![]()
(સ્વયમ્ ની પ્હેલ-વ્હેલી સાઈકલ સવારી….. ….૨૦-૦૭-૨૦૦૭)
મને ન પૂછ કે તારા વગર શું છૂટકો છે ?
ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?
નસીબમાં નહીં, મહેનતમાં ફક્ત માને છે,
એ હાથને ય જો… રેખા વગર શું છૂટકો છે ?
વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?
ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?
જીવન-મરણની તમે વાત લઈને બેઠા છો…
અને જીવો-મરો સ્વેચ્છા વગર, શું છૂટકો છે ?
ભલે ને તું નહીં દેખાતો હોય ક્યાંય છતાં,
તું છે એ વાતને માન્યા વગર શું છૂટકો છે ?
ભલે ને સોમી ગઝલ લખતો હોઉં હું તો પણ
વીતેલી પળ ફરી જીવ્યા વગર શું છૂટકો છે ?
-વિવેક મનહર ટેલર
(૧૪/૦૭/૨૦૦૭)
છંદ-વિધાન: લગાલગા લલગાગા લગાલગા ગાગા(લલગા)
-
વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?ખુબ સુંદર….
અને આ વખતે તો મે સ્વયમ નો આ ફોટો પણ સેવ કરી લીધો છે….
કારણ.. આમા ઘણી ખાસીયતો છે…
સૌથી સરસ એના ચહેરાના સરસ ભાવ ક્લીક થયા છે
બીજુ એમા લાઈટીંગ ઈફેક્ટસ પણ ફાઈન છે Like specially done
અને ખાસ વાત છે motion જે સરસ રીતે કેપ્ચર થયુ છે -
અરે વાહ…સ્વયમ્ ની પ્હેલ-વ્હેલી સાઈકલ સવારી. સાઇકલથી બાઇક ને પછી કાર..બરાબરને!
આજના યુગમાં એકપછી એક વાહન શીખ્યા વગર શું છૂટકો છે?
-
bahu sarash wow nice મને ન પૂછ કે તારા વગર શું છૂટકો છે ?
ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ? -
વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?સ-રસ વાત…
ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?એકદમ ગહન વાત કરી છે આમાં…
ભલે ને તું નહીં દેખાતો હોય ક્યાંય છતાં,
તું છે એ વાતને માન્યા વગર શું છૂટકો છે ?હાચ્ચે જ… માન્યા વગર કોઈ છૂટકો જ નથી ને!!
સ્વયમ્ નો ફોટો મસ્ત લીધો છે વિવેક…
જોઈને તરત કહેવાનું મન થઈ ગયું કે, ‘એ ગયો… એ ગયો…’
(જો કે એના મોં પરથી એ એવું કહેતો હોય એવું લાગ્યું કે, ‘કાંઇ વાંધો નઈં, થોડો પડીશ અને ઘૂંટણો છોલાશે તો જ શિખીશ ને…!! )મારો વિશાલ પણ 2-3 મહિના પહેલાં જ ટ્રેનીંગ-વ્હીલ વગર બાઇક ચલાવતા શીખ્યો છે… પણ હા, એનાં ઘૂંટણો તો હજીયે છોલાય જ છે…
જો કે, અમારે ત્યાં હેલમેટ વગર ચલાવી શકાતું નથી એટલે એટલીસ્ટ એનું માથું અફળાવાનો ભય ઓછો રહે છે!તા.ક.: છેલ્લે આ છંદ-વિધાન ઉમેર્યુ એ મને બહુ ગમ્યું હોં…. આભાર!!
-
મઝા આવી ગઈ..!
-
Very nice…
-
Very nice gazal….!
-
i like,
નસીબમાં નહીં, મહેનતમાં ફક્ત માને છે,
એ હાથને ય જો… રેખા વગર શું છૂટકો છે ?and
વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ?also a nice photograph !
સરસ. વાચ્યાં વગર શું છૂટકો છે !
….keep it on!
with wishes,
Narendra
Gandhinagar -
khub j saras gazal.
-
ભલે ને તું નહીં દેખાતો હોય ક્યાંય છતાં,
તું છે એ વાતને માન્યા વગર શું છૂટકો છે ?નસીબમાં નહીં, મહેનતમાં ફક્ત માને છે,
એ હાથને ય જો… રેખા વગર શું છૂટકો છે ?aavi sunder rachanaa badal khub khub abhinandan …dharmesh
-
ભલે ને સોમી ગઝલ લખતો હોઉં હું તો પણ
વીતેલી પળ ફરી જીવ્યા વગર શું છૂટકો છે ?really, Gazal is very nice and Swayam’s picture too.
