નજર્યુંની વાગી ગઈ ફાંસ…


(ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના….      …પુષ્કર, રાજસ્થાન, ૧૯૯૯)

ભરબપ્પોરે ભરમેળામાં નજર્યુંની વાગી ગઈ ફાંસ,
              એક-એક પગલાના અધ્ધર થ્યાં શ્વાસ

દલડાની પેટીમાં સાચવીને રાખેલા
                           ઊઘડી ગ્યાં સાતે પાતાળ;
ગોપવેલી વારતા હરાઈ ગઈ પલકારે,
                      ચોરીનું કોને દઉં આળ?
અલ્લડ આ છાતી તો આફરે ચડી, મારા તૂટે બટન, ખૂલે કાસ.

છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં
                                અને ફૂટ્યા છ કાન આખા મેળાને
લાલઘુમ્મ ચહેરાનું કારણ પૂછો તો,
                                    મૂઈ, ગાળો ન દઉં આ તડકાને?
મેળો બનીને હું તો રેલાઉં મેળામાં, ઊભ્યા-વહ્યાનો નથી ભાસ.

ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું,
                                  ભીતર તો થઈ ગ્યું ચકડોળ;
ધ્રમ્મ-ધ્રમ્મ ચહુ ઓર લોહીમાં ઢબુકે
                                       ‘વાંહે આવ્યો તું’નો ઢોલ.
મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૧-૨૦૦૮)

44 thoughts on “નજર્યુંની વાગી ગઈ ફાંસ…

  1. સલામ !
    સવાર સુધરી ગઈ ! કઈ પંક્તી ટપકાવું? એકેએક મુગ્ધતાનો મણકો છે ! તમારામાં ‘ર.પા.’ પ્રવેશ્યા વીના તો આવા મીઠડા શબ્દોયે શેના જડે ! દીલના ધન્યવાદ.. મન પ્રસન્ન થઈ ગયું.. દીલ ખોલી વ્યક્ત થતા રહો એ જ શુભેચ્છા.. હવે સંગ્રહ ક્યારે આપો છો?
    ..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com

  2. વાહ દોસ્ત… ઘણા વખતે ફરી ગીત લખ્યું… યે હુઈ ના બાત!
    તારા ગીતનાં લયનાં મેળામાં મ્હાલવાની મજા આવી…

    અને આ તો બહુ જ ગમ્યું…

    ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું,
    ભીતર તો થઈ ગ્યું ચકડોળ;
    ધ્રમ્મ-ધ્રમ્મ ચહુ ઓર લોહીમાં ઢબુકે
    ’વાંહે આવ્યો તું’નો ઢોલ.
    ઉત્તમભાઈનાં પ્રશ્નની નીચે…. હું ” કરું છું. 🙂

  3. એક ખાસ વાત તો લખવાની જ રહી ગઈ…

    એક પુરુષ તરીકે એક નારીનાં હૈયાની બારીક અને નાજુક સંવેદનાને આમ લયબદ્ધ ગીતમાં વહેતી કરવી… અને એ પણ સફળ રીતે… એ કદાચ જેટલું દેખાય છે એટલું સહેલું તો નહીં જ હોય… અને એ માટે તો મારા ખાસમખાસ અભિનંદન દોસ્ત!

  4. સાચે જ તમને આવીને ભેટવાનું મન થાય છે..કમાલ કરી છે દોસ્ત..! શબ્દોનું આટલું બારીક નકશીકામ કરીને તમે સુક્ષ્મ સંવેદનાઓને ઉજાગર કરી છે. અંતરના અભીનંદન.

  5. પ્રેમ માસને અનુરુપ સંવેદનશીલ- (જો કે સમાચારમાં આ શબ્દ સાંભળીને દહેશત લાગે)
    મધુરું મધુરું ગીત
    તેમા આ પક્તીઓ
    છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં
    અને ફૂટ્યા છ કાન આખા મેળાને
    લાલઘુમ્મ ચહેરાનું કારણ પૂછો તો,
    મૂઈ, ગાળો ન દઉં આ તડકાને?
    મેળો બનીને હું તો રેલાઉં મેળામાં, ઊભ્યા-વહ્યાનો નથી ભાસ.
    વાહ
    ઊર્મીની જેમ “એક પુરુષ તરીકે એક નારીનાં હૈયાની બારીક અને નાજુક સંવેદનાને આમ લયબદ્ધ ગીતમાં વહેતી કરવી…” નવાઈ લાગી.
    વિચાર આવ્યો…કદાાચ લબ ડબ સાંભળતા લખાઈ ગયું હશે.
    મીરાં યાદ આવી-આ વ્રજ છે તેમાં કૃષ્ણ જ પુરુષ છે બાકીનાને તો કહેવું પડે-“ધન્ય તમારો વિવેક…”

  6. પ્રદ્યુમ્ન તન્ના યાદ આવી ગયાં…. !!

    એવી જ તળપદી લોકબોલી અને લયબદ્ધતા,
    શબ્દોની રમઝટ જામી ગઈ… !!

    ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું, ભીતર તો થઈ ગ્યું ચકડોળ;
    ધ્રમ્મ-ધ્રમ્મ ચહુ ઓર લોહીમાં ઢબુકે ,’વાંહે આવ્યો તું’નો ઢોલ.

    વાહ… ખૂબ સુંદર..!!

  7. ગીત વાંચીને જરા નથી લાગતું કે એક પાક્કા સુરતીની કલમે લખાયેલું ગીત છે.

    ખરેખર બહુ મજા આવી વાંચવાની….
    ગઝલોની સાથે સાથે હવે ગીતોની લ્હાણી પણ અવારનવાર કરતા રહેજો….

