સ્વર્ગ

OLYMPUS DIGITAL CAMERA
(કિતની ખૂબસૂરત યે તસ્વીર હૈ….                                         ….યે કશ્મીર હૈ!)

*

(ઝૂલણા)

બોમ્બ વિસ્ફોટ કે ગોળીઓ પણ નથી, હિમશિખર પર નથી લાલ રંગો,
કમકમાટી ભરી શબ તણી ગંધ પણ ગાયબ થયે થયો એક અરસો;
તે છતાં નાક પર હાથ દઈ ચાલવા ફરજ પાડે, કરે ત્રાહિત્રાહિ,
આ ગલી, તે ગલી, જ્યાં જુઓ ત્યાં મળે, ગંદકી છે ખરી ત્રાસવાદી.

પુષ્પની ચાદરો પર નજરમાં ચડે રૅપરો બિસ્કિટો, વૅફરોનાં,
કોકની બોટલો, બટ સિગારેટનાં, પાન-ગુટખા તણાં પાઉચ ઘણાં;
ખૂબસુરત સ્થળે પૂછ્યું મેં ગાઇડને, ” ભાઈ, કાગઝ કહાઁ ડાલૂઁ મૈં યે ?”
એ કહે, “સા’બજી ! બેફિકર ડાલ દો, આપ તો કિધર ભી રાસતે મેં”

સાચવી લીધું મેં થોડું કાશ્મીર ત્યાં, સેરવી જેબમાં અલ્પ કચરો,
જ્યાં સમાઈ શકે આખું કાશ્મીર એ ખિસ્સું કોની કને લાવવાનો ?
પર્યટક સ્થળ ઉપર ડસ્ટબિન ક્યાંય પણ નજર ચડતું નથી કમનસીબે,
હોય પણ તોય શું આપણા લોકમાં ગંદકીની સમજ ધૂળ જડશે ?

ધૂળમાં મળી ગયા સ્વર્ણ સમ શબ્દ જે ચૂમતા’તા સદા હિમશિખરને-
“ધરતી પર ક્યાંય પણ સ્વર્ગ છે જો અગર, એ અહીં છે, અહીં છે, અહીં છે.”

– વિવેક મનહર ટેલર
(૦૬-૦૮-૨૦૧૨)

દાલદા દાલદા | દાલદા દાલદા | દાલદા દાલદા | દાલદા ગા

*

P5121878
(પુષ્પની ચાદરો…                                     …સલામ કાશ્મીર!)

25 thoughts on “સ્વર્ગ

  1. કાશ્મીરની વાદીઓને સ્મરણોમા લઈ આવતુ કટાક્ષ ગીત
    અભિનદન

  2. ઝુલણા છંદમાં લખાયેલ આ શું ફક્ત એક સૉનેટ માત્ર છે…
    કાશ… જેમ પહેલાં કવિઓની કલમ તરલવારની ધાર સમું કામ કરતી એમ આ વેદના … સૉનેટ કામ કરી જાય… દરેક જણ જો પોત પોતાનું ખિસ્સું વાપરવા માંડે…

    શબ્દો હજી પણ એ જ ધાર સાથેના છે પણ અફસોસ હવે એ બહેરા કાને અથડાય છે…. આંધળે કૂટાય છે.. ઘરના ચોખ્ખા પરિસરમાં સંબંધો ગંધાય છે ને બહાર કચરાઓ….

    આ સૉનેટ થકી જાગ્રતતા લાવવા માટે દરેક શિક્ષણ સંસ્થાએ આનો ઉપયોગ કરવો જોઈએ… અલબત્ત કવિના નામ સાથે જ…. (આજ કાલ કવિનું નામ લોકો ખિસ્સામાં ભરવા માંડ્યા છે… 🙂 એમ ન થાય એ જોવું રહ્યું… )

  3. Most thought-provoking poem. We are interested in boasting about our golden era. We give scant respect for cleanliness. We say, ‘Cleanliness is next to God’ but we neither deserve God or cleanliness. Even worms are better than we, for they eat away all the dirt according to their specie. Only poet like you can find poem out of dirt. Hats off to you.

  4. પુષ્પની ચાદરો પર નજરમાં ચડે રેપરો બિસ્કીટો, વેફરોનાં,
    કોકની બોટલો, બટ સિગારેટનાં, પાન-ગુટખા તણા પાઉચ ઘણાં;
    ખૂબસુરત સ્થળે પૂછ્યું મેં ગાઇડને, ” ભાઈ, કાગઝ કહાઁ ડાલૂઁ મૈં યે ?”
    એ કહે, “સા’બજી ! બેફિકર ડાલ દો, આપ તો કિધર ભી રાસતે મેં”

    સાદા શબ્દો અને સહજ વાતચીત જે આપણે કરતા હોઈએ તેને જ એક છંદમા ઢાળવાનો સફળ પ્રયાસ. ( તે પ આવા ગન્ભીર વિષય સાથે )
    ખુબ સરસ !!!

    અલબત્ત
    આ બાબત / ફોટોગ્રાફ આખા ભારતના દરેક રાજ્યને લાગુ પડે છે.

  5. આજ્ના સન્જોગોને ,વાસ્ત્વિક્તા ને શબ્દ આપ્તુ સોનેત ,સાહિત્ય જિન્દિગિનો જ એક હિસ્સો
    મેરા ભારત મહાન ?!!

  6. નજરે વાસ્તવિકતા ને મળ્યા શબ્દો સોનેટમાં……!
    સડી ગયેલૂ કાશ્મીર સોનેટ અહીં આ ચિત્રમાં …!
    સારું થયું નથી ઢેર માંસ માનવીના આ સોનેટમાં….!
    બેફિકર ગાઇડને બેફિકર ભારતીયો આ સોનેટમાં…!

  7. હાલ ગઝલોના ભરાવામા ખુબજ ઓછા ખેડાતા સોનેટ પ્રકારમા એક સુન્દર સઁવેદનશીલ રચના.અમે ‘નાગરિક ફોરમ’માઁ કચરા માટે ઝુઁબેશ ચલાવીએ છીએ તેમા આ રચના પ્રેરણાદાયી બનશે.

  8. ગુજરાતી કવિતામાં કવિતા ખાતર કવિતા એવો એક સુર ઉઠતો હોય છે. કવિ પોતાની સાંપ્રત પરિસ્થિતિ અંગે સભાન ના હોય અને તેની કવિતામાં તેની એ નિસ્બત ના વર્તાતી હોય તો કવિતા કરવાનો કશો અર્થ સરે ખરો ? વિવેકભાઈ, આપને અને આપની કલમ બન્નેને સલામ
    – ભરત ત્રિવેદી

  9. તલવાર કરતા કવિની કલમ વધુ ધારદાર હોય છે

    ધારદાર હકીકતો વર્ણવતું સોનેટ

  10. jay shree akrishna.have a gr8 day as it passes…

    Kashmir,is a haven of world,but what u write n words of photograph….
    it’s pethetic!!! I’m speechless!! God bless us all.that’s only i can say n pray….

  11. ગુજરાતી કવિતાને મહેણું છે જીવાતા જીવનનું પ્રતિબિંબ ન ઝીલવાનું. સામાજિક સમસ્યાઓ તરફ પીઠ કરી દઈ કૃત્રિમ અંગત લાગણીઓ ભરેલા ગઝલ-ગીતોના ઢગલા કરી દેવાનું. આ ગીત એ મહેણું ભાંગવાની દિશામાં એક નક્કર કદમ છે.
    અભિનંદન, કવિ !

  12. ગુજરાતી કવિતાને મહેણું છે જીવાતા જીવનનું પ્રતિબિંબ ન ઝીલવાનું. સામાજિક સમસ્યાઓ તરફ પીઠ કરી દઈ કૃત્રિમ અંગત લાગણીઓ ભરેલા ગઝલ-ગીતોના ઢગલા કરી દેવાનું. આ सोनेट એ મહેણું ભાંગવાની દિશામાં એક નક્કર કદમ છે.
    અભિનંદન, કવિ !

  13. કાશ આ કવિતા વાચિ લોકો મા ચોખાઇ માતે જાગ્રુતતા આવે.

  14. આ ગન્દ્કઈ ફેલાવા મા અમર નાથ યાત્રિ નો ફાડો ઘનો છે.

  15. વિવેક ભાઈ

    very nice topic but we are helpless when up we will learn self dicipline .
    pan kavita khubaj sunder chhe

  16. ek kashmir mate su afsos karvo,aje ther ther a hal xe. jarur to manas ne andar thi jagadvani.ene jo potanu lagse to a prashna nahi rahe ane e potapanu hunf thi avse,nihswarth prem tene sacho manav banavse. tamari kavita thi e shakya xe.

  17. સ્વર્ગ સમા કાશ્મીરની અસહ્ય ગંદકીની વેદના રજૂ કરતું સોનેટ!
    આભાર અને અભિનંદન!
    સુધીર પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *