ગરમાળાનું ગીત


(પીળાંછમ્મ સપનાંનો મોલ…              …ગરમાળો, બારડોલી, ૧૪-૦૫-૨૦૧૦)

*

તું સૂરજના તડકા ન તોલ,
મારા જીવતરના ખેતરમાં ઊગી આવ્યો છે આજે સોનાનો મોલ અણમોલ.

ટ્રાફિકમાં ટ્રાફિક થઈ ચગદાઈ ગયેલ જીવ !
બે’ક ઘડી ઉપર તો જો;
હાથોને આંખોના લીલેરા મેલને
ઊગતી પીળાશ વડે ધો.
ડામરના જાળાં ને સિમેન્ટના જંગલની વચ્ચે પણ જીવું છું, બોલ !
તું સૂરજના તડકા ન તોલ.

આખ્ખા વરસને ખંખેરી નાંખીને
પહેરું હું નવી હળવાશ;
હું જીવું છું એટલું જ જોવા કે
એકાદી આંખોમાં થાય છે ને હાશ !
સૂરજની ભારીમાં ભારી થપાટે મારી ચામડીમાં ધ્રબકે છે ઢોલ.
તું સૂરજના તડકા ન તોલ.

-વિવેક મનહર ટેલર
(૦૮-૦૪-૨૦૧૨)

*


(આ ડાળ ડાળ જાણે કે તડકા વસંતના…    …ગરમાળો, બારડોલી, ૧૪-૦૫-૧૦)

31 thoughts on “ગરમાળાનું ગીત

 1. ટ્રાફિકમાં ટ્રાફિક થઈ ચગદાઈ ગયેલ જીવ !
  બે’ક ઘડી ઉપર તો જો;
  હાથોને આંખોના લીલેરા મેલને
  ઊગતી પીળાશ વડે ધો.
  ડામરના જાળાં ને સિમેન્ટના જંગલની વચ્ચે પણ જીવું છું, બોલ !

  વાહ….. જનાબ.

 2. આખ્ખા વરસને ખંખેરી નાંખીને
  પહેરું હું નવી હળવાશ;
  હું જીવું છું એટલું જ જોવા કે
  એકાદી આંખોમાં થાય છે ને હાશ !
  સૂરજની ભારીમાં ભારી થપાટે મારી ચામડીમાં ધ્રબકે છે ઢોલ.
  તું સૂરજના તડકા ન તોલ.

  એકાદી આંખની ખુશી માટે જીવતરને હળવાશ બનાવી જીવી જવું …. સૂક્ષ્મ સંવેદના સાથે કામ કરવું એ જ અહીં વાહ! મેળવી જાય છે.

 3. ફોટો જોતા રહ્યા,તો લાગ્યું કે
  … આ તો અમારું બા’ડોલી !
  કે પછી વિવેક પોતે જ છે!
  અમારી અનુભૂતિ માણી ગયો
  એકાદી આંખોમાં થાય છે ને હાશ !
  સૂરજની ભારીમાં ભારી થપાટે મારી ચામડીમાં ધ્રબકે છે ઢોલ.
  તું સૂરજના તડકા ન તોલ.
  યાદ આવ્યો અમારે ત્યાં બનેલો પ્રસંગ
  એકાએક અખાત્રીજના લગ્ન લેવાયા
  માળીની દુકાને ફૂલ વેચાઇ ગયા હતા
  લાજ રાખી ગુલમહોર અને ગરમાળાએ
  આટલા વર્ષે પણ ફૉટામા તાજા તાજા!
  ……………………
  લાગે ડોહીનો હન્નેપાતનો લવારો ?
  તો પૂછો કવયિત્રી યામિનીનીની ને!

 4. હું જીવું છું એટલું જ જોવા કે
  એકાદી આંખોમાં થાય છે ને હાશ !
  સૂરજની ભારીમાં ભારી થપાટે મારી ચામડીમાં ધ્રબકે છે ઢોલ.
  તું સૂરજના તડકા ન તોલ…!!

  ખુબ સુન્દર વિવેકભાઈ..!

 5. કુદરતનુ કોઇ પન સ્વ્રુપ ” મનુશ્ય” ને અભિભુત કરે તે આનુ નામ!

 6. Priya vivekbhai,Jayshreekrishna.aapno din ullaasmay ho. saras kavitaa.
  tamne khabar che ne hu pan bardolini chu…tamari kavitaa vachine mane maru gaam-bardoli bahu j yaad aavyu…!

 7. વાહ… વિવેકભાઈ…

  તમારા ગીતનો સાથ હંમેશા હુંફાળો…. ગરમાળો…

 8. સુંદર ગીત…!

  તમારા ગીત વાંચી વાંચી ને ગીત લખવાની ઇચ્છા થાય છે પણ આવડતું નથી!

 9. વિવેક્ભાઈઃ સરસ … “ડામ્મરના જાળા”નું કલ્પન ઘણું ગમ્યું!

 10. નાજુક અને હળવાફુલ ફુલો જીવતા થઈ હજારો માઈલ દુર લેપટોપ પર લટકી રહ્યા!
  વાહ!
  પહેરું હું નવી હળવાશ.

 11. ખુબ સરસ્.ાઆઋંઆઆલૉ એતલે આન્ખો ને ઉજાણી

 12. તું સૂરજના તડકા ન તોલ,
  મારા જીવતરના ખેતરમાં ઊગી આવ્યો છે આજે સોનાનો મોલ અણમોલ….
  વાહ વાહ સરસ….

 13. આખ્ખા વરસને ખંખેરી નાંખીને
  પહેરું હું નવી હળવાશ;
  હું જીવું છું એટલું જ જોવા કે
  એકાદી આંખોમાં થાય છે ને હાશ !
  waah….

 14. વિવેકભાઈ

  અહીં મુંબઈમાં થોકબંધ (સોનું જ સોનું) ખીલેલા ગરમાળા જોઇને
  મારી ચામડીમાં ધ્રબકે છે ઢોલ…….
  સુંદર!

  દિનેશ

 15. ડામરના જાળાં ને સિમેન્ટના જંગલની વચ્ચે પણ જીવું છું, બોલ

  આમાં ખુશ થવાનું કે દુઃખેી વિવેકભાઈ..?

  બહુ જ સુંદર રચના છે. કોન્ગ્રેટસ્.

 16. પહેલો પ્રેમ કદી ભુલાય નહિ એના જેવું છે તમને અને ગરમાળાને. દર મોસમે અમને જરૂરથી વધુ સુંદર રચના વાંચવા મળશે એની ખાતરી છે.

 17. વાહ! હળવાફુલ ફુલોને સરસ શબ્દદેહ મળ્યો છે!! હજારો માઈલ દુર લેપટોપ પર પીળીછમ્મ યાદના ઝુમ્મર લટકી ગયા!
  પહેરુ હું નવી હળવાશ;

 18. વાહ! હજારો માઈલ દુર પીળીછમ્મ યાદના ઝુમ્મર લટકી ગયા. હળવાફુલ ફુલોને સરસ શબ્દદેહ મળ્યો છે.
  પહેરું હું નવી હળવાશ;

 19. વિવેકભાઇ, કોઇ અકળ કારણસર મારા આંગણામાં મેં ચાર વર્ષ પહેલા વાવેલો ગરમાળો પોતાના વૈભવથી સૌને આંજી દે એ પહેલા જ સૂકાઇ ગયો. એ દુ:ખ તમારી કવિતા વાંચી વધારે ઘેરું બન્યું.

Comments are closed.