
(આ નદી… ….બેતાબ વેલી, પહલગામ, ૧૦-૦૫-૧૨)
*
જીવનનો કક્કો ને બારાખડી સમજાય તો સમજાય,
ખરેખર કોણ છે સાચો ધણી, સમજાય તો સમજાય.
હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે,
છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.
બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,
સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.
પડી ગઈ છે તિરાડો સ્વસ્થતામાં કેટલી તો પણ,
તરસ સ્મરણોની વાદળને કદી સમજાય તો સમજાય.
હવાની આવ-જા મારી જ માફક મૌન થઈ ગઈ છે,
હવે એને આ મારી ચૂપકી સમજાય તો સમજાય.
સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે,
આ ઘટના સત્ય છે કે ભ્રમ હતી, સમજાય તો સમજાય.
તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે,
પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય.
સ્મરણનો નિર્દયી પથરો મને એકધારું કચડે છે,
ને પથરાના નયન ભીનાં જરી ? સમજાય તો સમજાય…
ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.
-વિવેક મનહર ટેલર
(મે, ૨૦૧૨)
*
-
જીવનનો કક્કો ને બારાખડી સમજાય તો સમજાય,
ખરેખર કોણ છે સાચો ધણી, સમજાય તો સમજાય.બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,
સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.વાહ…..
-
સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે,
આ ઘટના સત્ય છે કે ભ્રમ હતી, સમજાય તો સમજાય.દીલંમાં આ પ્ંક્તિઓએ અસર કરી પણ જ્ઞાનથી કદાચ બરાબર ન સમજાઈ.
અધ્યાત્મની ઊંચાઈની વાત છે? -
વાહ! સરસ ઃ સમજાય તો સમજાય!
-
પડી ગઈ છે તિરાડો સ્વસ્થતામાં કેટલી તો પણ,
તરસ સ્મરણોની વાદળને કદી સમજાય તો સમજાય.વાહ્.. સુન્દર સમજની મિમન્સા.
-
વાહ !!!
તરસ સ્મરણૉનિ જતિ નથિ,નથિ સમજાતિ.કોઇ ઉપાય સમજાય તો સમજાય્. -
સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે,
આ ઘટના સત્ય છે કે ભ્રમ હતી, સમજાય તો સમજાય.ક્યા બાત હૈ
-
અદભુત કવેતા
-
વાહ
શું મક્તા છે!
ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
આ તો અમારી અનુભવવાણી!!
જેનો અર્થ હજુ પણ નથી સમજાયો તે કાવ્ય…
કાવ્યમા ગુપ્ત આક્ષેપ કર્યાં છે.આ આક્ષેપ સમજાશે નહિ. અર્થભાવ લેશ માત્ર ન સમજાય, એમાં જ કાવ્યનું સૌંદર્ય છે. કેમકે સમજાય તેવી કવિતા તો બધા રચી શકે. પણ આ આક્ષેપ સમજાય એ તો ઉદ્દેશ છે, તે જોઈ જુઓ.
ભુજંગી
અહો દેડકા! સત્વરં ઉત્પતંત,
કર અશ્મવૃષ્ટિ યુવા પારસીક;
ન સ્પર્શે પ્રહારો તને લેશ માત્ર,
સુધારાથી નૈપુણ્ય નૈપુણ્ય સારકવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય
-
Dear Vivekbhai,
You are getting better and better ! Your similarities and metaphors are becoming novel and innovative ! I have seen these in your poems over the years! With best wishes for further evolution of your poetry. Wth best wishes for a bright future,
Dinesh O. Shah, Gainesville, Florida, USA
-
વાહ, વાહ!! ક્યા બાત હૈ !
-
એક લાંબા સમય બાદ ફરી તને આજે વાંચવાનું થયું…. જાણે રોજિંદા જીવનમાં ફરી પ્રવેશી. આ ગઝલના તારા દરેક વિચાર શેર ગમ્યા… ફક્ત વાંચીને ક્યાંયથી તરત આગળ ન વધી શકાય એવા નક્કર જમીન સાથેના….
જીવનની બારાખડીની વાત કે પછી જિંદગી પૂરી થઈ ગયાની વાત….. કશું સમજાશે ખરું એવા વિચારોની અસ્વસ્થતા અનુભવતી હતી એ જ વાત તેં કરી …હવાની આવ-જા મારી જ માફક મૌન થઈ ગઈ છે,
કે પછી …
સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે, ….
અદ્ભુતાકૃતિ કહી શકાય એમ માનું છું ….છતાંય જ્યાં વધુ વાર રોકાઈ તે આ –
પડી ગઈ છે તિરાડો સ્વસ્થતામાં કેટલી તો પણ,
તરસ સ્મરણોની વાદળને કદી સમજાય તો સમજાય. -
અતિ સુન્દર
-
ખૂબ સુંદર ગઝલ!
સુધીર પટેલ. -
બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,
સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.સુંદર રચના દિલને ટચ લાઈન…૯
-
Nice one..
-
આખિ રચના દિલ ને સ્પર્શિ ગય!!!!!


26 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/1881/trackback