જીભડો

OLYMPUS DIGITAL CAMERA
(એકલદોકલ….            …ગરમાળો, એપ્રિલ, ૨૦૧૨)

*

ભર અષાઢે
લીલાછમ્મ ગરમાળા પર
એક પીળચટ્ટી સેર
બિલકુલ એકલદોકલ
લચી પડી છે –
જાણે
ગેરવલ્લે ગયેલા ચોમાસાને
જીભડો ન કાઢતી હોય !

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૮-૨૦૧૨)

*

OLYMPUS DIGITAL CAMERA
(જીભડો…                                      …ગરમાળો, એપ્રિલ, ૨૦૧૨)

7 thoughts on “જીભડો

 1. જીભડો વિશે હાયકુ

  thhot chomasu

  kadhe jibhado vanko

  akkashe vij

 2. ઠોઠ ચોમાસુ

  કાઢે જીભડો લાંબો

  આકાશે વીજ

Comments are closed.