પાર્કિન્સન ના અંતિમ તબક્કા ના દર્દી ની ગઝલ
February 1, 2006 in ગઝલ by વિવેક | 7 comments
પંગુતાને આ અમે એવી તો પહેરી લીધી છે,
વાણી પણ ખુદની તમારી જીભને દઈ દીધી છે.
વાતો ને ગાળો અને અપમાન લોહીથી યે લાલ,
પીધી છે, પીધી છે, મેં તો જિંદગીને પીધી છે.
તુજ વિના હાલી શકું, હાલત નથી એ મારી તોય
આંગળી તારા તરફ કહી ને બિમારી ચીંધી છે.
જિદ્દ છે તારી ઉપેક્ષાની, અપેક્ષા મારી જિદ્દ,
કોની લીટી બેમાંથી કહો તો વધારે સીધી છે !
રહી ગયેલાં શ્વાસનો બોજો હતો કે શું ખભે ?
કે પછી વધતી પીડાએ વક્ર રેખા કીધી છે ?!
હાથ મારો ઝાલે તું એ ઝંખના કાયમની છે,
ભૂલ્યો, પણ મેં ક્યાં કદી મારી હથેળી દીધી છે ?
સૂર્ય પેઠે હું ઊઠી શકતો હતો પણ તે છતાં,
સાંજ ને કાયમ મેં મારી કાખઘોડી કીધી છે.
હું મરું ત્યારે દિલે ખટકો જરી થાશે નહીં,
શું ઉપાધિ આ બધી સાવ જ અકારણ કીધી છે?!
ડૉ. વિવેક મનહર ટેલર
-
Dhaval Shah on February 6, 2006 at 10:56 am
જિદ્દ છે તારી ઉપેક્ષાની, અપેક્ષા મારી જિદ્દ,
કોની લીટી કોનાથી કહો તો વધારે સીધી છે !પાર્કિન્સન ના દર્દીની વાંકી વળી ગયેલી જીંદગીમાં સીધી લીટીની વાત કરીને અર્થનુ વધારે આવરણ ઉમેર્યું છે.
કેટલીક તીણી હકીકતો કે જેમનો ભાર શબ્દોથી ઉંચકી શકાય તેમ નથી, એ બધી પંક્તિઓની વચ્ચેની જગામાં દેખાઈ આવે છે.
-
meena chheda on April 10, 2006 at 10:56 am
dr. vivek ji,
aapni aa rachna vaanchi ne reply aapwani ichha thhai pan shu karu jyaa shabdo ne parkinsan thhai gayu ..
aa gajal ni taarif ma maru maun j swikarsho.
- meena chheda -
Vanzaro on April 17, 2006 at 5:32 pm
Aa kavi ni kalpna chhe ke pachi koik dardi na sangarsh nu udaharan chhe ?
-
વિવેક on April 17, 2006 at 6:24 pm
Dear Nimeshbhai,
Are you the same fellow whom I know as brother of Dr. Kirti kapadia?
This Gazal is absolutely no fantasy. It is the hardcore reality in life of a patient with Parkinsonism.
પાર્કિન્સનની બિમારી -શેકિંગ પાલ્સી- એટલે મનુષ્યની સાહજિક ગતિને થતા લકવાની બિમારી. આખા શરીરે અવિરત થતું કંપન ચાનો કપ પણ સહજતાથી પકડવા દેતું નથી. સમયની સાથોસાથ વાંકું વળતું જતું શરીર અને શરીરનું ગુરૂત્વબિંદુ ખસી જતાં વારંવાર સંતુલન ગુમાવી જમીનદોસ્ત થવાની લાચારીનું બીજું નામ એટલે પાર્કિન્સન્સ ડિસીઝ. સપાટ ભાવહીન ચહેરો, મોઢામાંથી ટપકતી રહેતી લાળ, સામાની ધીરજનો બંધ તૂટી જાય એવી અંતહીન શિથિલતા, ઝીણા થતા જતા અક્ષરોની સાથે ઝીણા થતા જતા સંબંધોના પોત અને ક્ષીણ-અસ્પષ્ટ વાચા- પોતાની લાશને પોતાના જ ખભા પર વેંઢારવાની મજબૂરી મૃત્યુની પ્રતિક્ષા બનીને આંખમાં અંકાઈ જાય છે. મોહંમદઅલી, યાસર અરાફાત, પોપ જહોન પોલ, હિટલર જેવી હસ્તીથી માંડીને મારા પિતા જેવા 63 લાખ લોકોને હંફાવતી આ બિમારીથી પિડાતા દર્દીઓને આ નાનકડી શબ્દાંજલિ છે.
I hope, you may now understand…
Regards.
Dr. Vivek
-
Rajesh.Buch@gmail.com on September 26, 2006 at 10:37 am
somebody forwarded link to your blog and some how I reached to this gazal on parkinsonism. My daddy is suffering from it. I unfortunately migrated from India but daily I feel his helplessness.
What else can I do rather than shedding tears?
By tha way you are one more Tailor who is poet. Do you know Mr. Sunadaram Tailor from IPCL, Baroda?

નવી પોસ્ટની ઈમેલ મેળવો
શોધ
અન્ય પૃષ્ઠો
તાજેતરની પોસ્ટ
આપના અભિપ્રાયો
- Girish Parikh: એક અમર પ્રેમકથા
- dhrutimodi: એક અમર પ્રેમકથા
- ajamaa: એક અમર પ્રેમકથા
- Indu SHAH: એક અમર પ્રેમકથા
- pravina: એક અમર પ્રેમકથા
- sneha: એક અમર પ્રેમકથા
- Girish Parikh: એક અમર પ્રેમકથા
- kishore modi: એક અમર પ્રેમકથા
- shilpa prajapati: રાધાની આંખ !
- divya modi: એક અમર પ્રેમકથા
- deepak: એક અમર પ્રેમકથા
- Akbar Lokhandwala: એક અમર પ્રેમકથા
- ashwin: એક અમર પ્રેમકથા
- GURUDATT: એક અમર પ્રેમકથા
- "માનવ": એક અમર પ્રેમકથા

7 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/20/trackback