુવારસીંગનો તે છોડ વાંચી ગંમત પડી
આ પંક્તીઓ ગમી
શાકે રાંધી કે પછી ઢોકળીમાં નાંખી,
સાસરામાં ક્યાં લગ તે ચાલે વરણાગી ?
ભવભવથી ભાવવાનો નીકળ્યો નિચોડ,
પરણ્યા વિના ક્યાંથી તે ફાવે, લે બોલ ! -
ધવલ on February 23, 2008 at 10:12 pm
મઝાની રચના… ગુવારસિંગની આજદિન સુધી સાહિત્યમાં જે અવગણના થઈ છે તે થોડી ભરપાઈ થઈ
-
ઊર્મિ on February 23, 2008 at 11:11 pm
અરે, બરાબરની ભરપાઈ થઈ ગઈ ધવલભાઈ… મજા આવી ગઈ…
પણ મને લાગે છે કે મારે વૈશાલીને કહેવું પડશે કે આ ‘ગુવારસીંગ’ને પાણીચા અથાણામાં નાંખીને બરાબર અથાવી પણ શકાય…
-
ભાવના શુક્લ on February 24, 2008 at 7:23 pm
અને જો મીઠા-લીંબુ મા બોળી સુકવણી કરી તળાય તો અથાણા અને પાપડની ગરજ સારે…
મજ્જાની હલક સાથે ગણગણી શકાય તેવી લહેજતદાર રચના… -
Harshad Jangla on February 24, 2008 at 9:44 pm
કવિતા થી અથાણાની યાત્રા…….
બધા માં મઝા પડી ભાઈ-હર્ષદ જાંગલા
એટલાન્ટા, યુએસએ -
નીલા on February 25, 2008 at 6:18 am
શાકે રાંધી કે પછી ઢોકળીમાં નાંખી,
ગુવાર ઢોકળી શાક ખાવાની મઝા આવે હોં કે
કાવ્ય સુંદર છે. -
Tahuko Lover -2 on February 27, 2008 at 12:54 am
git saaru Che paN tamaaraa bijaa gito ni sarakhaamaNimaa thoDu oChu. aamaa jodakaNAthI vadhu vaata banatI nathI. khoti vaah vaah thi bachIne rahejo.
-
વિવેક on February 27, 2008 at 10:47 am
પ્રિય ટહુકો લવર,
આપની નિખાલસ વાત ગમી. આપના અભિપ્રાયનું સાદર સ્વાગત છે. આ ગીત સુધારવાની અને હવે પછીની કવિતાઓ પૂરતી મહેનત પછી જ મૂકવાની કોશિશ કરીશ…
-
Pinki on February 28, 2008 at 2:17 pm
આ ગીત ગાતા ગાતા ગુવારસીંગ
બનાવવાનો/ખાવાનો પ્રયત્ન કરવો પડશે
કદાચ શબ્દોનો પ્રેમ ગુવાર પર આવી જાય અને ભાવી જાય……!!

નવી પોસ્ટની ઈમેલ મેળવો
શોધ
અન્ય પૃષ્ઠો
તાજેતરની પોસ્ટ
આપના અભિપ્રાયો
- Daxesh Contractor: મારી ગઝલો ગાંધીવાદી છે…
- Niraj: મારી ગઝલો ગાંધીવાદી છે…
- keyur shah: મારી ગઝલો ગાંધીવાદી છે…
- Pancham Shukla: મારી ગઝલો ગાંધીવાદી છે…
- સુનીલ શાહ: મારી ગઝલો ગાંધીવાદી છે…
- Jaynath Sisodiya: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- મીના છેડા: મારી ગઝલો ગાંધીવાદી છે…
- વિવેક: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- pravina: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- pravina: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- Dr Nishith Dhruv: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- Ashokkumar Desai: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- Rajul Shah: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- sujata: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…
- Gaurang Thaker: ચાલ, નીકળી પડીએ રે વરસાદમાં…

14 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/212/trackback