ચોટ

P1012822
(પાંદડે ડાઘ…          ….ગિરા ધોધ, વઘઈ, ૧૧-૦૮-૨૦૧૨)

*

(સૉનેટ – શાર્દૂલવિક્રીડિત)
(ગાગાગા લલગા લગા લલલગા | ગાગાલગા ગાલગા)

*

“તૂટે નક્કી જ એરણે સમયની, મોતી યદિ ખોટું છે,
સોનું જો નકલી હશે, ચમક ના લાંબી ટકે”, કીધું મેં:
“એની જેમ જ આપણો પ્રણય જે સાચો નથી લાગતો,
પંજો કેમ સહી શકે, પ્રિય ! કહે, એ કારમા કાળનો?

“ખોટો સાવ હતો નહીં, પ્રિય ! છતાં સંબંધ આ આપણો,
થોડું ભાગ્ય, જરા પ્રયત્ન પણ તો ટૂંકો પડ્યો બેઉનો;
સાથે રે’વું સદા છતાંય કમને, એ દુઃખની ખાતરી,
છૂટા યોગ્ય પળે થવું, અગર હો સાચી દિલે લાગણી.

“રે’શે એ દિવસો સદા સ્મરણમાં જે જે ગયા સાથમાં,
રે’શે કાયમ ગાઢ તોય પણ જો, આ આપણી મિત્રતા;
મારો નિર્ણય આપણા હિત અને સારાઈ માટે જ છે,
માને છે તું શું, બોલ, બોલ પ્રિય, તું ! આ વાત તો યોગ્ય છે.”

કાવ્યાંતે જ્યમ ચોટ ધારી કરતું સોનેટ હો એ રીતે
આ છેલ્લી ક્ષણમાં ઊઠાવી નયનો તેં જોયું સામે અને…

– વિવેક મનહર ટેલર
(૧૭-૦૭-૨૦૧૨)

*

P1012839
(નજરોનું સોનું…          ….ગિરા ધોધ, વઘઈ, ૧૧-૦૮-૨૦૧૨)

14 thoughts on “ચોટ

 1. આ બહુજઆનન્દ નિ વાત , now in English I am very very proud of you . You are doing exalant job .

 2. અંતનો ‘અને’ ચોટને લંબાવી દેનારો બનીને શીર્ષકને વધુ સાર્થક અને કાવ્યને વધુ રમ્ય બનાવી દે છે. ઘણા સમયે તમારા શબ્દસ્વાસો અનુભવ્યા ! આનંદ.

 3. સદા હરિયાળિ કવિતા ને આજે ચોટ ધારી કરતું સોનેટ…..વાહ ઘનુ સુન્દર …શ્રી જુગલ કિશોર ભાઈ યે કહયુ તેમ શબ્દશ્વાસો અનુભવ્યા…!!

 4. આ ચોટ… પછી એવો કોઈ શબ્દ નથી જડતો જે આના માટે આહ કે વાહ કહેવા સમક્ષ થઈ શકે… !

  આ સોનેટ નહીં ભૂલાય…

 5. બહુ સ્ર્સ મ્ઝાની સોનેટ ધ્ન્યવાદ ત્મોને

 6. ચોટ્…એક ઉદગાર!! સોનેટ…હિ શબ્દ રિક્ત્!! તમે લખો એમા બે મત હોય જ નહિ!!
  આપ્નો આજ્નો દિન ખુશરન્ગ હો.

 7. “રે’શે એ દિવસો સદા સ્મરણમાં જે જે ગયા સાથમાં,
  રે’શે કાયમ ગાઢ તોય પણ જો, આ આપણી મિત્રતા;

 8. કવિશ્રી ડો. વિવેકભાઈ, સરસ સોનેટ…………
  અભિનદન……………………..

 9. કાવ્યાંતે જ્યમ ચોટ ધારી કરતું સોનેટ હો એ રીતે
  આ છેલ્લી ક્ષણમાં ઊઠાવી નયનો તેં જોયું સામે અને…
  વાહ

Comments are closed.