શ્વાસોના ટાંકણાથી…


(બ્લૉગવિશ્વમાં ફરી ડોકિયું….               ….કાચિંડો, મે-૨૦૦૭)

શ્વાસોના ટાંકણાથી ભીતર ના ખોતરાયું,
રહી રહીને પાછા ફરવું એથી સિરે લખાયું.

મારું જ મારી સાથે વર્તન છે ઓરમાયું-
આ આટલા વરસમાં ખુદને ન ઓળખાયું ?

તારું સ્મરણ તો ઊંડે, ઊંડે દીધું’તું દાટી,
ગઝલોનું થઈને જંગલ રૂંવે-રૂંવે શું છાયું?

આખું જીવન આ મારું જીવાયું એ રીતે,બસ-
મારે જવું હતું ક્યાં ને ક્યાં જઈ ચડાયું?

આંસુથી ‘દઈ વિદાય જ પાછાં વળો’ એ ન્યાયે,
આંખોના પાદરેથી પાછાં વળી જવાયું.

યાયાવરોને જોવા સરવર લગી ગયા સૌ,
આવી ગયા સમૂળગા, સ-મૂળગું અવાયું?

પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.

-વિવેક મનહર ટેલર

લગભગ બે મહિના લાંબી રજા ભોગવીને આજે ફરી પોતાના ઘરે પાછો ફરી રહ્યો છું. ધાર્યું હતું કે આ અનિશ્ચિત આરામના અવધિમાં મારી જાતને ભીતરથી ખોતરીશ. મારી ગઝલોમાં જે હજી ખૂટે છે એને શોધવાની અને સુધારવાની કોશિશ કરીશ. નવી ગઝલની આબોહવા સમજવાનો અને શ્વસવાનો યત્ન કરીશ. આજે બે મહિનાના અંતે લાગે છે કે આમાનું કદાચ કશું થઈ શક્યું નથી. મારી જાતને ઓળખવાનું કે મારા સરનામે મારાથી પહોંચવાનું- કશું શક્ય બન્યું નથી. એટલે આ શોધ જારી રહેશે અને સમયની પગદંડી પર ક્યારેક મને મારા ઈચ્છેલા પગલાંની છાપ મળી જશે એવી આશામાં કપાયેલી પાંખ લઈને આ સફર પુનઃ આદરી રહ્યો છું ત્યારે આ સમયગાળામાં મારી “ખબર” લેતા રહેલા આપ્તજનોને કહેવા માટે ગળામાં એક લાગણીભર્યા ડૂમા સિવાય બીજું કાંઈ નથી. આ પ્રદીર્ઘગાળામાં પણ આ એક શ્વાસ કદાચ ભીતર કશું ખોતરી શક્યો નથી, એટલે જ એના નસીબમાં સતત પાછા આવતા રહેવાનું લખાયું હશે ને ! તો લો, આ આવ્યો પાછો…. મળતા રહીશું, ફરીથી શબ્દના રસ્તે… (હવેથી માત્ર દર શનિવારે, નવી અથવા જૂની કાવ્યકૃતિ સાથે!)

 1. S.V.’s avatar

  Welcome back my friend. To me your ghazals remind me of Robert Chapman’s quotation: “A quotation, like a pun, should come unsought, and then be welcomed only for some propriety of felicity justifying the intrusion.”


  s. vaidya (SV)

  Reply

 2. Jayshree’s avatar

  વ્હાલા મિત્ર,
  ભલે પધાર્યા…. 🙂

  સરસ ગઝલ લઇને આવ્યા છો, ( as usual ).

  મને આ બે શેર સૌથી વધુ ગમ્યા…

  મારું જ મારી સાથે વર્તન છે ઓરમાયું-
  આ આટલા વરસમાં ખુદને ન ઓળખાયું ?

  આખું જીવન આ મારું જીવાયું એ રીતે,બસ-
  મારે જવું હતું ક્યાં ને ક્યાં જઈ ચડાયું?

  પણ મને આ શેર જરા ઉપ્પરથી ગયો, હોં 😀

  યાયાવરોને જોવા સરવર લગી ગયા સૌ,
  આવી ગયા સમૂળગા, સ-મૂળગું અવાયું?

  Reply

 3. Radhika’s avatar

  welcome back Dost,! ! ! 😀

  Good starting,

  i like this one mooooooooooooost
  & yes also your new Face in this photograph (બ્લૉગવિશ્વમાં ફરી ડોકિયું) 😀

  Very nice shoot,

  Reply

 4. મીના છેડા’s avatar

  મારા મિત્ર વિવેક,

  અહીં તારી ગેરહાજરીના દિવસોમાં પણ તું હાજર હતો..

  તું આવ્યો છે ફરી અધૂરી ઊડાન સાથે.. તને તારી શોધમાં સફળતા મળે એવી ઈચ્છા ….

  વાત આ ગઝલની કરું તો… ના.. કોઈ એક કે બે શેરને અલગ નથી કરી શકી. પરંતુ જીવનના મર્મમાં કેટલું ઊંડાણ છે એ માપ માટે મમળાવવા જેવી ગઝલ લાગી.

