પડવું

PC052572
(આથમતા અજવાળાં…    …બુલંદ દરવાજા, ફતેહપુર સિક્રી, ૧૨-૦૫-૨૦૦૬)

*

પડીએ તો વાગે તો ખરું જ.
સવાર પડે છે
તો
એના દર્દના આંસુ ઝાકળ બનીને ઊભરી આવે છે.
બપોર પડે છે
તો ખચ્ચ્ દઈને પડછાયા જેવા પડછાયાનેય કાપતી !
સાંજ પડે છે
તો
શું આકાશ કે શું દરિયો – બધું જ ગ્લાનિર્મય.
રાત પડે છે
પણ
કોઈ જોઈ ન શકે એ રીતે. અંધારામાં.
એ આરામ આપવા આવી છે.
એ રડતી નથી,
માત્ર વહેતા પવન પર
રાતરાણી થઈને સવાર થઈ જાય છે…

-વિવેક મનહર ટેલર
(૨૧-૦૯-૨૦૧૨)

*

44_chhu suraj paN raat ne ugati to daabi naa shaku
(પડે જેમ ખુશબૂના પગલાં હવામાં…                   …૨૦-૦૭-૨૦૦૯)

10 thoughts on “પડવું

  1. પડે જેમ ખુશબૂના પગલાં હવામાં… માત્ર વહેતા પવન પર રાતરાણી થઈને સવાર થઈ જાય છે…સવાર પડે છે તો એના દર્દના આંસુ ઝાકળ બનીને ઊભરી આવે છે…..સુન્દર રચના માણી…!! ને કર્યો આનંદ..!

  2. સવાર પડે છે
    તો
    એના દર્દના આંસુ ઝાકળ બનીને ઊભરી આવે છે.

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~

    ઝાકળને જોઇને હંમેશા રોમાંચીત થઇ જવાય છે, એની રચના એની ઉત્પતી અને સુર્યોદય સાથે એનુ વિલીન થઇ જવુ વગેરે આશ્ચર્યજનક લાગે, ત્યારે એમ સહસા વિચાર આવે કે આ ઝાકળ બીંદુ બનતુ શી રીતે હશે !!!
    ઉત્તર મળી ગયો આજે….
    સાચે જ, જ્યા ન પહોચે રવી, ત્યા પહોચે ………

  3. સરસ રચના………..રાતરાણી થઈને સવાર થઈ જાય છે……….અદભુત…………….

Leave a Reply to pragnaju Cancel reply

Your email address will not be published. Required fields are marked *