સમજાય તો સમજાય…


(આ નદી…                     ….બેતાબ વેલી, પહલગામ, ૧૦-૦૫-૧૨)

*

જીવનનો કક્કો ને બારાખડી સમજાય તો સમજાય,
ખરેખર કોણ છે સાચો ધણી, સમજાય તો સમજાય.

હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે,
છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.

બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,
સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.

પડી ગઈ છે તિરાડો સ્વસ્થતામાં કેટલી તો પણ,
તરસ સ્મરણોની વાદળને કદી સમજાય તો સમજાય.

હવાની આવ-જા મારી જ માફક મૌન થઈ ગઈ છે,
હવે એને આ મારી ચૂપકી સમજાય તો સમજાય.

સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે,
આ ઘટના સત્ય છે કે ભ્રમ હતી, સમજાય તો સમજાય.

તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે,
પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય.

સ્મરણનો નિર્દયી પથરો મને એકધારું કચડે છે,
ને પથરાના નયન ભીનાં જરી ? સમજાય તો સમજાય…

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.

-વિવેક મનહર ટેલર
(મે, ૨૦૧૨)

*


(તરસ…                                 …નગીન લેક, શ્રીનગર, ૧૧-૦૫-૧૨)

 1. Rina’s avatar

  જીવનનો કક્કો ને બારાખડી સમજાય તો સમજાય,
  ખરેખર કોણ છે સાચો ધણી, સમજાય તો સમજાય.

  બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,
  સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.

  ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
  કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.

  વાહ…..

  Reply

 2. Jayesh’s avatar

  સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે,
  આ ઘટના સત્ય છે કે ભ્રમ હતી, સમજાય તો સમજાય.

  દીલંમાં આ પ્ંક્તિઓએ અસર કરી પણ જ્ઞાનથી કદાચ બરાબર ન સમજાઈ.
  અધ્યાત્મની ઊંચાઈની વાત છે?

  Reply

 3. Jayshree’s avatar

  હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે,
  છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.

  તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે,
  પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય.

  વાહ…

  Reply

 4. મુકુન્દ દેસાઇ ''મદદ''’s avatar

  વાહ! સરસ ઃ સમજાય તો સમજાય!

  Reply

 5. kirtkant purohit’s avatar

  પડી ગઈ છે તિરાડો સ્વસ્થતામાં કેટલી તો પણ,
  તરસ સ્મરણોની વાદળને કદી સમજાય તો સમજાય.

  વાહ્.. સુન્દર સમજની મિમન્સા.

  Reply

 6. અનિલ’s avatar

  અતિ સુંદર .

  Reply

 7. Darshana bhatt’s avatar

  વાહ !!!
  તરસ સ્મરણૉનિ જતિ નથિ,નથિ સમજાતિ.કોઇ ઉપાય સમજાય તો સમજાય્.

  Reply

 8. sweety’s avatar

  સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે,
  આ ઘટના સત્ય છે કે ભ્રમ હતી, સમજાય તો સમજાય.

  ક્યા બાત હૈ

  Reply

 9. Rekha shukla(Chicago)’s avatar

  સ્મરણનો નિર્દયી પથરો મને એકધારું કચડે છે,
  ને પથરાના નયન ભીનાં જરી ? સમજાય તો સમજાય…

  અત્યંત સુન્દર…! ભાવિક મનની ઘુટન સમજાય તો સમજાય..!!

  Reply

 10. rakesh’s avatar

  અદભુત કવેતા

  Reply

 11. Pancham Shukla’s avatar

  સરસ ગઝલ. બધા જ શેર ગમી જાય એવા છે.

  “કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય.” – વાહ.

  ફોટો પણ ખૂબ સુંદર. શિંગોડા ખાવાનું મન થઈ જાય એવા સ્વરૂપે ‘તરસ’ના ગરનું પ્રકટીકરણ ઝિલાયું છે.

  Reply

 12. pragnaju’s avatar

  વાહ
  શું મક્તા છે!
  ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
  આ તો અમારી અનુભવવાણી!!
  જેનો અર્થ હજુ પણ નથી સમજાયો તે કાવ્ય…
  કાવ્યમા ગુપ્ત આક્ષેપ કર્યાં છે.આ આક્ષેપ સમજાશે નહિ. અર્થભાવ લેશ માત્ર ન સમજાય, એમાં જ કાવ્યનું સૌંદર્ય છે. કેમકે સમજાય તેવી કવિતા તો બધા રચી શકે. પણ આ આક્ષેપ સમજાય એ તો ઉદ્દેશ છે, તે જોઈ જુઓ.
  ભુજંગી
  અહો દેડકા! સત્વરં ઉત્પતંત,
  કર અશ્મવૃષ્ટિ યુવા પારસીક;
  ન સ્પર્શે પ્રહારો તને લેશ માત્ર,
  સુધારાથી નૈપુણ્ય નૈપુણ્ય સાર

  કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય

  Reply

 13. Heena Parekh’s avatar

  હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે,
  છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.

  બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,
  સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.

  તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે,
  પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય….આ ત્રણે શેર બહુ ગમ્યા.

  Reply

 14. Atul Jani (Agantuk)’s avatar

  જીવનનો કક્કો ને બારાખડી સમજાય તો સમજાય,
  ખરેખર કોણ છે સાચો ધણી, સમજાય તો સમજાય.

  ઈશાવાસ્યં ઈદં સર્વં
  યત્કિંચિત જગત્યાં જગત
  તેન ત્યક્તેન ભુંજિથા

  હું તો આ ગઝલને ઉપનિષદીય ગઝલ કહીશ.

  Reply

 15. Dr. D. O. Shah’s avatar

  Dear Vivekbhai,

  You are getting better and better ! Your similarities and metaphors are becoming novel and innovative ! I have seen these in your poems over the years! With best wishes for further evolution of your poetry. Wth best wishes for a bright future,

  Dinesh O. Shah, Gainesville, Florida, USA

  Reply

 16. Kamlesh’s avatar

  વાહ, વાહ!! ક્યા બાત હૈ !

  Reply

 17. મીના છેડા’s avatar

  એક લાંબા સમય બાદ ફરી તને આજે વાંચવાનું થયું…. જાણે રોજિંદા જીવનમાં ફરી પ્રવેશી. આ ગઝલના તારા દરેક વિચાર શેર ગમ્યા… ફક્ત વાંચીને ક્યાંયથી તરત આગળ ન વધી શકાય એવા નક્કર જમીન સાથેના….
  જીવનની બારાખડીની વાત કે પછી જિંદગી પૂરી થઈ ગયાની વાત….. કશું સમજાશે ખરું એવા વિચારોની અસ્વસ્થતા અનુભવતી હતી એ જ વાત તેં કરી …

  હવાની આવ-જા મારી જ માફક મૌન થઈ ગઈ છે,
  કે પછી …
  સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે, ….
  અદ્ભુતાકૃતિ કહી શકાય એમ માનું છું ….

  છતાંય જ્યાં વધુ વાર રોકાઈ તે આ –

  પડી ગઈ છે તિરાડો સ્વસ્થતામાં કેટલી તો પણ,
  તરસ સ્મરણોની વાદળને કદી સમજાય તો સમજાય.

  Reply

 18. bhavesh doshi’s avatar

  અતિ સુન્દર

  Reply

 19. sapana’s avatar

  વાહ વિવેકભાઈ મસ્ત ગઝલ બની….દિલની વાત સમજાય તેને સમજાય….
  સ્મરણનો નિર્દયી પથરો મને એકધારું કચડે છે,
  ને પથરાના નયન ભીનાં જરી ? સમજાય તો સમજાય વાહ

  Reply

 20. Anil Chavda’s avatar

  હજારો જિંદગી પૂરી થઈ, પૂરી થતી રહેશે,
  છતાં પણ માનવીને માનવી સમજાય તો સમજાય.

  બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,
  સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.

  આખી ગઝલ સરસ થઈ છે વિવેકભાઈ…

  Reply

 21. સુનીલ શાહ’s avatar

  સમજાય તો સમજાયની શક્યતાઓ વચ્ચે નિખરેલી ગઝલ સમજાઈ ગઈ…રદીફ છેક સુધી અર્થસભર રહ્યો છે. સુંદર ગઝલ…

  Reply

 22. Sudhir Patel’s avatar

  ખૂબ સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

  Reply

 23. Ashok vavadiya’s avatar

  બધું ત્યાગી દઈને જાતને પણ ખોઈ દેવાનું,
  સમંદરને કદાચિત્ આ નદી સમજાય તો સમજાય.

  સુંદર રચના દિલને ટચ લાઈન…૯

  Reply

 24. Anand’s avatar

  Nice one..

  Reply

 25. PRAGNYA’s avatar

  આખિ રચના દિલ ને સ્પર્શિ ગય!!!!!

  Reply

 26. urvashi parekh.’s avatar

  સરસ રચના.

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *