જાણજો કે વેદના ગાતી મળી…


(દિપોત્સવી મુબારક અને નૂતન વર્ષાભિનંદન…           …૨૦૦૬)

ઝાંય જ્યારે કાવ્યમાં રાતી મળી,
જાણજો કે વેદના ગાતી મળી.

સગપણોના ઝાંઝવા વેંઢારવા,
રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.

ચીસ અંતિમ, ટોચથી ફેંકીને માંડ
શાંત થ્યો ત્યાં પાછી પડઘાતી મળી.

કેવું મોટું? આવું? – કહીને દેડકી
જ્યાં સુધી ન ફાટી, ફુલાતી મળી.

તું ઊડી ગઈ ને હલી ગઈ આખી ડાળ,
એક કૂંપળ ફૂટી એ કરમાતી મળી.

– વિવેક મનહર ટેલર
(૨૩-૦૮-૨૦૦૭)

છંદવિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગા

(સૌ મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. દિપોત્સવી પ્રવાસના અંતર્ગત આવતા શનિવારે આપ સૌને મળી શકાશે નહીં એ બદલ દિલસોજી. નવું વર્ષ આપ સૌ માટે આરોગ્યપ્રદ અને ખુશહાલ નીવડે એવી મનોકામના.)

29 thoughts on “જાણજો કે વેદના ગાતી મળી…

  1. ચીસ અંતિમ, ટોચથી ફેંકીને માંડ
    શાંત થ્યો ત્યાં પાછી પડઘાતી મળી.

    સુંદર

  2. “ચીસ અંતિમ, ટોચથી ફેંકીને માંડ
    શાંત થ્યો ત્યાં પાછી પડઘાતી મળી.”
    ખરેખરઃ

    એક વાત હતી છાનીછપની અફવામાં ઊંચકાઈ ગઈ.
    ચઢી ચોતરે, ચબૂતરે,ગોંદરથી ગામમાં ગવાઈ ગઈ.

    આપણે આખરે કોણ?કોણ આપણે?
    પડછાયા,પ્રતિબિંબ, પડઘા જ કે ?

    સરસ ભાવો ખખડાવ્યા છે,વિવેકભાઈ.

  3. વેદના-સુ’દર ગઝલ છે. છેલ્લો શેર બહૂ ગમ્યો.આ બ્લોગના ઇન્ટરનેટી મિત્રોને સાલ મુબારક.

  4. તું ઊડી ગઈ ને હલી ગઈ આખી ડાળ,
    એક કૂંપળ ફૂટી એ કરમાતી મળી.

    આ શેર સૌથી વધુ ગમ્યો…!!

    દિવાળી અને નવાવર્ષની શુભેચ્છાઓ..

  5. સગપણોના ઝાંઝવા વેંઢારવા,
    રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.

    ચીસ અંતિમ, ટોચથી ફેંકીને માંડ
    શાંત થ્યો ત્યાં પાછી પડઘાતી મળી.

    વેદનાની સરસ શબ્દોમાં અભિવ્યક્તિ…!
    નવા વર્ષે ગઝલ–ગીતોનો ગુલદસ્તો પુસ્તક આકારે મળે તેવી અપેક્ષા.

  6. સુન્દર ગઝલ વિવેકભાઈ!

    આ અશઆર ખૂબ ગમ્યાઃ

    ઝાંય જ્યારે કાવ્યમાં રાતી મળી,
    જાણજો કે વેદના ગાતી મળી.

    સગપણોના ઝાંઝવા વેંઢારવા,
    રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.

    નવા વર્ષની સૌને શુભેચ્છા!

  7. સ-રસ ગઝલનાં આ બે અશઆર મને પણ ખૂબ જ ગમી ગયા…

    ઝાંય જ્યારે કાવ્યમાં રાતી મળી,
    જાણજો કે વેદના ગાતી મળી.

    સગપણોના ઝાંઝવા વેંઢારવા,
    રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.

    સાલ મુબારક…
    નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
    દિપોત્સવી-પ્રવાસ સુખદ બની રહો (અને અહીં એના અવશેષ જોવા મળો! 🙂 )!

  8. નૂતન વર્ષભીનંદન.
    પ્રવાસ ફળદાયી નીવડો-
    સરસ તસ્વીર અને વિચાર વમળ જગાવે તેવા કાવ્યથી!
    કેવું મોટું? આવું? – કહીને દેડકી
    જ્યાં સુધી ન ફાટી, ફુલાતી મળી.
    … આ તો મારે માટે તો નથી લખ્યુંને?
    તું ઊડી ગઈ ને હલી ગઈ આખી ડાળ,
    એક કૂંપળ ફૂટી એ કરમાતી મળી.
    મારો જ અનુભવ!!
    ફોટાનું રસદર્શન કરાવશો
    આમાં આમ તો શુભદિવસનું ગ્રહણ લાગે છે!
    ખૂબ સુંદર

  9. સૌ પ્રથમ સાલ મુબારક અને નૂતન વર્ષની શુભેચ્છાઓ.
    સગપણોના ઝાંઝવા વેંઢારવા,
    રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.

