તું આવજે…

OLYMPUS DIGITAL CAMERA
(સોનેરી બપોર…                     ….ગુલમર્ગ, કાશ્મીર, ૦૬-૦૫-૨૦૧૨)

*

૨૬મી રવિવારે અમદાવાદ કવિસંમેલનમાં જવાનું હતું એ સંદર્ભે અનિલ ચાવડાનો ફોન આવ્યો. મેં એને સહજ પૂછ્યું કે સુરતથી શું લેતો આવું તમારા માટે?  અનિલે કહ્યું, તમે યાર, બસ તમને જ લેતા આવજો… ફોન મૂક્યો અને બીજી જ મિનિટે લખાયું આ ગીત… શનિવારે અમદાવાદમાં જ હતો ત્યારે આ ગીતનો ત્રીજો અંતરો લખાયો જે આજે આ ગીતમાં આપ સહુ માટે ઉમેરું છું. (૨૯-૦૮-૨૦૧૨)

*

ન મુંબઈની ફેશન, ન સુરતના પકવાન, ન ગુલમર્ગથી મોસમ મોકલાવજે,
તું બસ, આવજે !
ને તું તને જ તારી સાથે લાવજે.

પાસે બેસે તો મારી સાથે જ રહેજે
ને જુએ જો ક્યાંય, મારી આંખમાં;
ચાખે તો માત્ર મારા હોવાનું એઠું બોર,
અવર કશાની તમા રાખ મા.
દુનિયાની સાવ છેલ્લી ચૉકલેટ ન હોય, એમ ધીમે ધીમે તું મમળાવજે.
તું બસ, આવજે !

તારે હજ્જાર કામ, તારે હજ્જાર ધામ,
મારે તો એક તારું નામ;
ઓતપ્રોત ઓગળવું સમજાવું તુજને પણ,
બે જ ઘડી આવે જો આમ.
રસ્તો બનીને જો દોડતો તું હોય, મને માઇલસ્ટૉન સાથે સરખાવજે.
તું બસ, આવજે !

ઉગમણે-આથમણે પડછાયો ચિરાતો,
કોઈ એક દિશામાં સ્થાપ;
સિક્કાની તકદીરમાં એક સાથે કેમ કરી
હોવાના કાટ અને છાપ?
‘હા’-‘ના’ના વમળોમાં ડૂબવાને બદલે તું મોજના હલેસાં ચલાવજે…
તું બસ, આવજે !

– વિવેક મનહર ટેલર
(૧૯/૨૫-૦૮-૨૦૧૨)

*

OLYMPUS DIGITAL CAMERA
(શીતળ પ્રભાત…                  ….ગુલમર્ગ, કાશ્મીર, ૦૬-૦૫-૨૦૧૨)

36 thoughts on “તું આવજે…

  1. આહા…
    તું બસ, આવજે !
    ને તું તને જ તારી સાથે લાવજે.

    આ ગીતને કોઇ મઝ્ઝાની છોકરીના અવાજમાં સાંભળવાની કેટલી મઝા આવશે?

  2. ડો. વિવેકભાઈને અભિનદન, બસ્ તુ આવજે મા આજીજીનો ભાવ હોય તો પણ આ ગીત પ્રિયતમાને કે પ્રભુને નજર સામે રાખીને લખાયુ હોય તો પણ સ્વરાંકન જરુર ક્રણપ્રિય બની રહેશે, સરસ ગીત …….

  3. તારે હજ્જાર કામ, તારે હજ્જાર ધામ,
    મારે તો એક તારું નામ;
    ઓતપ્રોત ઓગળવું સમજાવું તુજને પણ,
    બે જ ઘડી આવે જો આમ.

    વાહ!

  4. અભિનંદન,
    ’કામઢા’ પતિને પ્રેમળ પત્નિનું ‘સોંસરવું નિકળી જાય તેવું’ ઉદ્બોધન..’…
    જાણે આપણાં સહુની વાત .
    ગમ્યું ભાઇ…ગમ્યું…

    યોગેશ વૈદ્ય

  5. તુ તનેજ સથે લવજે ….. ખુબજ સરસ લખ્યુ ….. ખુબ ગમ્યુ ….

  6. આપના મુખે સાંભળવાનેી ખુબ મજ્જા પડેીતેી વિવેકભાઇ…સુંદર રચના..

  7. તારે હજ્જાર કામ, તારે હજ્જાર ધામ,
    મારે તો એક તારું નામ;
    તું બસ, આવજે !

