બોલો ને ભાઈ !

OLYMPUS DIGITAL CAMERA
(જા, નથી રમતા સજનવા….         …કાળી ડોક ઢોંક, ખીજડિયા, જામનગર, ફેબ્રુ-12)

*

વાતે વાતે આમ રિસાવું સારું લાગે ? બોલો ને ભાઈ !
મૂંગું આંસુ દરિયાથી પણ ખારું લાગે ? બોલો ને ભાઈ !

જાગો-ઊંઘો-ઊંઘો-જાગો, એ જ દિવસ ને એ જ છે રાત,
ઘાણી સાથે જીવતર શીદ મજિયારું લાગે ? બોલો ને ભાઈ !

કાયા એની, આત્મા એનો, શ્વાસ-શ્વાસ ને સ્વપ્નો એના,
સઘળું એનું તોય મને કેમ મારું લાગે ? બોલો ને ભાઈ !

ઉપર ઉપરનું જીવી રહ્યાં છો, કવર જોઈને બુક ખરીદી,
પાણીથી પ્યારું શાને પાણિયારું લાગે ? બોલો ને ભાઈ !

એક મૂરખ શબ્દોને શ્વાસ ગણી બેઠો છે, મરશે નક્કી,
કવન જીવનથી કોઈ દિવસ શું પ્યારું લાગે ? બોલો ને ભાઈ !

– વિવેક મનહર ટેલર
(૧૦-૦૧-૨૦૧૨)

*

OLYMPUS DIGITAL CAMERA
(રીસ…                        …લિટલ કોર્મોરન્ટ, ખીજડિયા, જામનગર, ફેબ્રુ-12)

24 thoughts on “બોલો ને ભાઈ !

 1. કાયા એની, આત્મા એનો, શ્વાસ-શ્વાસ ને સ્વપ્નો એના,
  સઘળું એનું તોય મને કેમ મારું લાગે ? બોલો ને ભાઈ !

  Prem ma aatmsaat te aanu j naam

 2. એક મૂરખ શબ્દોને શ્વાસ ગણી બેઠો છે, મરશે નક્કી…
  ઘણી ઘણી ખમ્મા વિવેકભાઈ….!! કવિ કદી મરે નહીં.

 3. કાયા એની, આત્મા એનો, શ્વાસ-શ્વાસ ને સ્વપ્નો એના,
  સઘળું એનું તોય મને કેમ મારું લાગે ? બોલો ને ભાઈ !

  superb……………!

 4. આફ્રીન ! !

  કાયા એની, આત્મા એનો, શ્વાસ-શ્વાસ ને સ્વપ્નો એના,
  સઘળું એનું તોય મને કેમ મારું લાગે ? બોલો ને ભાઈ
  મને આ પંક્તિઓ ખૂબ ગમી.

 5. કાયા એની, આત્મા એનો, શ્વાસ-શ્વાસ ને સ્વપ્નો એના,
  સઘળું એનું તોય મને કેમ મારું લાગે ? બોલો ને ભાઈ !
  સરસ.

 6. એક મૂરખ શબ્દોને શ્વાસ ગણી બેઠો છે, મરશે નક્કી,
  કવન જીવનથી કોઈ દિવસ શું પ્યારું લાગે ? બોલો ને ભાઈ !

  કવન. etle?

 7. સુંદર

  “એક મૂરખ શબ્દોને શ્વાસ ગણી બેઠો છે, મરશે નક્કી,” 🙂 મરે તે કવિ નહિ…..

  “કાયા એની, આત્મા એનો, શ્વાસ-શ્વાસ ને સ્વપ્નો એના,
  સઘળું એનું તોય મને કેમ મારું લાગે ? બોલો ને ભાઈ !”

