શુભ ઘડી


(આગવી એકલતા…                 ….નરારા, જામનગર, ફેબ્રુ, 2012)

*

આપણી વચ્ચે હતી સ્નેહની જે એક કડી,
ભલભલા કષ્ટ કે મનભેદને બસ એ જ નડી.

ભીંતની છાતી ચીરી એક લતા ખૂબ લડી,
મારી પર એમ આ એકલતા બરાબરની ચડી.

બીજવર કાફિયાને તાજી રદીફો ન જડી,
ને નવોન્મેષની પામી ન ગઝલ શુભ ઘડી.

કાઢીને પહેરશું એ કો’ક દિ’ પણ હમણાં તો,
મૂકી રાખ્યાં છે સ્મરણ ખંતથી વાળીને ગડી.

એ જ આશ્ચર્યથી હું જોઈ રહ્યો છું આ જગત,
નાનું બાળક જે રીતે જોઈ રહે ફૂલઝડી.

યાદ આવે ન નવું ગીત, કદી એમ થશે,
શ્વાસ ને શબ્દ – ઉભય ખેલી રહ્યા અંતકડી.

– વિવેક મનહર ટેલર
(૨૪-૦૩-૨૦૧૨)

છંદ વિધાન: ગાલગા ગાલલગા ગાલલગા ગાલલગા (ગાગાગા)

*


(એકલતાનું ટોળું…        ….રોઝી સ્ટાર્લિંગ મેના, લાખોટા તળાવ, જામનગર)

27 thoughts on “શુભ ઘડી

 1. ક્યા બાત કહી!!!
  એક અલગ જ મિજાજ સાથેની ગઝલ….

  કાઢીને પહેરશું એ કો’ક દિ’ પણ હમણાં તો,
  મૂકી રાખ્યાં છે સ્મરણ ખંતથી વાળીને ગડી. વાહ!

 2. કાઢીને પહેરશું એ કો’ક દિ’ પણ હમણાં તો,
  મૂકી રાખ્યાં છે સ્મરણ ખંતથી વાળીને ગડી.

  યાદ આવે ન નવું ગીત, કદી એમ થશે,
  શ્વાસ ને શબ્દ – ઉભય ખેલી રહ્યા અંતકડી.

  beautiful….

 3. સુન્દર ગઝલ લખાય તે અને ગઝલ વાન્ચવા મળે તે શુભઘડી જ હોય.

 4. ખુબ સરસ અભિવ્યકતિ, વિવેકભાઈ..!

 5. બીજવર કાફિયાને તાજી રદીફો ન જડી,
  ને નવોન્મેષની પામી ન ગઝલ શુભ ઘડી.

  -સરસ !

 6. ્વિવેક ભાઇ અતિ સુન્દર આપનિ દરેક રચ્ના મઝાનિ હોય છે અને બે ઘડિ વિચાર મા ખોવાય જ્વાય છે મનેતો એમ લાગે છેકે આપ ગુજરાતિ સહિત્ય ના દોકટર છો. શુભેછા અને સદ્ભાવ્ના.

 7. ખૂબ સુંદર ગઝલનો આ શેર
  યાદ આવે ન નવું ગીત, કદી એમ થશે,
  શ્વાસ ને શબ્દ – ઉભય ખેલી રહ્યા અંતકડી
  વાહ્
  યાદ્
  શ્વાસનો શું ભરોસો ક્યારે સાથ છોડી જાય,
  પરંતુ રહીશું સાથોસાથ હું અને મારી એકલતા,

 8. વાહ!
  બધા જ શેર સુંદર્
  નાવિન્યતાથી ભર્પુર્
  વાહ્!

 9. ભીંતની છાતી ચીરી એક લતા ખૂબ લડી,
  મારી પર એમ આ એકલતા બરાબરની ચડી.
  અતિ સુન્દર …..

 10. બીજવર કાફિયાને તાજી રદીફો ન જડી,
  ને નવોન્મેષની પામી ન ગઝલ શુભ ઘડી.

  કાઢીને પહેરશું એ કો’ક દિ’ પણ હમણાં તો,
  મૂકી રાખ્યાં છે સ્મરણ ખંતથી વાળીને ગડી.

  એ જ આશ્ચર્યથી હું જોઈ રહ્યો છું આ જગત,
  નાનું બાળક જે રીતે જોઈ રહે ફૂલઝડી..
  ખુબ સરસ!

 11. એ જ આશ્ચર્યથી હું જોઈ રહ્યો છું આ જગત,
  નાનું બાળક જે રીતે જોઈ રહે ફૂલઝડી.

  ક્યા બાત હૈ વિવેક્ભાઈ મજા પડી . . . . .

 12. બધા જ શેર સરસ થયા છે..
  એ જ આશ્ચર્યથી હું જોઈ રહ્યો છું આ જગત,
  નાનું બાળક જે રીતે જોઈ રહે ફૂલઝડી.

  સરસ ભાવાભિવ્યક્તિ

 13. ખુબ સુંદર

  “કાઢીને પહેરશું એ કો’ક દિ’ પણ હમણાં તો,
  મૂકી રાખ્યાં છે સ્મરણ ખંતથી વાળીને ગડી.”

 14. Chi. Vivek,

  Love you dear. You are awsome. Among all your kruti I have read, this one spread in my ‘rom e rom’. God bless you.
  My blessings always with you,

  Harshad

 15. વાહ ખુબ કહિ….. તમે કહિ .. મન્ભાવન વાત્..

 16. આપણી વચ્ચે હતી સ્નેહની જે એક કડી,
  ભલભલા કષ્ટ કે મનભેદને બસ એ જ નડી.

  ભલભલા કપટ કે મનભેદને બસ સ્નેહની એક કડી જ નડતી હોય છે. તેથી જ સ્નેહ ને માન આપવામા આવે છે.

  કાઢીને પહેરશું એ કો’ક દિ’ પણ હમણાં તો,
  મૂકી રાખ્યાં છે સ્મરણ ખંતથી વાળીને ગડી.

  સ્મરણને ગડી વાળીને ભલે મૂકી રાખ્યા, પણ નજર રાખતા રહેજો. ક્યારેક કાઢીન પહેરવાનુ મન થાય અને ફરીને, આજના જેવી એક સુન્દર ગઝલ/કવિતા મળે.

 17. એ જ આશ્ચર્યથી હું જોઈ રહ્યો છું આ જગત,
  નાનું બાળક જે રીતે જોઈ રહે ફૂલઝડી.
  – વિવેક મનહર ટેલર – Nice 1 sir 🙂

Comments are closed.