    ચીસ અંતિમ, ટોચથી ફેંકીને માંડ
    શાંત થ્યો ત્યાં પાછી પડઘાતી મળી.

    ખુબ સુંદર…..

  10. ઝાંય જ્યારે કાવ્યમાં રાતી મળી,
    જાણજો કે વેદના ગાતી મળી………..
    ………………………………………………………………
    મળી છે ભાઈ, શબ્દે શબ્દમા વેદના ગાતી મળી છે.
    નવા વર્ષના અભિનંદન સહ……

  11. નૂતન વર્ષાબ્જિનન્દન !
    એક કુપળ ફૂટી ……..એ કરમાતી મળી !
    જાણજો કે વેદના….. !!!!! ગાતી મળી ! વાહ કવિ !

  12. વર્ષાભિનન્દન ! સુધારુઁ છુઁ .ક્ષતિ બદલ ક્ષમાયાચના !

  13. અતિ સુન્દર – બહુજ મજાનિ કવિતા – અભિનન્દન – તામારિ કલમ આમજ ખિલતિ રહે એવિ અભ્ર્યર્થના –

    સાલ મુબારક સર્વે મિત્રોને –

  14. ઝાંય જ્યારે કાવ્યમાં રાતી મળી,
    જાણજો કે વેદના ગાતી મળી.

    સગપણોના ઝાંઝવા વેંઢારવા,
    રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.

    Really a beautiful, different,individual, original way for expressing your pain.Secondly I am pleased that you have that courage to carry out the illusionary relations, expressing them in a metaphorical way comparing relations with mirage.

  15. વિવક ભાઈ,
    આખિ ગઝલ ખુબ જ સરસ છે. એક એક મુકતક વખાણવુ પડે. અભિનંદન…અત્યંત સાચિ વાત્…
    નવા વર્સે સૌને શુભકામના…..

  16. ખરેખર ખુબ સુન્દર ગઝલ લખિ ચે આનન્દ થયો. નુતન વરસ ના અભિનન્દન્

  17. પ્રિય pragnaju, મને લાગે છે ત્યાં સુધી આ તો સ્વયમ્ ની (કે પછી વિવેકની?) ભોંય ચકરડીનો ફોટો છે…! 🙂

  18. હિમાચલ પ્રદેશના અલ્પછૂતા પ્રદેશોની મુલાકાત લઈ પાછો ફર્યો છું ત્યારે સૌ મિત્રોના પ્રેમે મારી ટાઢ ઊડાડી સ્નેહનો ગરમાટો આણી દીધો. ખૂબ ખૂબ આભાર…

    … આ ફોટો ભોંયચકરડીનો નહીં, પરંતુ તારામંડળનો છે. સ્વયમ્ હાથમાં તારામંડળ રાખીને ‘આજ દિવાળી, કાલ દિવાળી’ ગાતા-ગાતા ગોળ-ગોળ ફેરવી રહ્યો છે ત્યારે ટ્રાઈપોડ વાપરીને શટર સ્પીડ બે સેકંડ જેટલી ઓછી રાખીને લીધેલો આ ફોટોગ્રાફ છે. પ્રકાશ સંયોજન એ રીતે રાખવાની કોશિશ કરી છે કે સ્વયમ્ નો હાથ કે સ્વયમ્- બેમાંથી કોઈ નજરે ન આવે…

  19. ચીસ અંતિમ, ટોચથી ફેંકીને માંડ
    શાંત થ્યો ત્યાં પાછી પડઘાતી મળી.

    પડઘા પણ કેવા ચીસથી પણ મોટા સંભળાય … ..?!!
    વાહ્ !! ખૂબ જ સરસ…..

    અને ત્યારે ,
    સગપણોના ઝાંઝવા વેંઢારવા,
    રણ સમાણી ખુલ્લીખમ છાતી મળી.

    ઈશ્વર પણ સમજદાર છે ને !!

  20. કુંપળ અને ફૂલ કરમાય એ તો કુદરતનૉ નિયમ છે.
    કિંતુ
    વેદનાની અસહ્ય પીડામાં માનવ જીવન કરમાય તે કેવું?

  21. દરેક ગીત – ગઝલ મા છંદવિધાન આપ્શો તો વધુ મજા આવ્શે…
    છંદવિધાન આપો .ઘણુ શિખવા મળે છે…

Leave a Reply to manvant Cancel reply

Your email address will not be published. Required fields are marked *