
(ફાટ ફાટ સોનું…. …ગરમાળો, એપ્રિલ, ૨૦૧૨)
*
ભર ઉનાળે
બળબળતી બપોરે
ખુલ્લી છાતીએ ઊભેલા ઝાડ સાથે
સૂરજ
પૂરજોશમાં બાખડ્યો
ને
અંતે
ફૂરચેફૂરચા
થઈ
ફાટી પડ્યો…
*
પીળો જ વરસાદ વરસાવે છે
બંને જણ છતાં પણ -
- જુએ છે રસ્તો,
એના માથા પર ઊગેલા
સૂરજ અને ગરમાળાને !
*
મૂંગીમંતર વાવે
જ્યાં
પગમાં
ગરમાળાના ઝાંઝર પહેર્યાં,
નવું જ સંગીત રેલાયું….
*
પીળોછમ્મ ગરમાળો
જોવાનું કોને ન ગમે?
સૂરજનો વાંક કાઢો મા…
એય બિચારો એટલે જ તપે છે !
*
ચાતક જેમ ચોમાસુ પીએ
એમ જ
ગરમાળો તડકાને…
*
બેદરકાર પાલવ
ને
બેશરમ યૌવન
ખિખિયાટા કરતું વાતાવરણ ભરી દે
તોય
ઘરાક સામે
બેફિકર જીભ કચડતી
ખુલ્લા હોઠે ઊભી રહેતી વેશ્યાની જેમ જ
ભરઉનાળે
ભરબપ્પોરે
ભરબજારે
ફાટી પડ્યો છે આ ગરમાળો!
ફાટીમૂઓ ક્યાંનો !
*
ઘેર ઘેર
ઊગી નીકળેલ
ટાઢાબોળ સૂરજથી
રોમ રોમ દાઝીને
બીજી તો શી દાઝ કાઢે
બિચારો
ગરમાળો? -
“ઘરમાં ‘રો !”
- વિવેક મનહર ટેલર
(એપ્રિલ, મે- ૨૦૧૨)
*
-
Awesome….cool reading in this killing heat:)
પીળો જ વરસાદ વરસાવે છે
બંને જણ છતાં પણ -
- જુએ છે રસ્તો,
એના માથા પર ઊગેલા
સૂરજ અને ગરમાળાને !
Beautiful -
સાતે કલ્પના સુંદર અજમાશ સાથેની…
એક સાથે બે પ્રતીકના ઉપયોગમાં નવી નવી કલ્પન સાથેની કલાત્મક શ્રેણી…
સરસ પ્રયાસ -
ખુબ જ સુન્દર વિવેકભાઈ
-
સરસ ‘મોનોઇમેજ’ કવિતાઆને વિષય પણ સામ્પ્રત.
-
ગરમાળો અને સુરજની જુગલબધી આનદમયી બની રહી……………
-
ઘેર ઘેર
ઊગી નીકળેલ
ટાઢાબોળ સૂરજથી
રોમ રોમ દાઝીને
બીજી તો શી દાઝ કાઢે
બિચારો
ગરમાળો? -
“ઘરમાં ‘રો !”
સુંદર પંક્તીઓ
‘ a mono-image poem depicting seven yellows of Garmaa…
અમારા ડોશી વૈદામા આ વૃક્ષ જોતાં જ ઠંડકનો અહેસાસ કરાવવાની સાથે બળબળતાં દિવસોમાં ત્વચા પર થતી ફોડલીઓ અને અળાઇઓ તેમજ યલો પિત્તનાં પ્રકોપથી થતાં ગેસ અને
અપચાને મટાડે છે.
યાદ
કાચનદીને પેલે કાંઠે કોઈ આપણી રાહ જુએ છે,
ચલ આંખમાં ભીનાશ, છાતીમાં ગરમાળા લઈને,
છાતીમાં ગરમાળા લઈને,છાતીમાં ગરમાળા લઈને, -
વાહ વાહ વાહ
-
સરસ લઘુ કાવ્યો
-
Very good blog please do visit this web magazine started by my brother Kiran Joshi http://www.hasataakshar.com/ and please give your opinion
-
સરસ રચનાને સલામ સાથે…
વાસંતી ગરમાળો – જાણે કુદરતનો કાંકરીચાળો !
સોનેરી ગરમાળો – જાણે છેલછબીલો છોગાળો !
ખીલેલો ગરમાળો – જાણે રુપ-જોબનનો ઠઠારો !
ઝુલંતો ગરમાળો – જાણે અડિયલ કો’ અટકચાળો !


16 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/1835/trackback