ત્રણ હાઈકુ


(ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે…        …જાલોરી પાસ, હિ.પ્ર., નવે.’૦૭)

.

ખાલી આભને
શ્રાવણનાં, બનાવું-
રણની હોડી !

*

અરીસો ફૂટે
કણ કણ થૈ જાઉં,
છાયા ન મીટે.

*

તડકાસળી
વીણીને માળો બાંધે
સમયપંખી.

-વિવેક મનહર ટેલર
(૧૯૮૬)

20 thoughts on “ત્રણ હાઈકુ

  1. વિવેકભાઈ..ખુબ જ ઉંડાણપુર્વકની, સરસ અભીવ્યક્તી છે ત્રણેય હાઈકુમાં. વારંવાર વાંચતા નવા નવા અર્થ અભીપ્રેત થતા ગયા. હાઈકુ જેવા અત્યંત નાનકડા–નાજુક કાવ્ય પ્રકારમાં તમારું ખેડાણ શીરમોર છે. અનુક્રમણીકા જોતાં..આવી વધુ રચનાની અપેક્ષા તમારી પાસે રાખું છું દોસ્ત.

  2. સત્તર અક્ષરમાં ભાવના ઓ નો વિશાળ સમુદ્ર ઠલવાયો જાણે!!!

  3. ત્રણ હાઈકુમાં…
    સુંદર અભીવ્યક્તી
    શ્રાવણનુંઆભ,ફૂટતો અરીસો અને સમયપંખી અંગે નવું નવું અનુભવાય છે!
    ત્યારે ફોટૉ અને તેને અનુરુપ મનોજને યાદ કર્યો અને આખી ગઝલ યાદ આવી.
    કડકડતી ઠંડીમાં વસંતની આશા જગાવી
    આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
    ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના !
    મલયાનીલોની પીંછી ને રંગ ફૂલોનાં લૈ
    દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !
    આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
    જાણે કે બે પડી ગયાં ફાંટા વસંતના !
    મ્હેકી રહી છે મંજરી એકેક આંસુમાં
    મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !
    ઉડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
    હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !
    ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે
    પાછા ફરી ન આવશે તડકા વસંતના !

  4. આ વખતે ગઝલને બદલે હાઇકુ…! થોડામાઁ ઘણૂ..ગાગરમાઁ સાગર ! સુન્દર રચના એ લખવાની હવે જરૂર નથી લાગતી. એ સ્વાભાવિક હોય જ. કોઇ રચના નહીં ગમે ત્યારે લખીશ.

  5. સત્તર
    અક્ષરોમાં ભાવના ઓ નો વિશાળ સમુદ્ર ઠાલવવો ગજબ છે બોસુ Just Great

  6. તડકાસળી અને સમયપંખી,
    અરીસાનુ ફુટવુ ને છાયાનુ ન મીટવુ,
    ………………………..
    ઉમદા શબ્દો અને ભાવસારાંશ દરેક હાઈકુને દમદાર અને પ્રભાવી બનાવી જાય

  7. વિવેકભાઈ
    ત્રણે હાઈકુ તેમ જ ચિત્ર અતિ સુંદર
    તડકાસળી શબ્દ બહુ ગમ્યો પણ અર્થ સમજાવશો?

    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા યુએસએ

  8. તડકાસળી
    વીણીને માળો બાંધે
    સમયપંખી.

    ખૂ……. બ જ સરસ ………!!

    ‘સૂરજ વિનાના અને છાંયડા વિનાના’ જીંદગીના તડકા પણ
    આપણે સમય સાધી માળો બનાવી હકારાત્મક વલણ અપનાવીએ તો ?!!

  9. હુ તો બહુ નાની છુ આ રચનાઓ ને કોમેન્ટ આપવા માટે…૧૭ અક્ષરમાં આટલુ બધુ…..

  10. હાઈકુ વળી-
    કેવું મજાનું,
    હ્રદયસ્પર્શી.

    સર શુ આને પણ હાઈકુ કહેવાઈ ?

    પ્રતિક મોર
    praitknp@live.com

  11. મારુ લખેલુ હાઈકુ લખુ સુ.

    ભુજ જોવુ સે
    ખરેખર તમારે ?
    નકશો જુઓ

    ભુક્પ વખતે લ્ખ્યુ હતુ

    sorry

    Aa software ma Gujarati paheli var lakhu chu….
    jo shabdo ma bhul thai hoy to

  12. મને બહુ શોખ સે …મે ગનુબધુ લખ્યુ સે……..
    મને ગાઈડ કરશોજિ………

Leave a Reply to Nikhil Cancel reply

Your email address will not be published. Required fields are marked *