ડંખીલો


(કણકણમાં સૌંદર્ય…                …રણથંભોર, ૦૩-૧૨-૨૦૦૬)

ઉંબરેથી
બ્હાર ઓટલા પર
પગ મૂકતાની સાથે જ
મોઢેથી ચીસ નીકળી ગઈ…
ઝાટકાભેર પગ પાછો ખેંચાયો…
હાથમાંથી સવારનાં પેપર છટકી ગયાં…
…ઊભી ખીલી ઘૂસી ગઈ કે શું?
જોયું તો
એક મંકોડો !
એનો ડંખ વધુ ઊંડે ઉતરી જાય એ પહેલાં જ
ઝડપી ને જોરદાર ઝાપટ મારીને
એને દૂર ફગાવી દીધો.
મોઢાની ચીસ અટકી તો પગની ચાલુ !
લોહી પણ નીકળી આવ્યું.
‘ખતમ કરી નાંખ એને’-
-મારી ત્રાડના દોરડે બંધાયેલ
અને હજી આ દૃશ્ય પચાવવા મથતા
મારા નાના-અમથા દીકરાએ
ચંપલ ઊપાડી
અને પેલા મંકોડાને
એકવાર, બે વાર, ત્રણવાર- બરોબર ચગદી નાંખ્યો.
હજી એનો ડંખ ચટકા ભરતો હતો પગમાં….
…એના માટે તો એ ડંખ
માથે પડી રહેલા વિશાળકાય પગ સામેની
આત્મરક્ષાની કોશિશ હતી કદાચ…!
લોહીના કાળા લિસોટાને જોઈને
મારા દીકરાએ પૂછ્યું-
‘પપ્પા, બહુ ડંખીલો હતો?’
‘કોણ બેટા?’

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૭-૨૦૦૭)

28 comments

 1. vijay shah’s avatar

  માણસ જ તો વળી…
  એવો ડંખીલો કે થૉડા દર્દ સામે આખો જાન લઈ લીધો

 2. Rajendra Trivedi, M.D.’s avatar

  PAIN AND SUFFERING ,
  LIFE AND DEATH……
  ALL GOES HAND IN HAND.

 3. Bimal’s avatar

  સરસ………સર………….

 4. Pinki’s avatar

  અને આ ડંખ જે દિલમાં વાગ્યો મંકોડા મારવાનો તેનું શું
  તે ડ્ંખનું હળાહળ ઝેર રગરગમાં વ્યાપી ગયું ને !!

  આત્મગ્લાનિ પરપીડનની આત્મપીડન બની ગઈ……..??

  વિવેકભાઈ ,
  એ મંકોડાનો મોક્ષ થઈ ગયો ……… આપના પાદપ્રહારે !!
  એમ જ માનો …..!!

 5. nilamhdoshi’s avatar

  અછાંદસ પણ સારું લખી શકો છો..એનો પુરાવો આપ્યો ?

  મંકોડાનો તો સ્વભાવ જ છે ડંખ મારવાનો..એ એની પ્રકૃતિ છે. પણ માનવી ની પ્રકૃતિ…….?
  જેને ઇશ્વરે વિચારવા માટે મગજ આપ્યું છે..એ પણ ….?

 6. Piyush S. Shah’s avatar

  Very good articulation of human nature…

 7. Mayur Bhatt’s avatar

  “મંકોડાનો તો સ્વભાવ જ છે ડંખ મારવાનો..એ એની પ્રકૃતિ છે. પણ માનવી ની પ્રકૃતિ…….?”
  સાચે જ … મંકોડો તો સ્વબચાવ માટે કરડ્યો હસે … પણ માણસે તો જીવ લીધો …

 8. વિવેક’s avatar

  મંકોડાનો સ્વભાવ તો છે જ ડંખ મારવાનો- આ વાક્ય મારી દૃષ્ટિએ યોગ્ય નથી. આ દુનિયામાં મનુષ્ય સિવાય કોઈ પ્રાણી કારણ વિના હુમલો કરતું નથી.

 9. Vishwadeep’s avatar

  નાનપણમાં સાંભળેલ વાર્તા યાદ આવી જાય છે.. અપસુકનિયાળ કોણ્ ? ખરો ડંખીલો કોણ્?

 10. pragnaju’s avatar

  એક બાજુ કણ કણમાં સૌદર્ય જોવામાં પડ્યા અને અમને અગિયાર વર્ષે મંકોડો ડંખ્યો! આખું અછાંદસ માણ્યા બાદ-‘કોણ, બેટા?’ વાંચતા જ સહજતાથી વિચારવાની વાત પર આફ્રીન. આદરણિય, અહીંસા પચાવનાર રવિશંકર મહારાજ યાદ આવ્યાં. રીએકશનવાળો સ્વભાવ સુધારવા
  તેમણે ઘરડે ઘડપણ લાકડી છોડી હતી!
  બીજી બાજુ ધીરે રહીને હું મંકોડાને હટાવવા ગઈ તો ગુલોટીનની જેમ -ધડ મારા હાથમાં અને માથું પગનાં અંગુઠા પર-!મારી પૌત્રી નેહાનો એકસીડન્ટ, જેમાં તેનું માથુ બસનાં વ્હીલમાં અને ધડ કાદવમાં તડફડે તે યાદ આવ્યું!…શું સત્ય? દાદા ધર્માધિકારીની વિચાર ક્રાંતીમાં પણ ઉતર ન જડ્યો!…માણ્યું,અનુભવ્યું

 11. ramesh shah’s avatar

  આફ્રિન આફ્રિન..simply superb

 12. Niraj’s avatar

  ખૂબ સરસ..

 13. Raeesh Maniar’s avatar

  કાવ્ય ગમ્યુ. વિચારની દ્રષ્ટિએ કોઈ સૂચન નથી પણ સંરચનાની દ્રષ્ટિએ વિચારતાં એવું સૂઝે કે કાવ્યનાયક જ મન્કોડાને મારે અને દિકરો પૂછે, ડંખીલો હતો?..ત્યારે મન્કોડાની લાશ અને પગની શમી ગયેલી પીડા અનુભવી કાવ્યનાયકને વિચાર આવે, કોણ?.. તો વધુ અસરકારક ન લાગે?..જો કે આ મારો અંગત મત છે.

 14. pratima.ashok.shah’s avatar

  ખઊબજ સરસ. સર.

 15. Bhavna Shukla’s avatar

  રઇશભાઇ વાત એ દ્રષ્ટિકોણ થી સાચી હોય શકે કારણ કે “કોણ બેટા” નો સવાલ એક તમે કહ્યા પ્રમાણે “નાના અમથા દીકરા” તરફ જવાબ ભરેલી આંગળી લઇ જાય તે જરાક (આમ તો ઘણુ) કઠી ગયુ. પુત્ર જ્યારે મંકોડા ને મારી રહ્યો હશે ત્યારે ડંખ કરતા પિતા પ્રેમ નુ, પરોપકારના ભાવ પલ્લુ ઘણુ વધુ ભારે હશે. નાનુ બાળક ક્યારેક પરપીડનની સાવ પાતળી રેખા ન ઓળખી શકે તેવુ બને. (ફરી રઈશભાઇની જેમ જ આ મારો અંગત મત છે. એમનુ સુચન પણ યોગ્ય છે)

  ઓકે ઓકે… સો……રી……
  અહિ ફરી કાવ્ય વાચ્યુ અને જ્યારે આ વાચ્યુ ‘ખતમ કરી નાંખ એને’
  અને ફરી વિચાર્યુ..
  અરે… બાળક ને કોઇ દોષ નથી આમા.. એતો બિચારુ પિતાની ડંખીલી વૃત્તિથી provoked છે.
  ખરેખર નવી જ ભુલ ભુલૈયા જેવુ રહ્યુ કાવ્ય. ઉપર લખેલા સંશયને ઝડમૂળ થી ખતમ કરવા ચાલો એક કપ ચા પી લઉ. (કાવ્ય ને પુર્ણ રીતે માણતા માણત જ.)

 16. shashikant Patel’s avatar

  કહેવુ પડે વ…. વ ……વા ……. વાઊ……………..

 17. radhika’s avatar

  ઘણા સમય બાદ ખરા અર્થમા ….. વાઊ ખુબજ સરસ શબ્દો સર્યા છે….
  ખુબ જ સરસ સમ્પાદન કર્યુ છે ….. આખી વાર્તા જાણે નજર સામે જ ભજ્વાઈ રહી એમ લાગ્યુ….

 18. Chirag Patel’s avatar

  સાચે જ! માણાસ જ વધુ ડંખીલો છે!

 19. અતુલ જાની (આગંતુક)’s avatar

  એકે ડંખ દિધો – એકે જીવ લિધો

  જીવ લેતા તો લિધો પણ એનો ડંખ જીવનભર રહી ગયો.

  મકોડાનો ડંખ તો ઘડીભર રહ્યો, પણ પોતાનાથી થઈ ગયેલા દૂષ્કૃત્યનો ડંખ તો કેમે કરીને જતો નથી.

  જેના હ્રદયમાં ડંખ છે તે ડંખીલો નથી.

 20. સુનીલ શાહ’s avatar

  વાહ ભાઈ..ગમ્યું.

 21. pankaj’s avatar

  સુનિલક્વિત

 22. manvant’s avatar

  ડઁખ મારનારે માર્યો ;
  ડઁખ મારનારાને માર્યો !તાત્વિકપણે સૌનો ઉદ્ધાર !
  ભલુઁ થયુઁ ભાઁગી જઁજાળ,સુખે ભજીશુઁ શ્રી ગોપાળ !!

 23. digisha sheth parekh’s avatar

  વિવેકભાઈ તમારા જેવા મહાનુભાવ મારા બ્લોગની વિઝીટ કરે એ મારા માટે મોટી વાત છે..

  આભાર સહ,
  દિગીશા શેઠ પારેખ.

 24. Chetan Chandulal Framewala’s avatar

  ચેતન, જમાનો એવો આવ્યો,
  બીચારા નાગને,
  માનવી ના ઝેર નું મારણ પામવા,
  છેક હોસ્પિટલ સુધી જાવું પડ્યું….

  જય ગુર્જરી,
  ચેતન ચંદુલાલ ફ્રેમવાલા

 25. Bhavesh Joshi’s avatar

  Very Good!

  What a Good observation and sensability.

  Very Nice.

 26. Kalpana Patel’s avatar

  HI

  really fantastic. NO words to say. You have told in very simple way that humanbeing is so mean.

 27. Rina’s avatar

  awesome expression…

Comments are now closed.