શું છૂટકો છે ?


(સ્વયમ્ ની પ્હેલ-વ્હેલી સાઈકલ સવારી…..        ….૨૦-૦૭-૨૦૦૭)

મને ન પૂછ કે તારા વગર શું છૂટકો છે ?
ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?

નસીબમાં નહીં, મહેનતમાં ફક્ત માને છે,
એ હાથને ય જો… રેખા વગર શું છૂટકો છે ?

વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?

ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?

જીવન-મરણની તમે વાત લઈને બેઠા છો…
અને જીવો-મરો સ્વેચ્છા વગર, શું છૂટકો છે ?

ભલે ને તું નહીં દેખાતો હોય ક્યાંય છતાં,
તું છે એ વાતને માન્યા વગર શું છૂટકો છે ?

ભલે ને સોમી ગઝલ લખતો હોઉં હું તો પણ
વીતેલી પળ ફરી જીવ્યા વગર શું છૂટકો છે ?

-વિવેક મનહર ટેલર
(૧૪/૦૭/૨૦૦૭)

છંદ-વિધાન: લગાલગા લલગાગા લગાલગા ગાગા(લલગા)

46 thoughts on “શું છૂટકો છે ?

  1. વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
    આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?

    ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
    જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?

    ખુબ સુંદર….
    અને આ વખતે તો મે સ્વયમ નો આ ફોટો પણ સેવ કરી લીધો છે….
    કારણ.. આમા ઘણી ખાસીયતો છે…
    સૌથી સરસ એના ચહેરાના સરસ ભાવ ક્લીક થયા છે
    બીજુ એમા લાઈટીંગ ઈફેક્ટસ પણ ફાઈન છે Like specially done
    અને ખાસ વાત છે motion જે સરસ રીતે કેપ્ચર થયુ છે

  2. ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
    જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?

    સરસ. વાચ્યાં વગર શું છૂટકો છે ?

  3. અરે વાહ…સ્વયમ્ ની પ્હેલ-વ્હેલી સાઈકલ સવારી. સાઇકલથી બાઇક ને પછી કાર..બરાબરને!

    આજના યુગમાં એકપછી એક વાહન શીખ્યા વગર શું છૂટકો છે?

  4. ભલે ને સોમી ગઝલ લખતો હોઉં હું તો પણ
    વિતેલી પળ ફરી જીવ્યા વગર શું છૂટકો છે ?

    – સરસ વાત !

  5. સુંદર ગઝલ…

    વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
    આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?

    રાધિકા…. આ ફોટાની બીજી એક ખાસિયત છે…. એના પર ધ્યાન ના ગયુ ?
    તારીખ : 20-07-2007.

  6. bahu sarash wow nice મને ન પૂછ કે તારા વગર શું છૂટકો છે ?
    ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?

  7. વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
    આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?

    સ-રસ વાત…

    ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
    જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?

    એકદમ ગહન વાત કરી છે આમાં…

    ભલે ને તું નહીં દેખાતો હોય ક્યાંય છતાં,
    તું છે એ વાતને માન્યા વગર શું છૂટકો છે ?

    હાચ્ચે જ… માન્યા વગર કોઈ છૂટકો જ નથી ને!! 🙂

    સ્વયમ્ નો ફોટો મસ્ત લીધો છે વિવેક…
    જોઈને તરત કહેવાનું મન થઈ ગયું કે, ‘એ ગયો… એ ગયો…’ 😀
    (જો કે એના મોં પરથી એ એવું કહેતો હોય એવું લાગ્યું કે, ‘કાંઇ વાંધો નઈં, થોડો પડીશ અને ઘૂંટણો છોલાશે તો જ શિખીશ ને…!! )

    મારો વિશાલ પણ 2-3 મહિના પહેલાં જ ટ્રેનીંગ-વ્હીલ વગર બાઇક ચલાવતા શીખ્યો છે… પણ હા, એનાં ઘૂંટણો તો હજીયે છોલાય જ છે… 🙂 જો કે, અમારે ત્યાં હેલમેટ વગર ચલાવી શકાતું નથી એટલે એટલીસ્ટ એનું માથું અફળાવાનો ભય ઓછો રહે છે!

    તા.ક.: છેલ્લે આ છંદ-વિધાન ઉમેર્યુ એ મને બહુ ગમ્યું હોં…. આભાર!!

  8. i like,
    નસીબમાં નહીં, મહેનતમાં ફક્ત માને છે,
    એ હાથને ય જો… રેખા વગર શું છૂટકો છે ?

    and

    વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
    આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?

    also a nice photograph !

    સરસ. વાચ્યાં વગર શું છૂટકો છે !

    ….keep it on!
    with wishes,
    Narendra
    Gandhinagar

  9. ભલે ને સોમી ગઝલ લખતો હોઉં હું તો પણ
    વીતેલી પળ ફરી જીવ્યા વગર શું છૂટકો છે ?

    wow! I love this she’r

  10. =========================

    જ્યાં નામ પડે જરા વિવેકનું,તૂટી પડે ત્યાં સહુ;
    બીજું શું કરે બિચારા? પડ્યા વિના શું છૂટકો છે?

