સામાન્ય રીતે વાત એવી બનતી હોય છે કે કોઈ કાગળ પર તમારી કવિતાનું તમે સરસ મજાનું કૉમ્પ્યુટર પ્રિન્ટ-આઉટ કાઢીને ટપાલ-ટિકિટનો ખર્ચો કરીને કોઈ સામયિકના તંત્રીને મોકલો (સાથે પૈસા ખર્ચીને પોતાના સરનામાવાળું પૉસ્ટકાર્ડ પણ ખરું જ સ્તો!) અને થોડા વખત પછી તકિયાકલામ જેવી બે લીટીમાં ‘સાભાર પરત’નો સંદેશો તમને મળે. પણ કોઈકવાર આનાથી સાવ વિપરીત થાય તો?
રવિવારની એક સવારે મુંબઈથી પ્રિય સખી મીના છેડાનો ફૉન આવ્યો કે તરત જ કૉફીની વરાળ સમી સવાર ખુશનુમા બની ગઈ. ‘અભિનંદન, અલ્યા ! તારી કવિતા તો ‘મુંબઈ સમાચાર’ની રવિવારીય પૂર્તિના પહેલા પાના પર આવી છે…’
‘પણ ત્યાં કેવી રીતે?’ નો પ્રશ્ન જેવો ઊગ્યો એવો જ આથમી પણ ગયો. ‘મહેફિલે-ખાસ’ વિભાગમાં મુકુલ ચોક્સીની ‘લયસ્તરો‘ પર સૌપ્રથમવાર પ્રગટ થયેલી અક્ષુણ્ણ ગઝલની સાથે મારી વેબ-સાઈટ પર પ્રગટ થયેલું આ ગીત… મારી બંને વેબ-સાઈટના કોઈ રસિક મિત્રે અમારા બંનેની કૃતિઓ ‘મુંબઈ સમાચાર’ને મોકલી આપી હશે… ‘સાભાર-પરત’ના કાગળિયાઓના વરસાદની વચ્ચે સાવ આમ અચાનક કોઈ કવિતા જ્યાં કદી મોકલી નથી, કે મોકલવાનું વિચાર્યું નથી ત્યાં વીજળીની માફક ચમકી આવે તો કેવો આનંદનો પ્રકાશ છવાઈ જાય ! બસ, એ ક્ષણાર્ધના અજવાળામાં આપ સૌનો પણ ફોટો પાડી લેવાની ઈચ્છા થઈ એટલે અગાઉથી જ આભાર માની લઈને આ આજની પૉસ્ટ…
25 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/188/trackback/
October 6, 2007 at 12:03 pm
Himanshu Parbhubhai Mistry
અભિનંદન વિવેકભાઈ..
તમારી આ નાનકડી પૉસ્ટ વાંચી … ગમ્યું
અણધારી રીતે આવું બને તો આનંદ જ આનંદ ..
અહીં ચેન્નાઇમાં પણ હમણાં વરસાદી વાતાવરણ છે.. તેવામાં કાગળની હોડી જોઈને બાળપણ યાદ આવી ગયું….
લિ.
હિમાંશુ પરભુભાઈ મિસ્ત્રી
ચેન્નાઈ, તામિલનાડુ.
October 6, 2007 at 12:46 pm
કેતન શાહ
ખુબ ખુબ અભિનંદન વિવેકભાઈ..
કેતન શાહ
October 6, 2007 at 12:52 pm
bhogi gondalia
congratuations and best wishes ..
October 6, 2007 at 1:27 pm
સુનીલ શાહ
વધુ એક અભિનંદન સ્વીકારજો. તમારી અહીં મૂકેલી ગઝલોનો સરવાળો ૯૯ થયો છે, સદી ક્યારે પૂરી થાય તેની ત્રણેક અઠવાડિયાથી રાહ જોઉં છું, પણ વચ્ચે ૨૦–૨૦ ઓવરોની મેચ આવી ગઈ, ને આજે પાછી જૂની મેચ બતાવી.ચાલો, વધુ એક અઠવાડિયું રાહ જોઈએ, કદાચ તમારામાં રામ વસે ને મારી આતુરતાનો અંત આવે..!
October 6, 2007 at 5:51 pm
હેમંત પુણેકર
અભિનંદન વિવેકભાઈ!!
October 6, 2007 at 6:44 pm
Radhika
ખુબ અભિનંદન વિવેકભાઈ..
અને આવી અણધારી ખુશી તમને સદાય સાપડતી રહે……
ઈશ્વર ને એ જ પ્રાર્થના….
October 6, 2007 at 9:04 pm
જનક ટરમટા
અ..ભિ..નં..દ..ન…
October 6, 2007 at 9:15 pm
Shefali
gr8 , Nice Creation.
October 6, 2007 at 9:19 pm
vishwadeep
પ્રિય વિવેક,
મારા હાર્દિક અભિનંદન.
October 6, 2007 at 10:10 pm
vijay jani
વિવેક્ભૈ,
મજા આવિ ને અભિનન્દન કે તમે કૈ ને કૈ નવુ આપ્તા રહો સદાય તેવિ આશા ને પહેલિ વાર ગુજરાતિ લખવા નિ મજા બદાલ પન્.
વિજય્
October 7, 2007 at 1:38 am
pragnaju
વિવેકની નીખાલસ વાતો-
જેમા આપણી કોઈ કૃતિ મોકલીએ અને બેરહેમી
રીતે સાભાર પરત થતી કૃતિઓની વાત
સાથે સાનંદ નવુ બને તે વાત -
જાણી આનંદ થયો.
હવે તો આ બધું જાણી—લાગે છે-
બગીચા-એ-અત્ફાલ હૈ દુનિયા મેરે આગે
હોતા હૈ શબે રોઝ તમાશા મેરે આગે
હવે આટલા મોટા ગજાનાને,
આવી નાની વાતમાં મોટા મોટા શબ્દોથી
દાદ નથી આપવી
October 7, 2007 at 4:43 am
ketan dave
ાભિનન્દન - તમારિ ગઝલ બહુજ સરસ - I still need to learn how to write using these fonts - could not complete it and did not want mess the message - but very nice - lage raho vivekbhai - this has been a very pleasent find for me - wish you all the best - lo and behold it has started raining here in Houston as I write this to you on a saturday afternoon.
Ketan Dave
October 7, 2007 at 10:13 am
Hiral Thaker 'Vasantiful'
Congratulations ….!
October 7, 2007 at 10:21 am
rajesh mavadia
અભિનંદન વિવેકભાઈ
October 7, 2007 at 2:36 pm
Pinki
“પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.” (’થઈ ગઈ !!’)
અભિનંદન, વિવેકભાઈ………..
October 7, 2007 at 4:28 pm
vinod gundarwala
એક બાર વકત સે લમહા ગિરા કહિ
વહા દાસતા મિલિ લમહા યહી કહિ
યે વો લમહા હૈ જૉ આપને પાયા હૈ
Congratulations Dr. Vivekbhai,
Swanso ne kinare ame tamari naav ma betha,
Uper Aabh ane Niche Pani per betha,
Fari ne joyu to tame Jojno Dur betha hata.
October 8, 2007 at 1:26 am
manish
જોને અલ્યા વિવેક, તારી હોડી તો તરતી તરતી મુંબઈ પહોંચી ગઈ!
અમને પણ એકાદ સહેલગાહ કરાવજે.
October 8, 2007 at 4:55 am
devika dhruva
ખુબ ખુબ અભિનંદન,વિવેક..
October 9, 2007 at 6:52 pm
Bhavna Shukla
Many many congratulations for this. I felt really happy when I read that your poem published on first page. It is a proude for all Gujarati.
You are genius. You are the best. God may bless lots of prosperous poems in this rainy season.
With warm regards,
October 10, 2007 at 1:46 pm
Chetan Chandulal Framewala
અભિનંદન,
મુંબઈમાં આવેલ પાછોતરા વરસાદ સાથે આ ગીત માણવાની ખુબ મજા પડી…
મુંબઈમાં ભલે રૂબરૂ નથી આવતાં પણ છાપાઓમાં આવતા રહેજો..
જય ગુર્જરી,
ચેતન ચંદુલાલ ફ્રેમવાલા
October 10, 2007 at 6:30 pm
Neela
હું નાની હતી ત્યારની એક કવિતા યાદ આવી
ચાલો ને રમીએ હોડી હોડી
આગળનાં શબ્દો યાદ નથી આવતા.
મુંબઈમાં રહીને મારે ત્યાં મુંબઈ સમાચાર નથી આવતું.
વિવેક
અભિનંદન
October 10, 2007 at 7:18 pm
વિવેક
નીલાબેન,
“ચાલોને રમીએ હોડી હોડી” ગીત પિનાકીન ત્રિવેદીનું છે, જે આપ મારી પ્રિય મિત્ર એસ.વી.ના બ્લૉગ પર અહીં માણી શક્શો:
http://www.forsv.com/guju/?p=216
October 11, 2007 at 4:41 pm
વિનય ખત્રી
અભિનંદન!
October 12, 2007 at 5:22 am
સિદ્ધાર્થ શાહ
અભિનંદન,
ખરેખર કવિતા વાંચતા સાથે જ ગમી ગઈ.
આશા રાખીએ કે તમે આવી જ રીતે સર્જન કાર્ય ચાલુ રાખો.
સિદ્ધાર્થ
October 18, 2007 at 6:55 pm
વિવેક
શુભેચ્છા પાઠવનાર તમામ મિત્રોનો દિલથી આભાર… આપની શુભેચ્છાના આ શબ્દો જ શ્વાસ છે મારા…