ડર, મારા ડર ! તું મારાથી ડર


(ગુલાબી ઠંડીમાં…       …સાંગલા, કિન્નૂર વેલી, હિ.પ્ર., નવેમ્બર,૨૦૦૭)

ડર, મારા ડર ! તું મારાથી ડર,
ઝટ્ટ્… પટ્ટ્… ફટ્ટ્… મારા દિલથી નીકળ

મોટો ભા બનીને
                          નાના બચ્ચાને ડરાવે ?
મુઠ્ઠી હિંમત લાવું તો
                  શાને તું દૂર ભાગે?
    કર, થોડી કર, થોડી શરમ કર…
ડર, મારા ડર ! તું મારાથી ડર

અંધારામાં શું તું મારા
                      હાથ-પગ આ ખાશે ?
એ બ્હાને તો ચાલ ને,
                         તારું મોઢું તો દેખાશે !
             છે જ નહિ તો હોવાનો તું ઢોંગ ન કર…
ડર, મારા ડર ! તું મારાથી ડર

-વિવેક મનહર ટેલર
(૦૧-૧૧-૨૦૦૬)

19 thoughts on “ડર, મારા ડર ! તું મારાથી ડર

  1. ભલે બાળકો માટે કે પછી બાળકની દ્રષ્ટિએ લખાયું છે, પણ કદાચ બધાને જ લાગુ પડે એવું ગીત છે..

  2. વિવેકજિ, કવતિતા અને રચાના ખુબ સરસ છે.. ખરેખર જેને મન થિ સમજ પડે તો તેનો ડર
    ભાગિ ભાગિ જાય્

  3. વાહ..ભાઈ..! ખુબ જ સરસ–રમતીયાળ–અર્થસભર બાળગીત લખ્યું છે. પ્રથમ પંક્તી વાંચતા જ ગીત સ્પર્શી જાય છે. અભીનંદન.

  4. ડરના ડરને ભગાડવાની આ વાત એક નવી તરાહ બતાવે છે.
    એક બાજુ ડર છે તે હકીકત છે. એને ભગાડવાની ઈચ્છા પણ સ્વાભાવીક છે.
    એને સંબોધીને અપાતા ઉપાલંભો પણ સરસ નીરુપાયા છે :
    “મોટો ભા બનીને નાના બચ્ચાને ડરાવે ?
    મુઠ્ઠી હિંમત લાવું તો શાને તું દૂર ભાગે ?” (નીર્ણયશક્તીની કેવી સરસ વાત ?!)

    તો સાથે સાથે કહે છે,
    “કર, થોડી કર, થોડી શરમ કર…” તથા
    “છે જ નહિ તો હોવાનો તું ઢોંગ ન કર…”
    ઉપાલંભો પછી એક નવી રીત પણ અપનાવાય છે :
    “એ બ્હાને તો ચાલ ને,તારું મોઢું તો દેખાશે !”
    અનીષ્ટને ઓળખવા માટેની આ યુક્તી પણ હોઈ શકે છે !)

    અહીં સુધી સઘળું બાળસહજ ભાષામાં કહીને સર્જકે ડરથી ન ડરવાની શીખ બાળકોને આપી છે…..પરંતુ આ વાત સૌ કોઈ મોટાઓને પણ લાગુ પડે છે. કોઈપણ વ્યક્તી આ જ ભાષા-શૈલીમાં પોતાની નબળાઈઓને માટે પણ કહી શકે કે.
    આજ સુધી ભલે નબળાઈઓએ હેરાન કર્યો પણ હવે હે નબળાઈઓ, તમે ભાગો ! સત્ય સમજાય પછી, અસત્યની આ જ દશા હોય; અજ્ઞાનનું ભાન થાય પછી એની એવી જ દશા કરવાની હોય. “અસત્યોમાંહેથી…’ એ પ્રાર્થના જ નથી. અસત્યોની સામે લડવાનો બુંગીયો છે. આ વાત ભલે મોટી લાગે પણ બાળકોને એની ભાષામાં સમજાવવા માટે અને એ બહાને મોટાને શીખ આપવા માટેનું આ કાવ્ય છે એમ કહેવામાં વાંધો નથી !!

  5. “છે જ નહિ તો હોવાનો તું ઢોંગ ન કર…
    ડર, મારા ડર ! તું મારાથી ડર”
    જાણે સીધો ગીતાનો ૧૬ મો અધ્યાય શરુ કર્યો.
    अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः।दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् ॥
    ડરવું કોઈથી નહીં, થવું સદા શૂરવીર,
    ખેલ કરી કસરત કરી, કરવું સરસ શરીર.
    દરેક વયનાંને માટે પહેલૂં ગુણાત્મક પરીવર્તનનૂ સોપાન
    પણ અમે તો થોડો ડર રાખવામાં માનીએ
    મને આટલો પ્રેમ ક્યાં કરો,
    મારો પાગલ થવાનો તો ડર રાખો.

  6. ખ્ુબ્જ સરલતા સાથે લખ્યુ પન એટલુજ વાસ્ત્વિ્ક!!!!
    અતિ સુન્દર્….

  7. હા ખરેખર

    તમારી ફાવટ હવે બાળગીતોમા પણ સુન્દર બેસતી જાય છે….
    ક્યારેક કોઈ દિવસ કોઈ સ્કુલ મા કોઇ ટાબરીયાઓ આ ગીત ગાતા ગાતા એમના ડર ને ( હોમવર્ક અને ટીચર ) ને ભગાડ્તા દેખાય તો નવ્વઈ નહી

    ખરેખર ખુબ જ મઝાનુ ગીત છે….. કોઈ આ ગીતને સ્વરબધ્ કરી આપે તો કેવી મઝા !!!! ઃ)

  8. એકદમ હાચ્ચી વાત કરી રાધિકા…

    પોતાના ડરને જ ડર બતાવવાની મજાની વાત કરતું અને નાના-મોટા-ઘરડા સૌ બાળકોને લાગુ પડતું ખૂબ જ મજાનું બાળગીત…

    અને આ સ્વયમ્ ભાઈ તો લાકડી લઈને હાચ્ચે હાચ ડરને ભગાડતા હોય એવું લાગે છે! 🙂

  9. વાહ,
    બહુજ સહજતાથી ડરને ડરાવ્યો છે.
    ગઝલ સંગ્રહ પ્રકાશિત થાય તે
    પછી બાલગીતોનાં સંગ્રહની તૈયારી શરૂ થઈ લાગે છે .
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  10. હમેશ માફક સરસ રચના…મુઠી ભર હિમતની જ જરૂર પડે..ડર ભગાડવા માટે. જીવનના દરેક ક્ષેત્રમાં આ સત્ય જ છે ને ?

    સરસ બાલગીત. અભિનન્દન , વિવેકભાઇ..

  11. વાહ્ ! ખૂબ જ મજા આવી ગઈ ……..
    શબ્દોએ મુટ્ઠીભર હિંમત પણ વધારી ડર ભગાડવાની ?!!

  12. મોટો ભા બનીને નાના બચ્ચાને ડરાવે ?
    મુઠ્ઠી હિંમત લાવું તો શાને તું દૂર ભાગે ?” …… ખુબ જ સરસ ……. મજા આવિ ગઈ….

  13. એક બાળકને પોતાની કાલી ઘેલી કલ્પનાઓ સિવાય કશુ કેમ હોય!!! ઘણી વખત તેઓ કહેવા માગતા હોય પણ શબ્દોની સમજણ અને ગોઠવણ તો કયાથી કાઢે….બાળકની મનોરમ્ય કલ્પનાઓને બાળ સુલભ શબ્દોમા વાચા આપતા બન્ને કાવ્યો ખુબ ખુબ સુંદર બની રહ્યા.
    વિવેકભાઈ લોભ જતો નથી કરી શકાતો..શું ૧૪ નવેમ્બરની લિમિટેશન હટી ના શકે અને થોડા વધુ સુંદર બાળ કાવ્યમોતી ના મળી શકે. (પ્રશ્નાર્થ એટલે નથી મુક્યો કે ‘હા’ ની પુરી આશા છે.)

  14. અરે વાહ !! તમે તો બહુ સરસ બાળગીત પણ લખો છો !!! મજા પડી ગઇ…

  15. વિવેકભાઇ, બાળકોને હિમ્મ્ત આપવાની અદા ખુબ ગમી…
    — મુઠ્ઠી હિંમત લાવું તો શાને તું દૂર ભાગે?
    વડીલો ને માટે પણ એટલ જ સાચુ છે….

Leave a Reply to Lata Hirani Cancel reply

Your email address will not be published. Required fields are marked *