
(પીળાંછમ્મ સપનાંનો મોલ… …ગરમાળો, બારડોલી, ૧૪-૦૫-૨૦૧૦)
*
તું સૂરજના તડકા ન તોલ,
મારા જીવતરના ખેતરમાં ઊગી આવ્યો છે આજે સોનાનો મોલ અણમોલ.
ટ્રાફિકમાં ટ્રાફિક થઈ ચગદાઈ ગયેલ જીવ !
બે’ક ઘડી ઉપર તો જો;
હાથોને આંખોના લીલેરા મેલને
ઊગતી પીળાશ વડે ધો.
ડામરના જાળાં ને સિમેન્ટના જંગલની વચ્ચે પણ જીવું છું, બોલ !
તું સૂરજના તડકા ન તોલ.
આખ્ખા વરસને ખંખેરી નાંખીને
પહેરું હું નવી હળવાશ;
હું જીવું છું એટલું જ જોવા કે
એકાદી આંખોમાં થાય છે ને હાશ !
સૂરજની ભારીમાં ભારી થપાટે મારી ચામડીમાં ધ્રબકે છે ઢોલ.
તું સૂરજના તડકા ન તોલ.
-વિવેક મનહર ટેલર
(૦૮-૦૪-૨૦૧૨)
*
-
beautiful…..
-
ટ્રાફિકમાં ટ્રાફિક થઈ ચગદાઈ ગયેલ જીવ !
બે’ક ઘડી ઉપર તો જો;
હાથોને આંખોના લીલેરા મેલને
ઊગતી પીળાશ વડે ધો.
ડામરના જાળાં ને સિમેન્ટના જંગલની વચ્ચે પણ જીવું છું, બોલ !વાહ….. જનાબ.
-
આખ્ખા વરસને ખંખેરી નાંખીને
પહેરું હું નવી હળવાશ;
હું જીવું છું એટલું જ જોવા કે
એકાદી આંખોમાં થાય છે ને હાશ !
સૂરજની ભારીમાં ભારી થપાટે મારી ચામડીમાં ધ્રબકે છે ઢોલ.
તું સૂરજના તડકા ન તોલ.એકાદી આંખની ખુશી માટે જીવતરને હળવાશ બનાવી જીવી જવું …. સૂક્ષ્મ સંવેદના સાથે કામ કરવું એ જ અહીં વાહ! મેળવી જાય છે.
-
ફોટો જોતા રહ્યા,તો લાગ્યું કે
… આ તો અમારું બા’ડોલી !
કે પછી વિવેક પોતે જ છે!
અમારી અનુભૂતિ માણી ગયો
એકાદી આંખોમાં થાય છે ને હાશ !
સૂરજની ભારીમાં ભારી થપાટે મારી ચામડીમાં ધ્રબકે છે ઢોલ.
તું સૂરજના તડકા ન તોલ.
યાદ આવ્યો અમારે ત્યાં બનેલો પ્રસંગ
એકાએક અખાત્રીજના લગ્ન લેવાયા
માળીની દુકાને ફૂલ વેચાઇ ગયા હતા
લાજ રાખી ગુલમહોર અને ગરમાળાએ
આટલા વર્ષે પણ ફૉટામા તાજા તાજા!
……………………
લાગે ડોહીનો હન્નેપાતનો લવારો ?
તો પૂછો કવયિત્રી યામિનીનીની ને! -
કુદરતનુ કોઇ પન સ્વ્રુપ ” મનુશ્ય” ને અભિભુત કરે તે આનુ નામ!
-
ખુબ સરસ્.ાઆઋંઆઆલૉ એતલે આન્ખો ને ઉજાણી
-
આખ્ખા વરસને ખંખેરી નાંખીને
પહેરું હું નવી હળવાશ;
હું જીવું છું એટલું જ જોવા કે
એકાદી આંખોમાં થાય છે ને હાશ !
waah…. -
વિવેકભાઈ
અહીં મુંબઈમાં થોકબંધ (સોનું જ સોનું) ખીલેલા ગરમાળા જોઇને
મારી ચામડીમાં ધ્રબકે છે ઢોલ…….
સુંદર!દિનેશ
-
સરસ્…ગમ્યુ..
-
very very beautiful
-
આસ્વાદ્ય રચના..!
-
વાહ વાહ વાહ
-
ખુબ જ સરસ
-
સરસ ગીત…………..


31 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/1815/trackback