પાર્કિન્સન ના અંતિમ તબક્કા ના દર્દી ની ગઝલ

પંગુતાને આ અમે એવી તો પહેરી લીધી છે,
વાણી પણ ખુદની તમારી જીભને દઈ દીધી છે.

વાતો ને ગાળો અને અપમાન લોહીથી યે લાલ,
પીધી છે, પીધી છે, મેં તો જિંદગીને પીધી છે.

તુજ વિના હાલી શકું, હાલત નથી એ મારી તોય
આંગળી તારા તરફ કહી ને બિમારી ચીંધી છે.

જિદ્દ છે તારી ઉપેક્ષાની, અપેક્ષા મારી જિદ્દ,
કોની લીટી બેમાંથી કહો તો વધારે સીધી છે !

રહી ગયેલાં શ્વાસનો બોજો હતો કે શું ખભે ?
કે પછી વધતી પીડાએ વક્ર રેખા કીધી છે ?!

હાથ મારો ઝાલે તું એ ઝંખના કાયમની છે,
ભૂલ્યો, પણ મેં ક્યાં કદી મારી હથેળી દીધી છે ?

સૂર્ય પેઠે હું ઊઠી શકતો હતો પણ તે છતાં,
સાંજ ને કાયમ મેં મારી કાખઘોડી કીધી છે.

હું મરું ત્યારે દિલે ખટકો જરી થાશે નહીં,
શું ઉપાધિ આ બધી સાવ જ અકારણ કીધી છે?!


ડૉ. વિવેક મનહર ટેલર

9 thoughts on “પાર્કિન્સન ના અંતિમ તબક્કા ના દર્દી ની ગઝલ

  1. જિદ્દ છે તારી ઉપેક્ષાની, અપેક્ષા મારી જિદ્દ,
    કોની લીટી કોનાથી કહો તો વધારે સીધી છે !

    પાર્કિન્સન ના દર્દીની વાંકી વળી ગયેલી જીંદગીમાં સીધી લીટીની વાત કરીને અર્થનુ વધારે આવરણ ઉમેર્યું છે.

    કેટલીક તીણી હકીકતો કે જેમનો ભાર શબ્દોથી ઉંચકી શકાય તેમ નથી, એ બધી પંક્તિઓની વચ્ચેની જગામાં દેખાઈ આવે છે.

  2. dr. vivek ji,
    aapni aa rachna vaanchi ne reply aapwani ichha thhai pan shu karu jyaa shabdo ne parkinsan thhai gayu ..
    aa gajal ni taarif ma maru maun j swikarsho.
    – meena chheda

  3. Dear Nimeshbhai,

    Are you the same fellow whom I know as brother of Dr. Kirti kapadia?

    This Gazal is absolutely no fantasy. It is the hardcore reality in life of a patient with Parkinsonism.

    પાર્કિન્સનની બિમારી -શેકિંગ પાલ્સી- એટલે મનુષ્યની સાહજિક ગતિને થતા લકવાની બિમારી. આખા શરીરે અવિરત થતું કંપન ચાનો કપ પણ સહજતાથી પકડવા દેતું નથી. સમયની સાથોસાથ વાંકું વળતું જતું શરીર અને શરીરનું ગુરૂત્વબિંદુ ખસી જતાં વારંવાર સંતુલન ગુમાવી જમીનદોસ્ત થવાની લાચારીનું બીજું નામ એટલે પાર્કિન્સન્સ ડિસીઝ. સપાટ ભાવહીન ચહેરો, મોઢામાંથી ટપકતી રહેતી લાળ, સામાની ધીરજનો બંધ તૂટી જાય એવી અંતહીન શિથિલતા, ઝીણા થતા જતા અક્ષરોની સાથે ઝીણા થતા જતા સંબંધોના પોત અને ક્ષીણ-અસ્પષ્ટ વાચા- પોતાની લાશને પોતાના જ ખભા પર વેંઢારવાની મજબૂરી મૃત્યુની પ્રતિક્ષા બનીને આંખમાં અંકાઈ જાય છે. મોહંમદઅલી, યાસર અરાફાત, પોપ જહોન પોલ, હિટલર જેવી હસ્તીથી માંડીને મારા પિતા જેવા 63 લાખ લોકોને હંફાવતી આ બિમારીથી પિડાતા દર્દીઓને આ નાનકડી શબ્દાંજલિ છે.

    I hope, you may now understand…

    Regards.

    Dr. Vivek

  4. somebody forwarded link to your blog and some how I reached to this gazal on parkinsonism. My daddy is suffering from it. I unfortunately migrated from India but daily I feel his helplessness.
    What else can I do rather than shedding tears?
    By tha way you are one more Tailor who is poet. Do you know Mr. Sunadaram Tailor from IPCL, Baroda?

  5. દર્દ અને દર્દી ને કેટલા નજીકથી અનુભવ્યાં છે તેનો ચિતાર છે.

  6. Pingback: શબ્દો છે શ્વાસ મારા · આઇ લવ યૂ, પપ્પા !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *