શાની ઠોકર લાગી છે પરબારી?


(પાનખર પણ વૃક્ષને પરણે કદીક…      …રણથંભોરના કિલ્લામાં, ૦૩-૧૨-૨૦૦૬)

આડી ફૂટી જો એક ડાળી તો એમાં શાને મૂળિયાંના પગ થયાં ભારી?
શાની ઠોકર લાગી છે પરબારી?

લઈને એકાંત મારું બેસી રહું છું હું,
તારા ભાગે છે ઈંતેજારી;
ફાંસ મને વાગી તો વાગી ને તારા આખા
જીવતરથી દદડે છે લાલી,
ભારીખમ્મ મૌનના ટૌકાથી ભરવા મથું વૃક્ષોની એક-એક બારી,
શાની ઠોકર લાગી છે પરબારી?

એકાદા દાખલામાં ભૂલ પડી એટલામાં
ફાટી ગ્યાં જીવતરનાં પાનાં;
આંખે રોપ્યાં’તા સાથે રહેવાના ચશ્માં,
તો યે ઊગ્યા છે સપનાંઓ ઝાંખા…
લાગે છે નંબર જ કાઢવામાં આપણાથી ભૂલ થઈ ગઈ કોઈ ભારી,
શાની ઠોકર લાગી છે પરબારી?

મનના ને મતના જે ફર્ક પડે એને હું
ખંતથી લઉં છું રોજ વાઢી;
અણિયાળી તોય રોજ ઊગી આવે છે કેમ
આ તે વેદના છે કે મારી દાઢી?
ભવભવની વાત ક્યાંથી માંડું જ્યાં હોય ભારી એક જ ભવની આ ભાગીદારી?
શાની ઠોકર લાગી છે પરબારી?

-વિવેક મનહર ટેલર
(૨૬-૦૩-૨૦૦૭ – ૧૫-૦૯-૨૦૦૭)

23 thoughts on “શાની ઠોકર લાગી છે પરબારી?

 1. આંખે રોપ્યાં’તા સાથે રહેવાના ચશ્માં,
  તો યે ઊગ્યા છે સપનાંઓ ઝાંખા…
  લાગે છે નંબર જ કાઢવામાં આપણાથી ભૂલ થઈ ગઈ કોઈ ભારી,
  શાની ઠોકર લાગી છે પરબારી?

  અણિયાળી તોય રોજ ઊગી આવે છે કેમ
  આ તે વેદના છે કે મારી દાઢી?

  વાહ વિવેકભાઈ, બહુ જ સરસ. અત્યાર સુધીની તમારી બધીજ રચના મા મને આ સૌથી શ્રેષ્ઠ લાગી.

  કેતન શાહ

 2. મનના ને મતના જે ફર્ક પડે એને હું
  ખંતથી લઉં છું રોજ વાઢી;
  અણિયાળી તોય રોજ ઊગી આવે છે કેમ
  આ તે વેદના છે કે મારી દાઢી?
  ભવભવની વાત ક્યાંથી માંડું જ્યાં હોય ભારી એક જ ભવની આ ભાગીદારી?
  શાની ઠોકર લાગી છે પરબારી?

  saras

 3. અદભુત..! સુંદર મઝાના શબ્દો, એટલો જ સુંદર ભાવ. અભીનંદન

 4. મનના ને મતના જે ફર્ક પડે એને હું
  ખંતથી લઉં છું રોજ વાઢી;
  અણિયાળી તોય રોજ ઊગી આવે છે કેમ
  આ તે વેદના છે કે મારી દાઢી?
  ભવભવની વાત ક્યાંથી માંડું જ્યાં હોય ભારી એક જ ભવની આ ભાગીદારી?
  શાની ઠોકર લાગી છે પરબારી?
  ===================================

  ખુબજ સુંદર….

 5. કાવ્યસર્જનની હિમમોતી સરે તેવી રહસ્યમય
  અલૌકિક્તા અભિવ્યંજિત થાય છે.
  ગતિ પર બીનના તાર મંદ-મંદ સજાવી રહ્યા છે.
  સૃષ્ટિના આ પ્રસ્ફુટ અપાર પ્રકૃતિના હૈયામાંથી જાણે
  કોઈ અગમ વાણી ફૂટતી હોય-

  આડી ફૂટી જો એક ડાળી તો એમાં શાને
  મૂળિયાંના પગ થયાં ભારી?
  શાની ઠોકર લાગી છે પરબારી?

  કવિના અંતરમાં છાનીછપની કંઈક એવી જ ભીની-ભીની બાની નીતરી અર્હી છે,
  નીંગળી રહી છે…
  કાવ્યસર્જનના પિંડમાં કુદરતની રમણીયતાના ભણકારાઓ કેવી રીતે ભાગ ભજવે છે
  એનો અભૂતપૂર્વ અને તાદૃશ ચિતાર કવિએ પોતાને ઉદ્દેશીને એકાંત-ઈંતેજારી,
  એક જ ભૂલમાં ફાટી જતા જીવતરનાં પાનાના સૌના અનુભવ અહીં આપ્યો છે.

  લઈને એકાંત મારું બેસી રહું છું હું,
  તારા ભાગે છે ઈંતેજારી;
  ફાંસ મને વાગી તો વાગી ને તારા આખા
  જીવતરથી દદડે છે લાલી,
  ભારીખમ્મ મૌનના ટૌકાથી ભરવા મથું વૃક્ષોની એક-એક બારી,
  શાની ઠોકર લાગી છે પરબારી?

  એકાદા દાખલામાં ભૂલ પડી એટલામાં
  ફાટી ગ્યાં જીવતરનાં પાનાં;
  આંખે રોપ્યાં’તા સાથે રહેવાના ચશ્માં,
  તો યે ઊગ્યા છે સપનાંઓ ઝાંખા…
  લાગે છે નંબર જ કાઢવામાં આપણાથી ભૂલ થઈ ગઈ કોઈ ભારી,
  શાની ઠોકર લાગી છે પરબારી? અને છેલ્લે તો સૌનો અનુભવ કે-
  મનના ને મતના જે ફર્ક પડે એને હું
  ખંતથી લઉં છું રોજ વાઢી;
  તોય…

  અણિયાળી તોય રોજ ઊગી આવે છે કેમ
  આ તે વેદના છે કે મારી દાઢી?
  ભવભવની વાત ક્યાંથી માંડું જ્યાં હોય ભારી એક જ ભવની આ ભાગીદારી?
  શાની ઠોકર લાગી છે પરબારી?

  ખૂબ જ ભાવવાહી હ્રુદયસ્પર્શી રચના.

  અત્યારે ઉમાશંકર જોષિની એક વાત યાદ આવે છે.તેમને જ તેમની કવિતા તેમના અભ્યાસ દરમિયાન ભણવાની આવી ત્યારે પ્રોફેસર તેમની જગ્યાએ બેઠા અને તેમણે તેમના કાવ્યનું રસદર્શન કરાવ્યું.આજે વિવેકને જ કહેવાનું મન થાય છે કે મિત્ર, તું જ રસદર્શન કરાવ!

 6. અરે વાહ મજા આવી ગઈ દોસ્ત…
  ઘણા વખતે ગઝલની જગ્યાએ ગીત પેશ કર્યુ એ બહુ ગમ્યું…
  આમ પણ તારી ગઝલ જેવી રસાળ હોય છે એવું જ તારું ગીત પણ રસીલું હોય છે!

  છેલ્લા બે અંતરા તો ખૂબ જ મજેદાર લાગ્યા…
  (પણ અહીં ફરી પેસ્ટ કરીશ તો કોમેંટ લાંઆઆઆબી થઈ જશે…)

  “ભવભવની વાત ક્યાંથી માંડું જ્યાં હોય ભારી એક જ ભવની આ ભાગીદારી?” સ-રસ વાત…

  “અણિયાળી તોય રોજ ઊગી આવે છે કેમ
  આ તે વેદના છે કે મારી દાઢી?”

  વાહ… અને પાછી એ રોજ ઉગતી દાઢી(ને મૂંછ)નાં ખેતરમાં ઉડાઉડ કરતાં સફેદ બગલાં… બરાબર ને?!! 🙂

 7. Tell you the truth-I had more fun reading everybody’s very interesting comments-I learned a lot-

 8. Vivek – I am new to this forum – brilliant work – you made my sunday –

  To all,

  How could I post a comment in Gujrarati? – I feel left out that – trust you all understand.

  Thanks

  Ketan Dave

 9. મિત્રશ્રી કેતન દેવ,
  આ સાથે ગુજરાતીમાં લખવાની રીત બતાવી છે.
  તેમ લખી તેની કોપી કરી પેસ્ટ કરશો.
  You just go to their site and start typing in Guajrati.
  It is that simple !
  Vishal’s Gujrati Pad

 10. Thanks Vishal – I did not see any attachment or a web site’s name – am I missing anything? Please revert –

  Thanks again,

  Have a nice evening.

  Ketan Dave

 11. Vishal’s Gujrati Pad
  HIGHLIGHT
  COPY
  PASTE ON SEARCH
  &
  START GUJRATI TYPE
  AGAIN
  HIGHLIGHT
  COPY
  PASTE ON YOUR COMMENTS
  SUBMIT
  DONE

 12. આપનો નં 1 છે;નં ક્યાં શોધવા બેઠા મારા ભૈ ?
  ગીત બહુ જ ગમ્યું ……આભાર,અભિનંદન!

 13. ભાઇ વિવેકભાઇ,
  મારી એક બહૂ જૂની રચના ૫ણ કઇક આવાજ સૂરની હતી.
  …………………………………………………
  મારી કવિતાના પ્રાણ તમે તો હોય! છેકજ ન્યારા થઇ ગયા,
  સંબંધો બન્યા જ્યા સમંદર જેવા ને તુરત ખારા થઇ ગયા!!.
  ફરિયાદનો એક સૂર રેડ્યો ત્યાં સામા સાદ બેસુરા થઈ ગયા,
  વરસી વરસી ને એવા વરસ્યા કે શ્રાવણ જ અકારા થઈ ગયા.
  વિતી વેળાના ભેરુ સ્મરો તો મોકાટાણે અહૂરા થઇ ગયા,
  મધદરની તો વાતેય નોતી ને તોય કીનારા થઇ ગયા.
  કેડીએ દિધો ડગ ને વાલમ્ પેલી ઠેસે પોબારા થઇ ગયા!!
  સાવ પોતીકા તોય દીકરી જાત અમે સાપ ના ભારા થઈ ગયા.
  હવે આ મારગ આંખ ના મેલશો અમે પ્રભુ ને પ્યારા થઇ ગયા,
  આમ જુઓ ત્ કાંઇ નથ્ થ્યુ, અમારે દુઃખના નિવારા થઇ ગયા.

 14. અરરર !બેના ભાવનાબહેન ! ‘દીકરી તો સાપના ભારા !’
  આવું કહી કોઇની આંખોમાં આંસુ કેમ લાવ્યાં ?

 15. અરે….!!!!
  આ લો…. અને મલકી રહો ના તો કહેજો મને
  ………………………………………………………………………
  કઈક નડી છે જીંદગી ને આશીકી અમારી
  ને કઇક તમારી મજબુરીનો સાથ પણ હતો,
  ભર બજારે આંતર્યાતા ભૂલ થઇ તમને
  લો ને અહમ્ ની ગણતરીનો હાથ પણ હતો.

 16. મનના ને મતના જે ફર્ક પડે એને હું
  ખંતથી લઉં છું રોજ વાઢી;… એકાદા દાખલામાં ભૂલ પડી એટલામાં
  ફાટી ગ્યાં જીવતરનાં પાનાં; awesome lines…….

Comments are closed.