વધુ ઊંડે અહીંથી ક્યાં જવાનું છે ?


(સાંગલા, કિન્નૂર વેલી, હિમાચલ પ્રદેશ…           … નવેમ્બર,૨૦૦૭)

અહીંથી નીકળીને બોલ, ક્યાં પહોંચવાનું છે ?
આ તળિયું છે, વધુ ઊંડે અહીંથી ક્યાં જવાનું છે ?

આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,
બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.

નદીની જેમ આપણું આ હોવું ખુલ્લું છોડી દો…
ગમે તે માર્ગ લો… સમુદ્ર સુધી પહોંચવાનું છે !

એ નાનું છોકરું છે, એને હાંસિયાની શી ખબર?
લીટી ઉપર કે નીચે એય એણે શીખવાનું છે.

ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
છું તારી છાયા હું ને તારી સાથે જીવવાનું છે.

સવારે રોજ વાસ્તવિક્તા ફૂટપાથ ચીરશે,
ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

-વિવેક મનહર ટેલર
(૦૮-૧૦-૨૦૦૭)

છંદ-વિધાન: લગાલગા | લગાલગા | લગાલગા | લગાલગા

39 thoughts on “વધુ ઊંડે અહીંથી ક્યાં જવાનું છે ?

 1. સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,
  ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે. વાહ! આવી રચના સાહિત્ય-જગતને પિરસતા રહો.

 2. ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
  છું તારી છાયા ને તારી જ સાથે જીવવાનું છે.

  – સરસ !

 3. આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,
  બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.

  સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,
  ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

  ખુબ જ સુંદર.

 4. શબ્દો ખૂબ સરસ છે. પણ આટલી બધી અસહાયતા કેમ વર્તાય છે તમારા કાવ્યમાં? વાસ્તવિકતા ખૂબ ભરી છે.

 5. સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,
  ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.
  અહીંથી નીકળીને બોલ, ક્યાં પહોંચવાનું છે ?
  આ તળિયું છે, વધુ ઊંડે અહીંથી ક્યાં જવાનું છે ?

  બહુજ સરસ ભાવ પ્રગટ થાયછે…….

 6. ડોક્ટ્ર સાહેબ
  કોઈ િવવશતાને ખાળવાનો પ્રય્ત્ન છે કે શુ આમા !!!!!!

  …..એકન્દરે બધ જ શેર સરસ છે

  સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,
  ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

  ખુબ જ સરસ્

 7. નદીની જેમ આપણું આ હોવું ખુલ્લું છોડી દો…
  વહો, આ કાળ સામે આપણું શું ચાલવાનું છે?

  સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,
  ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

  વાસ્તવીકતાનું સરસ ચીત્રણ..ગમ્યું.

 8. આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,
  બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.

  ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
  છું તારી છાયા ને તારી જ સાથે જીવવાનું છે.

  સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,
  ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

  સુંદર રચના !

  ખરેખર મનવી ક્યારેક કલ્પનાઓમાં, ક્યારેક સપનાઓ માં તો ક્યારેક અવનવાં બહાના હેઠળ જીવતો હોય છે પણ પણ વાસ્તવિકતા ગમે ત્યારે ટકોરા મારીને તેની સામે આવીને ઉભી રહે છે.

 9. નદીની જેમ આપણું આ હોવું ખુલ્લું છોડી દો…
  વહો, આ કાળ સામે આપણું શું ચાલવાનું છે?

  vivek – enjoyed, as always.

  Best wishes

  himanshu

 10. નદીની જેમ આપણું આ હોવું ખુલ્લું છોડી દો…
  વહો, આ કાળ સામે આપણું શું ચાલવાનું છે?

  સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,
  ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

  છો સ્પંજ કેરું બેડ છે તોય પણ
  લેવી પડે છે ઊંઘની ગોળી મને
  ને ફૂટપાથી પત્થરોની સેજ પર.
  જો ,કેટલો આરામથી ચેતન સુવે.
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 11. dear vivekbhai
  I am reading your creations with interest and appreciation. It seems they come from the depth of your heart. Congratulations.
  dr. j. r. parikh

 12. આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,
  બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.

  ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
  છું તારી છાયા ને તારી જ સાથે જીવવાનું છે.

  વાહ ડોક્ટર….
  સવાર સુધરી ગઇ..!!

 13. સુંદર ગઝલ
  તેમાં
  ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
  છું તારી છાયા ને તારી જ સાથે જીવવાનું છે.
  સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,
  ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.
  પંક્તીઓ વધુ ગમી .
  યાદ આવી
  વાસ્તવિક્તામાં હું મારું સ્થાન શોધી રહ્યો છું,
  રહ્યો છું હું સદા સપનાઓના દરબારમાં.
  અહીંથી ક્યાં જવાનું છે ?…
  કદાચ—
  સાધનામાર્ગે આગળ વધવાનો વિચાર છે?.

 14. નવો છંદોલય લાવ્યા છો ! દલપતરામ યાદ આવી ગયા !

  તળીયું નથી, આ ‘વ્યક્ત-મધ્ય’ છે; ભલા, મજાની વાત્ –
  આ ‘પંથ’, પાથ, ‘સાથ’ સહુ લઈને ચાલવાનું છે !!
  કબુલ ?!

 15. શાબાશ! મિત્ર! ગુજરાતી ભાષાનો કાલનો કવિ આમ જ ખીલે … “અહીંથી?” ક્યાંથી નીકળવાનું છે? કયું આરંભબિંદુ? ક્યાં છે તળિયું? આ સ્વપ્ન હોત તો આવા ગહન, સરસ વિચાર ન હોત; જો વાસ્તવિકતા હોત તો … જો વાસ્તવિકતા પામી જાવ, તો તો શબ્દો જ ક્યાંથી ફૂટવાના? આમ છતાં, સઘળું ઘટતું રહે અને ચાલ્યા કરવાનું છે!

  અભિનંદન! …. હરીશ દવે .. અમદાવાદ

 16. વિવેકભાઈ,
  12 વર્ષ પહેલાં તાલીમ દરમિયાન ટ્રેકિંગ માટે રામપુર બુશહર, સાંગ્લા વેલી અને સરહદ સુધી ગયેલાં એની યાદ આવી ગઈ…

  -જયદીપ.

 17. આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,
  બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.
  ……………………………………………
  કયારેક વેદનાને વાચા મળે આવા શબ્દોની અને અમે સાવ અવાચક્!!!!!!!!!!!!!

 18. સ-રસ ગઝલ…

  ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
  છું તારી છાયા ને તારી જ સાથે જીવવાનું છે.

  આ શેર ઘણો ગમ્યો…

 19. મઝા આવી ગઈ

  ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
  છું તારી છાયા ને તારી જ સાથે જીવવાનું છે.

 20. પ્રિય વિવેકભાઈ,

  સુરતની મુલાકાતના પ્રસઁગ દરમ્યાન તમને મળી શકાયુઁ તેનો ઘણો આનઁદ છે.

  આ ગઝલ આપની ખુબ નવી અને અનોખી છે. તમારી ઓરિજિનાલીટી લખવાની તમે
  જાળવી રાખી છે તેના અભિનઁદન ! બધા શેર ના અર્થ ખુબ સુન્દર છે.

  દિનેશ ઓ. શાહ, પી.એચ્.ડી.

 21. તમારી ગઝલ વિશે કોમેન્ટ કરનારાનુ’ લિસ્ટ જોઇને -હુ’ રહી ગયો -એવી લાગ્ણી થઇ એટલે
  આ કોરસમા’ હુ’ પણ જોડાઉ’ છુ’. ગઝલ ખરેખર ગમી. keep it up- લગે રહો વિવેકભાઇ.

 22. એ નાનું છોકરું છે, એને હાંસિયાની શી ખબર?
  લીટી ઉપર કે નીચે એય એણે શીખવાનું છે.

  સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,
  ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

  ખુબ જ સરસ રચના….. અને હકિકત એ કે ફરી એક એવુ સપનુ પીને સુવાની ઘેલછા….

 23. સુન્દર્ત્આ નુ વર્નન નથિ મઆરઇ પાસે

 24. વાસ્તવિકતા છો હૃદયને લાખ વાતે તાવતી
  એક સપનાને સહારે જીદગી આ જામ છે…..

  હવે હું યે ગઝલ લખતાં શીખું ને !!!

  બહુ ગમી તમારી ગઝલ..

  લતા હિરાણી

 25. એ નાનું છોકરું છે, એને હાંસિયાની શી ખબર?
  લીટી ઉપર કે નીચે એય એણે શીખવાનું છે.

  ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
  છું તારી છાયા ને તારી જ સાથે જીવવાનું છે.

  સરસ વિચાર છે. વાસ્તવિકતા ઉપર લખાયેલ લાગે છે.

 26. ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
  છું તારી છાયા ને તારી જ સાથે જીવવાનું છે.

  સવારે રોજ વાસ્તવિક્તા ચીરશે ફૂટપાથને,
  ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

  આભર ….

 27. આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,
  બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.

  કોઇ નો અભાવ કેટલો ખુચે તેની પ્રતિતી

  કોણે દીધા છે ધુમાડા ને ચીરયુ ના શ્રાપ
  સળગતુ નથી ને ઓલવાતુય નથી આ હૈયુ

 28. અહીંથી નીકળીને બોલ, ક્યાં પહોંચવાનું છે ?
  આ તળિયું છે, વધુ ઊંડે અહીંથી ક્યાં જવાનું છે ?

  આ લખવા-વાંચવામાં ખોઈ બેસવાનું જાતને,
  બહાનું તારી ગેરહાજરીને ખાળવાનું છે.

  નદીની જેમ આપણું આ હોવું ખુલ્લું છોડી દો…
  ગમે તે માર્ગ લો… સમુદ્ર સુધી પહોંચવાનું છે !

  એ નાનું છોકરું છે, એને હાંસિયાની શી ખબર?
  લીટી ઉપર કે નીચે એય એણે શીખવાનું છે.

  ભલે હું લાંબો-ટૂંકો થાઉં કે કદી અલોપ પણ,
  છું તારી છાયા હું ને તારી સાથે જીવવાનું છે.

  સવારે રોજ વાસ્તવિક્તા ફૂટપાથ ચીરશે,
  ને રાતે એક સપનું પી ફરી ઊંઘી જવાનું છે.

  —————– વાહ સુ લખ્યુ છે.

 29. એ નાનું છોકરું છે, એને હાંસિયાની શી ખબર?
  લીટી ઉપર કે નીચે એય એણે શીખવાનું છે..
  waah !! sir sundar sarachan thnx 4 tht…

Comments are closed.