-
બહુ સચોટ વાતો ગાઈ છે! વસંત તો પાણામાં પણ ફૂલ પ્રગટાવી દે છે. અને પ્રભુ ના દેખાતો હોવાં છતાં માન્યા વગર છૂટકો છે?
વૃંદ માટે લીધેલી સાઈકલ યાદ આવી ગઈ. પહેલે દીવસે જ એના પગ પહોંચતાં જોઈ ટ્રેઈનીંગ વ્હીલ કાઢી લીધાં હતાં. અને એ અડધાં કલાકમાં તો જાતે ચલાવતાં શીખી પણ ગયો! કાલે જ એ પગે દોડતાં પડી ગયો, છોલાઈ ગયું અને મને હસવું આવી ગયું.
-
Bahu saras chhe
-
ન હોય જયા કોઇ બન્ધન…
ખૂબ સરસ.
સ્વયંમ નો સુન્દર ફોટો..મળવાની મજા આવી.
સરસ ગઝલ માટે અભિનન્દન -
ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?Beyond Imagination….Mr. Tailor,you are India’s pride….Gr8.
-
hye Vivek bhai
kya bat hai nice for Vasant rutu
darek na jivan ma vasant khil vi joye..
good one sirAjay
-
its a great……all to wish a friendship day…
pink smile on ur face…and good health so….
bye with god blessing if any quary ya problem about net mail me on
abopd1663m@yahoo.co.in or khanda1971@rediffmail.com -
very good ghazal
vivekbhai i will send this to ninad -
Awsome… the vivid expression of subtle feelings is fantastic…
Keep it up Vivek…
I want to write my opinion in Gujarati lipi, but don’t know how to write it
as so many others have done. Please let me know. I m also writing Gazals
and want to post them on internet !! -
Are Vivekbhai !SWAYAM nu naam kem bhooli javaaya chhe??Maafi aapjo.
Bhoolay toy::::::yaad raakhya vagar chhootko chhe ? Sundar gazal ! Abhin.
Saikal chalavto thayo ! Scooter ne Moped pachhi car chalavshene ? Congs.
aankho khulli raakhine chalavshe ne ? Hahaha………/.(Jara gammat kari !).
-
રણ જેવા રણમાં વહેતી કરી દે નદી ગઝલ… વાહ… સલામ…
-
મને ન પૂછ કે તારા વગર શું છૂટકો છે ?
ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?Sorry, mane khabar nathi ke aapani kavita ma sudharo yogya chhe ke nahi pan mane lage chhe ke uprokt rachna niche mujab hot to vadhu sundar lagat
ન પૂછ મને કે તારા વગર શું છૂટકો છે ?
ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?baki ni darek rachna uttamta ni navi simao rache chhe. abhi nandan
-
મને ન પૂછ કે તારા વગર શું છૂટકો છે ?
ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?Sorry, mane khabar nathi ke aapani kavita ma sudharo yogya chhe ke nahi pan mane lage chhe ke uprokt rachna niche mujab hot to vadhu sundar lagat
ન પૂછ મને કે તારા વગર શું છૂટકો છે ?
ન પૂછ વાયુને, વાયા વગર શું છૂટકો છે ?baki ni darek rachna uttamta ni navi simao rache chhe. abhi nandan
pahelo e-mail id khoto hato
-
its good . keep it up .
-
This is one of the bestest peom/Gazal which i read till today. Fantastic, many many congratulation to you. Keep it up vivekbhai.
Best wishesh and all the best for next
Bhavesh Joshi
Surat. -
bhhu jjjjjjjjjjjjjjjjjj mazzzzzzzzzzzzzzzzza padi gae kidha vagar chutko 6, atle am k drek karta mast 6.
-
બધા જ શેર ચોટદાર પણ આ શેર ચોટદાર અને ચમકદાર પણ.. બહુ જ ગમ્યો..
વસંત જેવી તું આવીને વળગી બેસે તો,
આ કાષ્ઠને ય મહોર્યા વગર શું છૂટકો છે ? -
નસીબમાં નહીં, મહેનતમાં ફક્ત માને છે,
એ હાથને ય જો… રેખા વગર શું છૂટકો છે ?ન હોય કોઈ જ્યાં બંધન ત્યાં કેવી આઝાદી ?
જો વહેવું હોય તો કાંઠા વગર શું છૂટકો છે ?
Awesoommmee……

44 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/169/trackback