હું એનો એ જ છું…

OLYMPUS DIGITAL CAMERA
(સદાના રાહગીર…                        ….જામનગર જતાં, ૦૨-૦૨-૨૦૧૨)

*

બધું જગત દીસે નવું ભલે, હું એનો એ જ છું,
તું આમથી કે તેમથી કળે, હું એનો એ જ છું.

હું આવ-જાના પંથનો સદાનો રાહગીર છું,
તું શ્વાસ બોલ કે હવા કહે, હું એનો એ જ છું.

નવા વિકલ્પ, યોજના, નવા નવા સમીકરણ;
નવા સવાલ છે, જવાબ છે, હું એનો એ જ છું.

હજી તું ટેકવી શકે છે તારું માથું આ ખભે,
ભલે જગત ગયું રસાતળે, હું એનો એ જ છું.

ચલાવ તીર ને લોહી વહાવી કર તું ખાતરી,
ભલે જમીન આખો રથ ગ્રસે, હું એનો એ જ છું.

ગઝલ લખાય છે તો શ્વાસને હવા મળે છે, દોસ્ત !
એ ગૂફ્તગૂ હજીય એ જ છે, હું એનો એ જ છું.

– વિવેક મનહર ટેલર
(૨૯-૦૬-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(એકલો જાને રે….                           …સ્વયમ્, ખીજડિયા, ૦૩-૦૨-૨૦૧૨)

23 thoughts on “હું એનો એ જ છું…

  1. નવા વિકલ્પ, યોજના, નવા નવા સમીકરણ;
    નવા સવાલ છે, જવાબ છે, હું એનો એ જ છું.

    સમયના ચાલતાં ઘણું બધું બદલાશે…. બદલાઈ રહ્યું છે… લોકો પણ બદલાઈ જશે ને સંબંધો પણ … પણ હું એ જ છું…. કોઈ આ વિશ્વાસ અપાવવાવાળું પોતાનું હોય તો ભલે જગ બદલાઈ જતું…

  2. હજી તું ટેકવી શકે છે તારું માથું આ ખભે,
    ભલે જગત ગયું રસાતળે, હું એનો એ જ છું.

    વાહ! કવિશ્રી

  3. હજી તું ટેકવી શકે છે તારું માથું આ ખભે,
    ભલે જગત ગયું રસાતળે, હું એનો એ જ છું.

    વાહ.. વિવેકભાઈ, સરસ મિજાજની ખમીરવંતી ગઝલ..

  4. વક્તના પડદા પર કંડારાઈ એક છબી..

    ને પડે બીજા પડછાયા ઘડી બે ઘડી…

    -રેખા શુક્લ

    દિવસો જશે ભુલાઈ ને વાતો થશે ત્યાં યાદ..

    વારો પલકના ઝોકાને સુનો થશે ત્યાં સાદ…

    -રેખા શુક્લ

    દેખ તેરે સંસાર કી હાલત ક્યા હો ગઈ ભગવાન કિતના બદલ ગયા ઇન્સાન..!!

    ને તમે કહો છો તમે તેના તે જ છો… ને બધા માને છે..!!

  5. It is said that pictures are worth a thousand words, but after reading your gazals, I am inclined to say that words can be worth a thousand pictures if worded magnificietly.

  6. Pingback: » હું એનો એ જ છું… » GujaratiLinks.com

  7. કવિ શ્રી!

    તમારી સાઇટ ચાલુ થઈ ગઈ એનો આનંદ માણીએ. ફરી એક વાર તારીફ કબૂલ કરો :

    જી તું ટેકવી શકે છે તારું માથું આ ખભે,
    ભલે જગત ગયું રસાતળે, હું એનો એ જ છું.

  8. ચલાવ તીર ને લોહી વહાવી કર તું ખાતરી,
    ભલે જમીન આખો રથ ગ્રસે, હું એનો એ જ છું.

    સાબિતી તો શબ્દોમાં જ આવી ગઈ… હવે ખાતરી કરવા કોઈ ધારે તો એના જેવી વાત થાય – કે
    લઈ હાથ હાથમાં ને
    પૂછ્યું હળવે રહી… ‘પાકું વચન?’

    ખૂબ સરસ ગઝલ બની છે… દરેક શેરની પોતાની સાબૂત જમીન ઊભી કરી છે.

  9. ત્રણ સેટ બધાજ સી. ડી. છે કે પુસ્તક અને ઓર્ડેર ક્યાં આપવો અથવાપ્રાપ્તિ સ્થાન જણાવશો. આભાર- દિનેશ ગોગરી
    ૯૮૨૧૦૪૯૨૬૭

  10. સરસ ગઝલ
    ચલાવ તીર ને લોહી વહાવી કર તું ખાતરી,
    ભલે જમીન આખો રથ ગ્રસે, હું એનો એ જ છું.
    વાહ!
    યાદ
    મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથની ધજા પર હનુમાનજી બેસી રહેલા અર્જુનને આ ખબર ન હતી. અર્જુન કર્ણના રથને બાણથી દૂર ફેંકી દેતો, પણ કર્ણના બાણથી અર્જુનનો રથ બહુ દૂર જતો નહીં. છતાં શ્રીકૃષ્ણ કર્ણના વખાણ કરતા. તેથી અર્જુનને ગર્વ થતો. એક વખતે શ્રીકૃષ્ણે હનુમાનજીને ઈશારો કરી રથ ઉપરથી ઉતરી જવા કહ્યું. તેથી કર્ણના બાણથી અર્જુનનો રથ માઈલો દૂર ફેંકાઈ ગયો.
    અર્જુનના આશ્ચર્યનું નિરાકરણ કરતાં તેને હનુમાનજી રથ પર નથી તેમ શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવ્યું. અને કહ્યું કે ‘‘મારા બેઠા હોવા છતાં પણ કર્ણે આટલે દૂર રથ ફેંક્યો તો જો હું પણ રથ પર ના હોઉં તો તારો રથ ક્યાંએ જઈને પડે’’ તે સાંભળી અર્જુનનો ગર્વ ઓગળી ગયો.
    કે જે પૂર્ણ સત્ય બતાવતું હોય , એવું દેખાતું નથી , દરેક સિક્કાની બે બાજુ સમાન
    આ મંતવ્યોને પણ સારા નરસાન ગુણ અવગુણ નાં ભાવો વરેલા હોય છે

  11. ગુજરાતી ભાષામાં બહુ અઘરા લાગતા છંદને સરસ રીતે નિભાવીને એક સુંદર્ ગઝલ આપવા બદલ ધન્યવાદ…

Leave a Reply to pragnaju Cancel reply

Your email address will not be published. Required fields are marked *