નજર્યુંની વાગી ગઈ ફાંસ…


(ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના….      …પુષ્કર, રાજસ્થાન, ૧૯૯૯)

ભરબપ્પોરે ભરમેળામાં નજર્યુંની વાગી ગઈ ફાંસ,
              એક-એક પગલાના અધ્ધર થ્યાં શ્વાસ

દલડાની પેટીમાં સાચવીને રાખેલા
                           ઊઘડી ગ્યાં સાતે પાતાળ;
ગોપવેલી વારતા હરાઈ ગઈ પલકારે,
                      ચોરીનું કોને દઉં આળ?
અલ્લડ આ છાતી તો આફરે ચડી, મારા તૂટે બટન, ખૂલે કાસ.

છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં
                                અને ફૂટ્યા છ કાન આખા મેળાને
લાલઘુમ્મ ચહેરાનું કારણ પૂછો તો,
                                    મૂઈ, ગાળો ન દઉં આ તડકાને?
મેળો બનીને હું તો રેલાઉં મેળામાં, ઊભ્યા-વહ્યાનો નથી ભાસ.

ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું,
                                  ભીતર તો થઈ ગ્યું ચકડોળ;
ધ્રમ્મ-ધ્રમ્મ ચહુ ઓર લોહીમાં ઢબુકે
                                       ‘વાંહે આવ્યો તું’નો ઢોલ.
મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.

-વિવેક મનહર ટેલર
(૨૦-૦૧-૨૦૦૮)

44 comments

 1. Uttam Gajjar’s avatar

  સલામ !
  સવાર સુધરી ગઈ ! કઈ પંક્તી ટપકાવું? એકેએક મુગ્ધતાનો મણકો છે ! તમારામાં ‘ર.પા.’ પ્રવેશ્યા વીના તો આવા મીઠડા શબ્દોયે શેના જડે ! દીલના ધન્યવાદ.. મન પ્રસન્ન થઈ ગયું.. દીલ ખોલી વ્યક્ત થતા રહો એ જ શુભેચ્છા.. હવે સંગ્રહ ક્યારે આપો છો?
  ..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com

 2. UrmiSaagar’s avatar

  વાહ દોસ્ત… ઘણા વખતે ફરી ગીત લખ્યું… યે હુઈ ના બાત!
  તારા ગીતનાં લયનાં મેળામાં મ્હાલવાની મજા આવી…

  અને આ તો બહુ જ ગમ્યું…

  ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું,
  ભીતર તો થઈ ગ્યું ચકડોળ;
  ધ્રમ્મ-ધ્રમ્મ ચહુ ઓર લોહીમાં ઢબુકે
  ’વાંહે આવ્યો તું’નો ઢોલ.
  ઉત્તમભાઈનાં પ્રશ્નની નીચે…. હું ” કરું છું. 🙂

 3. UrmiSaagar’s avatar

  એક ખાસ વાત તો લખવાની જ રહી ગઈ…

  એક પુરુષ તરીકે એક નારીનાં હૈયાની બારીક અને નાજુક સંવેદનાને આમ લયબદ્ધ ગીતમાં વહેતી કરવી… અને એ પણ સફળ રીતે… એ કદાચ જેટલું દેખાય છે એટલું સહેલું તો નહીં જ હોય… અને એ માટે તો મારા ખાસમખાસ અભિનંદન દોસ્ત!

 4. SHARAD M SHETH’s avatar

  EXCELLENT !!
  MARA MA SHODH NAHI O JOGIA ! TARO JA MAHYLO TAPAS !

  WOW !!

 5. Bimal’s avatar

  અતિ ઉત્તમ ……….સર………હ્રદય સ્પર્શી ……
  મજા આવી ગઈ

 6. સુનીલ શાહ’s avatar

  સાચે જ તમને આવીને ભેટવાનું મન થાય છે..કમાલ કરી છે દોસ્ત..! શબ્દોનું આટલું બારીક નકશીકામ કરીને તમે સુક્ષ્મ સંવેદનાઓને ઉજાગર કરી છે. અંતરના અભીનંદન.

