-
વિવેકભાઈ..ખુબ જ ઉંડાણપુર્વકની, સરસ અભીવ્યક્તી છે ત્રણેય હાઈકુમાં. વારંવાર વાંચતા નવા નવા અર્થ અભીપ્રેત થતા ગયા. હાઈકુ જેવા અત્યંત નાનકડા–નાજુક કાવ્ય પ્રકારમાં તમારું ખેડાણ શીરમોર છે. અનુક્રમણીકા જોતાં..આવી વધુ રચનાની અપેક્ષા તમારી પાસે રાખું છું દોસ્ત.
-
ખુબ સરસ રચના..
-
સત્તર અક્ષરમાં ભાવના ઓ નો વિશાળ સમુદ્ર ઠલવાયો જાણે!!!
-
ત્રણ હાઈકુમાં…
સુંદર અભીવ્યક્તી
શ્રાવણનુંઆભ,ફૂટતો અરીસો અને સમયપંખી અંગે નવું નવું અનુભવાય છે!
ત્યારે ફોટૉ અને તેને અનુરુપ મનોજને યાદ કર્યો અને આખી ગઝલ યાદ આવી.
કડકડતી ઠંડીમાં વસંતની આશા જગાવી
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતના !
મલયાનીલોની પીંછી ને રંગ ફૂલોનાં લૈ
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
જાણે કે બે પડી ગયાં ફાંટા વસંતના !
મ્હેકી રહી છે મંજરી એકેક આંસુમાં
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !
ઉડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !
ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે
પાછા ફરી ન આવશે તડકા વસંતના ! -
તડકાસળી
વીણીને માળો બાંધે
સમયપંખી.- સરસ !
-
આ વખતે ગઝલને બદલે હાઇકુ…! થોડામાઁ ઘણૂ..ગાગરમાઁ સાગર ! સુન્દર રચના એ લખવાની હવે જરૂર નથી લાગતી. એ સ્વાભાવિક હોય જ. કોઇ રચના નહીં ગમે ત્યારે લખીશ.
-
સત્તર
અક્ષરોમાં ભાવના ઓ નો વિશાળ સમુદ્ર ઠાલવવો ગજબ છે બોસુ Just Great -
તડકાસળી અને સમયપંખી,
અરીસાનુ ફુટવુ ને છાયાનુ ન મીટવુ,
………………………..
ઉમદા શબ્દો અને ભાવસારાંશ દરેક હાઈકુને દમદાર અને પ્રભાવી બનાવી જાય -
વિવેકભાઈ
ત્રણે હાઈકુ તેમ જ ચિત્ર અતિ સુંદર
તડકાસળી શબ્દ બહુ ગમ્યો પણ અર્થ સમજાવશો?-હર્ષદ જાંગલા
એટલાન્ટા યુએસએ -
હુ તો બહુ નાની છુ આ રચનાઓ ને કોમેન્ટ આપવા માટે…૧૭ અક્ષરમાં આટલુ બધુ…..
-
-
beautiful…

20 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/199/trackback