ડગ મેં તો માંડ્યા છે દરિયા ઉલેચવા

OLYMPUS DIGITAL CAMERA
(વામનનું ત્રીજું પગલું…                       …દેવ જાગીરદાર, સુંવાલી)

*

દરેક કવિતા પાછળ એક વાર્તા હોવાની. થોડા દિવસ પહેલાં ધવલે લયસ્તરો.કોમ પર એક ફોટો-કવિતા
મૂકી હતી. એ જોઈને મને મારી આ ફોટો-કવિતા યાદ આવી. ગીતના મથાળે મૂકેલ મારા મિત્રના દીકરા દેવનો ફોટોગ્રાફ રોજ સવારે મારા કમ્પ્યૂટરના સ્ક્રીન પર સ્ક્રીન-સેવરના એક ભાગ તરીકે આવતો રહે છે. દર વખતે આ ફોટો જોઉં અને ભીતરમાં કંઈક અગમ્ય સંવેદન અનુભવાય… બીજી જુલાઈના દિવસે આ ફોટો મેં સ્થિર કરીને થોડી વાર સુધી જોયા કર્યો અને અંદરથી ઊગી આવ્યું ક્યાંક અટકી રહેલું આ ગીત…

*

ડગ મેં તો માંડ્યા છે દરિયા ઉલેચવા,
પાંપણને કહી દો ન પલકારો મારે, મેં માંડ્યા છે સઢને સંકેલવા…

હોડીઓ મ્યાન કરી દીધી લંગરમાં,
એક-એક ખલાસી લીધા બાનમાં;
ધ્યાન એજ રાખવાનું મારે હવે કે
એકે મોજું ન આવે દરમિયાનમાં.
ખેપના ખોબામાં ક્યાંક વમળ ઊઠે ન, એનું ધ્યાન રાખી ઊભાં છે ટેરવાં.
ડગ મેં તો માંડ્યા છે દરિયા ઉલેચવા.

તૂટે હલેસું તો હાથ-પગ મારવા
ને હાથ-પગ તૂટે તો જાત;
પણ જાત જેવી હોડીનો પરપોટો ફૂટે
શું ત્યાં લગી જોવાની વાટ ?
આભ ખુદ નમે ને ચૂમે એવું જ્યાં હોય નહીં, એવા દરિયાને શું ખેડવા ?
ડગ મેં તો માંડ્યા છે દરિયા ઉલેચવા.

– વિવેક મનહર ટેલર
(૦૨-૦૭-૨૦૧૨)

*

IMG_2586
(ડગ મેં તો માંડ્યા છે…                         …સ્વયમ્, કારવારના કાંઠે)
(ફોટોગ્રાફ: ડૉ. કલ્પન પટેલ, સુરત)

19 comments

 1. bhavi’s avatar

  ડગ તમે માંડ્યા છે દરિયા ઉલેચવા, પન સાથ અપ્યો વૈશલિ એ, એ દરિયો ઉલેચવા!!!!!! ખુબ સરસ્..

 2. Rekha shukla(Chicago)’s avatar

  જાત જેવી હોડીનો પરપોટો ફૂટે
  શું ત્યાં લગી જોવાની વાટ ?….વાહ વિવેકભાઈ ખુબ સુન્દર …!!

 3. Maheshchandra Naik’s avatar

  સરસ રચના, ડો.વિવેકભાઈને અભિનદન…………….

 4. મીના છેડા’s avatar

  સુંદર ગીત !

 5. kanaiya patel’s avatar

  સુન્દર સરસ મને ખુબ ગમ્યુ !

 6. Rina’s avatar

  તૂટે હલેસું તો હાથ-પગ મારવા
  ને હાથ-પગ તૂટે તો જાત;
  પણ જાત જેવી હોડીનો પરપોટો ફૂટે
  શું ત્યાં લગી જોવાની વાટ ?

  beautiful……

 7. Birju Morakhia’s avatar

  તૂટે હલેસું તો હાથ-પગ મારવા
  ને હાથ-પગ તૂટે તો જાત;
  પણ જાત જેવી હોડીનો પરપોટો ફૂટે
  શું ત્યાં લગી જોવાની વાટ ?

  એક અદભુત્ રચના. દરરોજ એક વાર વાચવા જેવેી.

  Very inspiring.

 8. સુનીલ શાહ’s avatar

  સુંદર ગીત.. તેમાંય બીજો બંધ તો વાહ…
  ભીતર અનુભવાયેલી સંવેદનાઓને શબ્દો દ્વારા સરસ રીતે પ્રવાહિત કરી શકાઈ છે.
  અભિનંદન મિત્ર.

 9. Ajay Nayak’s avatar

  આભ ખુદ નમે ને ચૂમે એવું જ્યાં હોય નહીં, એવા દરિયાને શું ખેડવા ?
  ડગ મેં તો માંડ્યા છે દરિયા ઉલેચવા.

 10. Dr. D. O. Shah’s avatar

  Dear Vivekbhai,

  This poem is as unique as your finger print !! The topic, choice of words and the whole poem is all yours ! A truly unique experience for your readers !!
  I will be at DDU, Nadiad, from Nov middle to March, please visit me if your travel brings you to that part of Gujarat! Congratulations !!!

  Dinesh O. Shah, Gainesville, FL, USA

 11. Heena Parekh’s avatar

  તૂટે હલેસું તો હાથ-પગ મારવા
  ને હાથ-પગ તૂટે તો જાત;
  પણ જાત જેવી હોડીનો પરપોટો ફૂટે
  શું ત્યાં લગી જોવાની વાટ ?
  આભ ખુદ નમે ને ચૂમે એવું જ્યાં હોય નહીં, એવા દરિયાને શું ખેડવા ?….
  વાહ સરસ મજાનું ગીત.

 12. Deejay’s avatar

  બહુ સરસ. જ્યારે જ્યારે આપની ઇમેલ મળે છે.વાંચવાની મઝા પડે છે.પણ સાથે સાથે મહેસાણાના જુના મિત્રોની યાદ તાજી થાય છે.

 13. Ramesh Patel Premormi’s avatar

  પાંપણને કહી દો ન પલકારો મારે, મેં માંડ્યા છે સઢને સંકેલવા…

  ખુબજ સ્રરસ વિવેકભાઈ

 14. pragnaju’s avatar

  તૂટે હલેસું તો હાથ-પગ મારવા
  ને હાથ-પગ તૂટે તો જાત;
  પણ જાત જેવી હોડીનો પરપોટો ફૂટે
  શું ત્યાં લગી જોવાની વાટ ?
  સુંદર
  વેદનાનો કોઇ ઉપાય નથી.
  કાપડું ફાટ્યું હોય તો સાંધી લેવાય.કાપડ ફાટ્યું હોય તો
  તાણો લઇ તુણાવીએ કાળજ ફાટ્યાં કોઇ સાંધો ન મળે સુરના શરીર જનમ જનમની વેદનાયું લઇને આવે છે. પરમ ચેતનાને છેડા અડી જાય ત્યારે ઘેરી ઝાલરીયું વાગવા માંડે છે. ગહેકે નઇ તો ગળામાં ઠહકાય. રવીંદ્રનાથ ટાગોરની એક કવિતામાં સાધક ઠેઠ વૈકુંઠના બારણે પોચી ગીયો. સાંકળ ખખડાવી પ્રભુના પગલાંનો પગરવ સંભળાણો.સાંકળ મુકીને ઉઘાડે પગે દોડીને ઘરે પાછો આવી ગીયો. આભ ખુદ નમે ને ચૂમે એવું જ્યાં હોય નહીં, એવા દરિયાને શું ખેડવા ?ડગ મેં તો માંડ્યા છે દરિયા ઉલેચવા.

 15. Harshad’s avatar

  Very Nice!!!

 16. Devika Dhruva’s avatar

  ચિત્રને અનુરુપ ભાવોને વ્યક્ત કરતું આખું યે ગીત એકદમ સુંદર,એકદમ… પણ મને જે પંક્તિઓ ખુબ ગમી તે આ કે,
  “ધ્યાન એ જ રાખવાનું મારે હવે કે
  એકે મોજું ન આવે દરમિયાનમાં.”…….

 17. kartika desai’s avatar

  જય શ્રેી ક્રિશ્ન,આપનો આજનો દિવસ શુભ હો.
  વાહ! શબ્દ-ચિત્રનેી અભિવ્યકતેી લાજવાબ!!!

 18. shashikant shah’s avatar

  ખુબ જ સુન્દર કવિતા. અભિનન્દન.
  શશિકાન્ત શાહ

 19. shashikant shah’s avatar

  ખુબ જ સુન્દર કવિતા અભિનન્દન.
  –શશિકાન્ત શાહ્

Comments are now closed.