 7. pragnaju’s avatar

  પ્રેમ માસને અનુરુપ સંવેદનશીલ- (જો કે સમાચારમાં આ શબ્દ સાંભળીને દહેશત લાગે)
  મધુરું મધુરું ગીત
  તેમા આ પક્તીઓ
  છાતિયું ધબ્બ ધબ્બ ધબકે છે, સૈં
  અને ફૂટ્યા છ કાન આખા મેળાને
  લાલઘુમ્મ ચહેરાનું કારણ પૂછો તો,
  મૂઈ, ગાળો ન દઉં આ તડકાને?
  મેળો બનીને હું તો રેલાઉં મેળામાં, ઊભ્યા-વહ્યાનો નથી ભાસ.
  વાહ
  ઊર્મીની જેમ “એક પુરુષ તરીકે એક નારીનાં હૈયાની બારીક અને નાજુક સંવેદનાને આમ લયબદ્ધ ગીતમાં વહેતી કરવી…” નવાઈ લાગી.
  વિચાર આવ્યો…કદાાચ લબ ડબ સાંભળતા લખાઈ ગયું હશે.
  મીરાં યાદ આવી-આ વ્રજ છે તેમાં કૃષ્ણ જ પુરુષ છે બાકીનાને તો કહેવું પડે-“ધન્ય તમારો વિવેક…”

 8. Pinki’s avatar

  પ્રદ્યુમ્ન તન્ના યાદ આવી ગયાં…. !!

  એવી જ તળપદી લોકબોલી અને લયબદ્ધતા,
  શબ્દોની રમઝટ જામી ગઈ… !!

  ખૂંટે ખોડાઈ ઊભી ઠેરની ઠેર હું, ભીતર તો થઈ ગ્યું ચકડોળ;
  ધ્રમ્મ-ધ્રમ્મ ચહુ ઓર લોહીમાં ઢબુકે ,’વાંહે આવ્યો તું’નો ઢોલ.

  વાહ… ખૂબ સુંદર..!!

 9. Jayshree’s avatar

  ગીત વાંચીને જરા નથી લાગતું કે એક પાક્કા સુરતીની કલમે લખાયેલું ગીત છે.

  ખરેખર બહુ મજા આવી વાંચવાની….
  ગઝલોની સાથે સાથે હવે ગીતોની લ્હાણી પણ અવારનવાર કરતા રહેજો….

 10. surat’s avatar

  સુન્દર પ્રાસ્……….માય્હ્યલો તપાસ્……..વાહ્……શ્બ્દો નિ જાહોજલાલી……..

 11. Chirag Patel’s avatar

  વાહ વિવેકભાઈ ધરતીની મીઠી સુગન્ધ બહુ વખતે માણવા મળી! વડોદરાના ગરબા (ખાસ તો નીશા ઉપાધ્યાયને કંઠે ગવાતા) યાદ આવી ગયા.

 12. Rajiv’s avatar

  ખુબ જ સુંદર ગીત…

  ભરબપ્પોરે ભરમેળામાં નજર્યુંની વાગી ગઈ ફાંસ,
  એક-એક પગલાના અધ્ધર થ્યાં શ્વાસ

  દલડાની પેટીમાં સાચવીને રાખેલા
  ઊઘડી ગ્યાં સાતે પાતાળ;
  ગોપવેલી વારતા હરાઈ ગઈ પલકારે,
  ચોરીનું કોને દઉં આળ?
  અલ્લડ આ છાતી તો આફરે ચડી, મારા તૂટે બટન, ખૂલે કાસ.

  આ પંક્તિઓ વધારે ગમી…

  રાજીવ

 13. Rajendra Trivedi, M.D.’s avatar

  દલડાની પેટીમાં સાચવીને રાખેલા ઊઘડી ગ્યાં સાતે પાતાળ;
  મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.
  ખૂબ સુંદર..!!

 14. Bhavna Shukla’s avatar

  પ્રથમ પ્રણયની સંવેદનાથી છલકતી હાંફતી કવિતા અને આખરી સંવાદ
  “મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ” તો વળી ગાલ નીચે હથેળી ધરી વિચારતા રાખી જાણે કોઈ દૉડી ગયાનો આભાસ…
  સર્વાંગ સુંદર!!!!

 15. nilamhdoshi’s avatar

  વાહ..! દલડાની પેટીમાં સાચવીને રાખેલા
  ઊઘડી ગયા સાતે પાતાળ…!!

  ખૂબ સુન્દર…ડોકટર તરીકેનો તો જાત અનુભવ નથી..પરંતુ કવિ તરીકે નો અનુભવ ઉત્તમ..
  તમારી કવિતાઓ વાંચીને જ દર્દીઓ સાજા થઇ જાય તો પણ આશ્ર્વર્ય નહી થાય…લાગે છે..હવે એ અનુભવ પણ લેવો રહ્યો.

 16. Lata Hirani’s avatar

  ભીતર તો થઈ ગ્યું ચકડોળ;

  અરે વાહ્. તમે ગજ્હલ જ લખો છો એમ હતુઁ.. આ તો સરસ મજાનુઁ ગીત પણ…
  ક્યા બાત હૈ !!

 17. Harnish Jani’s avatar

  અલ્લડ છાતી ચઢિ આફરે–તૂટે બટન ખુલે કાંસ–હું મારૉ કેમેરા શોધું છું.કમાલનો ફોટો આવે– ક્માલ્નીની ચીજ લખી છે. દિલ ખુશ કરી દીધું.