 8. ખૂબ સુંદર

  મારી હયાતીના હસ્તાક્ષરો વડે હું પણ મથી રહ્યો છું,
  મારી ઓળખ પ્રસ્થાપિત કરવા,
  બીજા સાક્ષી ઓ સમક્ષ.
  મને ધ્યાન છે – આ વિશ્વ અચળ છે પણ હું નથી.
  એક દિવસ ખોવાઈ જઈશ ક્યાંક આ વિશ્વમાંથી,
  મારા આ “શબ્દો છે શ્વાસ મારા”
  વેબ પાનું અધૂરું છોડી ને…
  આ પાનાની અંદર મારા બીજા મિત્રો મને શોધશે
  મગર હમ ન હોંગે
  કાયા એની, આત્મા એનો, શ્વાસ-શ્વાસ ને સ્વપ્નો એના,
  સઘળું એનું તોય મને કેમ મારું લાગે ? બોલો ને ભાઈ !
  એક મૂરખ શબ્દોને શ્વાસ ગણી બેઠો છે, મરશે નક્કી,
  કવન જીવનથી કોઈ દિવસ શું પ્યારું લાગે ? બોલો ને ભાઈ !
  તેના તરફનું પહેલું સોપાન
  મનન અને નિદિધ્યાસન દ્વારા વિવેક પૂર્ણ રીતે આપણામાં જ શોધવાથી તેના સ્વરુપને જાણી શકાશે અને તેનો સાક્ષાત્કાર થશે તેમજ આમ કરવાથી જ આપણું કલ્યાણ થશે.

 9. કાયા એની, આત્મા એનો, શ્વાસ-શ્વાસ ને સ્વપ્નો એના,
  સઘળું એનું તોય મને કેમ મારું લાગે ? બોલો ને ભાઈ !

  ઉપર ઉપરનું જીવી રહ્યાં છો, કવર જોઈને બુક ખરીદી,
  પાણીથી પ્યારું શાને પાણિયારું લાગે ? બોલો ને ભાઈ

  બોલવું નથેી..લખવું છે..આ બેય શેર અદભુત લાગ્યા..ઃ)

 10. નવી રદીફ-કાફિયામાં સુંદર ગઝલ

 11. કાયા એની, આત્મા એનો, શ્વાસ-શ્વાસ ને સ્વપ્નો એના,
  સઘળું એનું તોય મને કેમ મારું લાગે ? બોલો ને ભાઈ ! વાહ્!!

 12. પાણીથી પ્યારું શાને પાણિયારું લાગે ? બોલો ને ભાઈ !

  waah majani bolchalni bhashano Ranko Dharavati Gazal…!

 13. કાયા એની, આત્મા એનો, શ્વાસ-શ્વાસ ને સ્વપ્નો એના,
  સઘળું એનું તોય મને કેમ મારું લાગે ? બોલો ને ભાઈ

  જેનો જવાબ આજ દીન સુધિ કોઈ સોધી ન શક્યુ એવો અઘરો સવાલ સામાન્ય માનવીને પુછી બેઠા. આનો જવાબ અમે તમારી કવિતામા શોધવાનો પ્રયત્ન કરિએ છીએ, અને તમે અમને પૂછો છો? બોલો ને ભાઈ?

  લાજવાબ.

  મીનાબેન છેડાની કોમેન્ટ વાચવા ન મળી તો કવિતા અડધી વાચી હોય એવુ લાગ્યુ. એમની કોમેન્ટ વાચવાનુ પણ વ્યસન થઈ ગયુ છે.

 14. @ Nitin Desai

  વિવેક મારો પરમમિત્ર છે ને એ પહેલાં એ સામર્થ્ય ધરાવતો કવિ છે… એની રચનાઓ મારી કમેન્ટની કોઈ કાળે મોહતાજ નથી એટલે આમ અધુરાપણું ન અનુભવવું એવી મારી નમ્ર વિનંતી છે.

  મને વાંચો છો એ માટે આભાર! જોકે આપનું નામ મેં ક્યારેય જોયું એવું યાદ નથી…

Comments are closed.