  8. સુન્દર પ્રાસ્……….માય્હ્યલો તપાસ્……..વાહ્……શ્બ્દો નિ જાહોજલાલી……..

  9. વાહ વિવેકભાઈ ધરતીની મીઠી સુગન્ધ બહુ વખતે માણવા મળી! વડોદરાના ગરબા (ખાસ તો નીશા ઉપાધ્યાયને કંઠે ગવાતા) યાદ આવી ગયા.

  10. ખુબ જ સુંદર ગીત…

    ભરબપ્પોરે ભરમેળામાં નજર્યુંની વાગી ગઈ ફાંસ,
    એક-એક પગલાના અધ્ધર થ્યાં શ્વાસ

    દલડાની પેટીમાં સાચવીને રાખેલા
    ઊઘડી ગ્યાં સાતે પાતાળ;
    ગોપવેલી વારતા હરાઈ ગઈ પલકારે,
    ચોરીનું કોને દઉં આળ?
    અલ્લડ આ છાતી તો આફરે ચડી, મારા તૂટે બટન, ખૂલે કાસ.

    આ પંક્તિઓ વધારે ગમી…

    રાજીવ

  11. દલડાની પેટીમાં સાચવીને રાખેલા ઊઘડી ગ્યાં સાતે પાતાળ;
    મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.
    ખૂબ સુંદર..!!

  12. પ્રથમ પ્રણયની સંવેદનાથી છલકતી હાંફતી કવિતા અને આખરી સંવાદ
    “મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ” તો વળી ગાલ નીચે હથેળી ધરી વિચારતા રાખી જાણે કોઈ દૉડી ગયાનો આભાસ…
    સર્વાંગ સુંદર!!!!

  13. વાહ..! દલડાની પેટીમાં સાચવીને રાખેલા
    ઊઘડી ગયા સાતે પાતાળ…!!

    ખૂબ સુન્દર…ડોકટર તરીકેનો તો જાત અનુભવ નથી..પરંતુ કવિ તરીકે નો અનુભવ ઉત્તમ..
    તમારી કવિતાઓ વાંચીને જ દર્દીઓ સાજા થઇ જાય તો પણ આશ્ર્વર્ય નહી થાય…લાગે છે..હવે એ અનુભવ પણ લેવો રહ્યો.

  14. ભીતર તો થઈ ગ્યું ચકડોળ;

    અરે વાહ્. તમે ગજ્હલ જ લખો છો એમ હતુઁ.. આ તો સરસ મજાનુઁ ગીત પણ…
    ક્યા બાત હૈ !!

  15. અલ્લડ છાતી ચઢિ આફરે–તૂટે બટન ખુલે કાંસ–હું મારૉ કેમેરા શોધું છું.કમાલનો ફોટો આવે– ક્માલ્નીની ચીજ લખી છે. દિલ ખુશ કરી દીધું.

  16. Vivekbhai,
    lamba vakhat pachi fari malu chu ne aatli saras rachana vanchi ne aanad thai gayo.
    kyarek to malishuj
    tya sudi…
    navi rachana o ni raah jou..
    vijay

  17. વાહ બહુ સુન્દર રચના વારમ્વર વચવનુ મન થય તેવિ રચના

  18. વગર દોડ્યે મારાતો શ્વાસ ધબકારા લેતા રહ્યા ને મારુ કાવ્ય વાન્ચન અધુરુ રહી ગયુ નેી હુ અભિપ્રાય લખવા બેસી ગયો ! આતો કેવિ અજબ જેવી વાત થઈ નહી ?

  19. વગર દોડ્યે મારાતો શ્વાસ ધબકારા લેતા રહ્યા ને મારુ કાવ્ય વાન્ચન અધુરુ રહી ગયુ ને હુ અભિપ્રાય લખવા બેસી ગયો ! આતો કેવિ અજબ જેવી વાત થઈ નહી ?

  20. સરસ રચના.મારે જે લખવું હતું તે પહેલેથી જ
    ૨૧ /૨૧ જણાએ લખી નાખ્યું છે.
    વેલેન્ટાઇન ડૅ નિ પ્રેમાળ ભેટ….

  21. િવવેકભાઈ, તમને પન વેલેન્ટાઈનનેી શુભેચ્ચા.

    Happy Valentine Day.

  22. મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.

    લયના ચકડોળે ચડાવે એવું સુંદર મજાનું ગીત.

  23. આ ગીત કોઇની પાસે કમ્પોહ્જ કરાવો ને !! જસ્ટ બ્યુટીફુલ…

  24. મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.

    સરસ રચના………………….

  25. સરસ વિવેકભાઇ,
    મેળામાં તમને ભલે નજર્યુંની ફાંસ વાગી હોય, પરંતુ આ રચના વાંચનારને શબ્દોની ફાંસ વાગ્યા વિના નહી રહે !!!!

  26. સુંદર મજાનું ગીત. અભિનંદન……

    ‘કવિતા’, “કવિલોક”, “અખંડ આનંદ” અને + + + +
    ૬ આઠ મહિનામાં એટલી રચનાઓ તો છપાઈ જશે કે જેથી એક કાવ્ય સંગ્રહ તૈયાર થઈ શકે.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  27. કોઇ પ્રેમ નુ હોઇ તો એ પન લખો તો શુ પ્રેમિ ઓ ને પન રસ પડે.

  28. ગામડાંની છોકરી નાં હ્રદયની વાત આબેહુબ લખી છે વિવેકભાઈ…………

Leave a Reply to Megha Cancel reply

Your email address will not be published. Required fields are marked *