 18. vijay’s avatar

  Vivekbhai,
  lamba vakhat pachi fari malu chu ne aatli saras rachana vanchi ne aanad thai gayo.
  kyarek to malishuj
  tya sudi…
  navi rachana o ni raah jou..
  vijay

 19. sanjay pandya’s avatar

  વાહ , બહોત ખુબ!!સુન્દર રચના…..

 20. rajgururk’s avatar

  વાહ બહુ સુન્દર રચના વારમ્વર વચવનુ મન થય તેવિ રચના

 21. Chiman Patel

  While reading your poem this morning(7:15 a.m.) at work, I was thinking about the same comment that Urmi captured it above.

  Enjoyed it.

  Keep writing.

  CHAMAN -13Feb08

 22. Shah Pravinchandra Kasturchand’s avatar

  સરસ રચના.મારે જે લખવું હતું તે પહેલેથી જ
  ૨૧ જણાએ લખી નાખ્યું છે.
  ઘરે કોઈને કહેજો કે નજર ઉતારી લે.

 23. Dilipkumar K. Bhatt’s avatar

  વગર દોડ્યે મારાતો શ્વાસ ધબકારા લેતા રહ્યા ને મારુ કાવ્ય વાન્ચન અધુરુ રહી ગયુ નેી હુ અભિપ્રાય લખવા બેસી ગયો ! આતો કેવિ અજબ જેવી વાત થઈ નહી ?

 24. Dilipkumar K. Bhatt’s avatar

  વગર દોડ્યે મારાતો શ્વાસ ધબકારા લેતા રહ્યા ને મારુ કાવ્ય વાન્ચન અધુરુ રહી ગયુ ને હુ અભિપ્રાય લખવા બેસી ગયો ! આતો કેવિ અજબ જેવી વાત થઈ નહી ?

 25. dharmesh Trivedi’s avatar

  સરસ રચના.મારે જે લખવું હતું તે પહેલેથી જ
  ૨૧ /૨૧ જણાએ લખી નાખ્યું છે.
  વેલેન્ટાઇન ડૅ નિ પ્રેમાળ ભેટ….

 26. Megha’s avatar

  બહુ જ સરસ

 27. Kartik & Piyush’s avatar

  િવવેકભાઈ, તમને પન વેલેન્ટાઈનનેી શુભેચ્ચા.

  Happy Valentine Day.

 28. Neela’s avatar

  HAPPY VALENTINE DAY.

 29. Harshad Jangla’s avatar

  સરસ રચના

 30. Mayank Mehta’s avatar

  ખુબ સુન્દર્………….

 31. DHAVAL A THAKER’s avatar

  vivek bhai
  very nice EXCELLENT !

 32. Pancham Shukla’s avatar

  મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.

  લયના ચકડોળે ચડાવે એવું સુંદર મજાનું ગીત.

 33. Lata Hirani’s avatar

  આ ગીત કોઇની પાસે કમ્પોહ્જ કરાવો ને !! જસ્ટ બ્યુટીફુલ…

 34. dr.rajesh prajapati’s avatar

  મારામાં શોધ નહીં મુને, ઓ જોગીડા! તારો જ માંહ્યલો તપાસ.

  સરસ રચના………………….

 35. હેમંત પુણેકર’s avatar

  સુંદર ગીત, વિવેકભાઈ!!!

 36. Jitu chudasama 'jit'’s avatar

  સરસ વિવેકભાઇ,
  મેળામાં તમને ભલે નજર્યુંની ફાંસ વાગી હોય, પરંતુ આ રચના વાંચનારને શબ્દોની ફાંસ વાગ્યા વિના નહી રહે !!!!

 37. nilamhdoshi’s avatar

  અનાયાસ સરસ ગીત સાન્પડી ગયુ……મ જા આવી ગ ઇ…

 38. chetan framewala’s avatar

  સુંદર મજાનું ગીત. અભિનંદન……

  ‘કવિતા’, “કવિલોક”, “અખંડ આનંદ” અને + + + +
  ૬ આઠ મહિનામાં એટલી રચનાઓ તો છપાઈ જશે કે જેથી એક કાવ્ય સંગ્રહ તૈયાર થઈ શકે.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 39. Avirat’s avatar

  હદય ને સ્પર્શિ ગેઇ

 40. Avirat’s avatar

  કોઇ પ્રેમ નુ હોઇ તો એ પન લખો તો શુ પ્રેમિ ઓ ને પન રસ પડે.

 41. rekha joshi’s avatar

  ગામડાંની છોકરી નાં હ્રદયની વાત આબેહુબ લખી છે વિવેકભાઈ…………

 42. Rina’s avatar

  simply beautiful…….

 43. dipika’s avatar

  ખુબ સરસ્!!

Comments are now closed.