કરચલી…

P5080545
(મહાપ્રયાણ….                       ….ગુલમર્ગ, કાશ્મીર, ૦૬-૦૫-૨૦૧૨)

*

સંભોગરત
શ્વાનયુગલને
વહેલી સવારે
પથરાં મારી-મારીને
છૂટા કરવા મથતા
ચાર-પાંચ જણના ટોળા સામે
મેં જોયું.

બધાના જ ચહેરા પર વંચાતી હતી,
એમના
બેડરૂમની ચાદરો પર
નહીં પડતી કરચલીઓ !

– વિવેક મનહર ટેલર
(૧૭-૦૮-૨૦૧૨)

*

OLYMPUS DIGITAL CAMERA
(સમયના શરીરે કરચલીનું જાળું…               …રસ્તામાં, કાશ્મીર, ૦૬-૦૫-૨૦૧૨)

16 thoughts on “કરચલી…

  1. ગમી.
    આજે જ ગુજરાતી સાહિત્ય અકાદમી (યુકે)ના ઉપક્રમે સ્વ. શ્રી સુરેશ દલાલને શ્રદ્ધાંજલી આપતી વખતે એક મિત્રએ આપે લખેલા શબ્દોનું સ્મરણ કર્યું હતું.
    સસ્નેહ,
    ચિરાગ ઠક્કર ‘જય’

  2. રાહમાં આહ મળી વાહ જો પાછળ પડી…સમયના શરીરે કરચલીનું જાળું… તો ક્યારેક કરચલી અરિસે પડી..Very good comparison…!!

  3. સંબંધ સાથે કરચલી શબ્દને જોડી યોગ્ય નિરૂપણ કર્યું છે… બહુ જ ઓછા શબ્દમાં ઇર્ષ્યાને…કલાત્મક રીતે કટાક્ષને… સાક્ષાત કરી દીધા છે.

  4. ખૂબ હ્રદયસ્પર્શી કાવ્ય, વિવેકભાઈ. અભિનંદન.
    મિઠાઈની દુકાનમાં બેઠેલા માણસની તસવીર છે તો મજાની પણ આ કાવ્યસાથે એનો સંબંધ સમજી શક્યો હોત તો વધુ મજા આવત.

  5. વધુ હ્રદયસ્પર્શી કાવ્ય, વિવેક, ઘણા ઘણા અભિનંદન.
    શુદ્ધ ઘી ની મિઠાઈની દુકાનમાં વિચારવ્રદ આનંન્દી માણસની છે તો દિલને દોલાવે એવા મધુર કાવ્યનો સબંધ. રદયસ્પર્શી શબ્દોનું કાયમી સ્મરણ.
    સસ્નેહ,

  6. @ સંદીપ ભાટિયા:

    તસ્વીર અને કવિતા વચ્ચે કશો સંબંધ નથી…. બંનેને અલગ-અલગ રીતે જ માણીએ…

Leave a Reply to રમેશ દેસાઇ Cancel reply

Your email address will not be published. Required fields are marked *