  8. પાસે બેસે તો મારી સાથે જ રહેજે
    ને જુએ જો ક્યાંય, મારી આંખમાં;
    ચાખે તો માત્ર મારા હોવાનું એઠું બોર,
    અવર કશાની તમા રાખ મા.
    દુનિયાની સાવ છેલ્લી ચૉકલેટ ન હોય, એમ ધીમે ધીમે તું મમળાવજે.
    તું બસ, આવજે..
    બહુજ સરસ્…!

  9. જોયું ને વિવેકભાઈ વાત કરવાનો ફયદો ?!!!!

    રેગ્યુલર વાત કરવાનું રાખો તો અમને બધાને નવી નવી કવિતાઓ મળતી રહે…

  10. ક્યારેક એમ બનતુ હોય છે કે કોઇ વ્યક્તી આપણી પાસે હોય છે, પણ સાથે નથી હોતા ….
    વાત કરતા તો હોય છે પણ સાંભળતા નથી હોતા…. જુવે તો છે, પણ દેખતા નથી ………
    જાણે કે ખોળીયુ છે પણ મન નથી …..
    આવી તો જાય છે, આવતા પહેલા પુછે છે કે, “શુ લાવુ તારા માટે ?“ યાદ કરીને ચીજ લઇ આવે છે પણ સ્વયંમને લાવવાનુ ભુલી જાય છે

    એમને કહેવાની આ વાત કે

    તું બસ, આવજે !
    ને તું તને જ તારી સાથે લાવજે.

    દુનિયાની સાવ છેલ્લી ચૉકલેટ ન હોય, એમ ધીમે ધીમે તું મમળાવજે.
    એકદમ મસ્ત વાત….

    પ્રેમ અને હકથી અપાયેલ નોતરૂ (કે પ્રેમમા મળેલ હક થી અપાયેલ નોતરૂ)

    ખુબ જ સરસ ….. ખુબ ગમ્યુ

  11. સરસ ગીત.
    રસ્તો અને માઈલસ્ટોન સાથે સરખાવવાની વાત.
    તુ બસ આવજે અને તારી સાથેજ આવજે,
    સરસ.

  12. વિવેકભાઇ,

    વ્યસ્તતા ના આ જમાનામાં
    અવાજોની આ ‘કેકાફોની” માં
    તમે બસ આ જ રીતે આવજો
    દીલની વાત સંભળાવતા રહેજો.

  13. પાસે બેસે તો મારી સાથે જ રહેજે
    ને જુએ જો ક્યાંય, મારી આંખમાં;
    ચાખે તો માત્ર મારા હોવાનું એઠું બોર,
    અવર કશાની તમા રાખ મા.
    દુનિયાની સાવ છેલ્લી ચૉકલેટ ન હોય, એમ ધીમે ધીમે તું મમળાવજે.
    તું બસ, આવજે !

    ખુબ સરસ સચના……

  14. તારે હજ્જાર કામ, તારે હજ્જાર ધામ,
    મારે તો એક તારું નામ;
    ઓતપ્રોત ઓગળવું સમજાવું તુજને પણ,
    બે જ ઘડી આવે જો આમ.
    રસ્તો બનીને જો દોડતો તું હોય, મને માઇલસ્ટૉન સાથે સરખાવજે.
    તું બસ, આવજે !

    વાહ જનાબ………….!!!

  15. વિવેકભાઈ,

    ખુબ સરસ ગીત છે. નીચેની લાઈનો ખુબ સુંદર છે.

    રસ્તો બનીને જો દોડતો તું હોય, મને માઇલસ્ટૉન સાથે સરખાવજે.
    તું બસ, આવજે !

    ‘હા’-‘ના’ના વમળોમાં ડૂબવાને બદલે તું મોજના હલેસાં ચલાવજે…
    તું બસ, આવજે !

    અભિનન્દન,

    ડો. દિનેશ ઓ. શાહ, ગેઈન્સવીલ, ફ્લોરીડા, યુ.એસ્.એ

  16. બહુ જ મજા આવી ગઈ. તમારો ખુબ ખુબ આભાર, વિવેકભાઇ. આવું બધાને ગમતુ મોકલાવતા જ રહો.

  17. મજ્જજ્જ્જ્જ્જ્જ્જ્જ્જ્જ્જ્જ્જ્જા પઈડિ ગઈ………………………………

Leave a Reply to વિવેક Cancel reply

Your email address will not be published. Required fields are marked *