    આરામ કરીને આવ્યા,તો આરામ પણ ભલે ફળે;
    તૂટી પડો ધોધમાર,હવે કવ્યા વિના ના છૂટકો છે.

    અભિનંદન,વિવેકભાઈ!

    શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ

    ===========================

  11. વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
    આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?

    ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
    જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?

    જીવન-મરણની તમે વાત લઈને બેઠા છો…
    અને જીવો-મરો સ્વેચ્છા વગર, શું છૂટકો છે ?

    sundar!

  12. ભલે ને તું નહીં દેખાતો હોય ક્યાંય છતાં,
    તું છે એ વાતને માન્યા વગર શું છૂટકો છે ?

    નસીબમાં નહીં, મહેનતમાં ફક્ત માને છે,
    એ હાથને ય જો… રેખા વગર શું છૂટકો છે ?

    aavi sunder rachanaa badal khub khub abhinandan …dharmesh

  13. ભલે ને સોમી ગઝલ લખતો હોઉં હું તો પણ
    વીતેલી પળ ફરી જીવ્યા વગર શું છૂટકો છે ?

    really, Gazal is very nice and Swayam’s picture too.

  14. બહુ સચોટ વાતો ગાઈ છે! વસંત તો પાણામાં પણ ફૂલ પ્રગટાવી દે છે. અને પ્રભુ ના દેખાતો હોવાં છતાં માન્યા વગર છૂટકો છે?

    વૃંદ માટે લીધેલી સાઈકલ યાદ આવી ગઈ. પહેલે દીવસે જ એના પગ પહોંચતાં જોઈ ટ્રેઈનીંગ વ્હીલ કાઢી લીધાં હતાં. અને એ અડધાં કલાકમાં તો જાતે ચલાવતાં શીખી પણ ગયો! કાલે જ એ પગે દોડતાં પડી ગયો, છોલાઈ ગયું અને મને હસવું આવી ગયું.

  15. ન હોય જયા કોઇ બન્ધન…

    ખૂબ સરસ.
    સ્વયંમ નો સુન્દર ફોટો..મળવાની મજા આવી.
    સરસ ગઝલ માટે અભિનન્દન

  16. ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
    જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?

    Beyond Imagination….Mr. Tailor,you are India’s pride….Gr8.

  17. Awsome… the vivid expression of subtle feelings is fantastic…
    Keep it up Vivek…
    I want to write my opinion in Gujarati lipi, but don’t know how to write it
    as so many others have done. Please let me know. I m also writing Gazals
    and want to post them on internet !!

  18. Are Vivekbhai !SWAYAM nu naam kem bhooli javaaya chhe??Maafi aapjo.

    Bhoolay toy::::::yaad raakhya vagar chhootko chhe ? Sundar gazal ! Abhin.

    Saikal chalavto thayo ! Scooter ne Moped pachhi car chalavshene ? Congs.

    aankho khulli raakhine chalavshe ne ? Hahaha………/.(Jara gammat kari !).

  19. ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
    જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?

    khoob saras,
    aakhi gazal ma navinta chhe.

    -KAVI

  20. મને ન પૂછ કે તારા વગર શું છૂટકો છે ?
    ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?

    Sorry, mane khabar nathi ke aapani kavita ma sudharo yogya chhe ke nahi pan mane lage chhe ke uprokt rachna niche mujab hot to vadhu sundar lagat

    ન પૂછ મને કે તારા વગર શું છૂટકો છે ?
    ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?

    baki ni darek rachna uttamta ni navi simao rache chhe. abhi nandan

  21. મને ન પૂછ કે તારા વગર શું છૂટકો છે ?
    ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?

    Sorry, mane khabar nathi ke aapani kavita ma sudharo yogya chhe ke nahi pan mane lage chhe ke uprokt rachna niche mujab hot to vadhu sundar lagat

    ન પૂછ મને કે તારા વગર શું છૂટકો છે ?
    ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?

    baki ni darek rachna uttamta ni navi simao rache chhe. abhi nandan

    pahelo e-mail id khoto hato

  22. આપના સૂચન બદલ આભાર, શૈલેષભાઈ ‘સપન’,

    આપે સૂચવ્યું એમ કરવા જતાં ગઝલનો છંદ ચલાવી ન શકાય એ રીતે તૂટે છે… અને ગઝલ જે છંદમાં નથી, એ ગઝલ નથી…

  23. This is one of the bestest peom/Gazal which i read till today. Fantastic, many many congratulation to you. Keep it up vivekbhai.

    Best wishesh and all the best for next
    Bhavesh Joshi
    Surat.

  24. બધા જ શેર ચોટદાર પણ આ શેર ચોટદાર અને ચમકદાર પણ.. બહુ જ ગમ્યો..

    વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
    આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?

  25. Pingback: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા

  26. નસીબમાં નહીં, મહેનતમાં ફક્ત માને છે,
    એ હાથને ય જો… રેખા વગર શું છૂટકો છે ?

    ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
    જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?
    Awesoommmee……

  27. વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
    આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?…….. સુન્દર લાઇન.

  28. વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
    આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?

    kya baat hai

Leave a Reply to Shah Pravinchandra Kasturchand Cancel reply

Your email address will not be published. Required fields are marked *