  અભિનંદન સાથે સ્નેહસાભાર

  Reply

 5. sagarika’s avatar

  very nice gazal, good start after alpviram.

  Reply

 6. bimal’s avatar

  wel come back…………….sir

  sundar gazal……

  Reply

 7. જાગૃતિ વાલાણી’s avatar

  સુંદર ગઝલ વિવેકભાઈ.. આવી જ સુંદર ગઝલો લખતાં રહો

  Reply

 8. sujata’s avatar

  tamari sodh kyare poori thaase nathi janta tamara aagman thi amari sodh poori thai……..welcome back…….Vivekbhai

  Reply

 9. પંચમ શુક્લ’s avatar

  પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
  હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.

  વિવેકભાઇ

  શ્વાસથી જાત ખોતરતાં જટાયુનું બ્લૉગવિશ્વમાં પુનહઃ આગમન પચરંગી બ્લૉગ જગતનાં ભેળસેળિયા રંગો વચ્ચે એક નવો અને ચોખ્ખો રંગ સમજવામાં ચોક્કસ મદદરરૂપ થશે.

  ૦૭/૦૭/૦૭ નું આગમન ભાવકોને તરબતર કરનારું નીવડો.

  Reply

 10. સુનીલ શાહ’s avatar

  શ્વાસોના ટાંકણાથી ભીતર ના ખોતરાયું,
  રહી રહીને પાછા ફરવું એથી સિરે લખાયું.

  ભાઈ, શબ્દો તમારા શ્વાસ છે, જે અમારા જેવા વાચકો–ચાહકોને અનહદ આનંદ આપે છે..જીવનનું સત્ય સમજાવે છે..તેનાથી ભીતરને તે કદી ખોતરાય?તે તો પ્રાણ છે, જે હ્દયને ભીતરથી ઝંઝોળે છે, શુધ્ધ કરે છે.એવો અફસોસ શા માટે કે, જવું હતું ક્યાં ને જઈ ક્યાં ચડાયું…?
  સુંદર રચના સાથૈ પાછા ફર્યા ..સ્વાગત છે.પણ એક સુધારો કરજો..‘દર શનિવારે માત્ર નવી રચના સાથે’

  Reply

 11. dhaval’s avatar

  આખું જીવન આ મારું જીવાયું એ રીતે,બસ-
  મારે જવું હતું ક્યાં ને ક્યાં જઈ ચડાયું?

  – સરસ !

  Reply

 12. paresh’s avatar

  wow sir
  second innging start so nice pls cond…..

  Reply

 13. hemantpunekar’s avatar

  Dear vivekbhai,

  welcome!
  sundar gazal gazal laine aavyaa.

  paN aa sher ni to vaat j kai or chhe.

  પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
  હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.

  aa j rite rasapaan karaavataa rahejo.

  Reply

 14. Chetan Framewala’s avatar

  વિવેકભાઈ,
  વેલકમ બેક,

  તારું સ્મરણ તો ઊંડે, ઊંડે દીધું’તું દાટી,
  ગઝલોનું થઈને જંગલ રૂંવે-રૂંવે શું છાયું?

  શ્વાસોના ટાંકણાથી ભીતર ના ખોતરાયું,
  રહી રહીને પાછા ફરવું એથી સિરે લખાયું.

  પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
  હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.

  ખુબ સુંદર ….

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

  Reply

 15. ઊર્મિ’s avatar

  પ્રિય મિત્ર વિવેક…

  Welcome back…!!

  તમારું પુનરાગમન ગમ્યું… અને ઘણું જ ગમ્યું!!
  તમારું વેકેશન જલ્દી ખતમ કરવા બદલ આભાર હોં…!! 🙂

  તમને તમારી પાંખો ભલે કપાયેલી લાગે પરંતુ અમને પાંખો વિનાના માટે તો એ ય અમૂલ્ય જ છે હોં…!!

  શ્વાસોના ટાંકણાથી ભીતર ના ખોતરાયું,
  રહી રહીને પાછા ફરવું એથી સિરે લખાયું.

  તારું સ્મરણ તો ઊંડે, ઊંડે દીધું’તું દાટી,
  ગઝલોનું થઈને જંગલ રૂંવે-રૂંવે શું છાયું?

  પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
  હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.

  આમ તો આખી ગઝલ જ સરસ છે, પણ આ શેરો જરા વધુ ગમી ગયાં!

  Reply

 16. DILIPKUMAR K.BHATT’s avatar

  Mane a samjatu nathi k tame jungaloma atwaya chho k gazaloma ? Kharekhar to gazalona jungalo tamarama ugya kare chhe j vakhtovakhat vanchava male chhe.khub khub abhar.Thanks.

  Reply

 17. Harnish Jani’s avatar

  I was not getting your and UrmiSagar’s blogs–And I thought I have a compiter problem–Good Gazal-keep it up

  Reply

 18. KAVI’s avatar

  Dear Vivek
  nice to read u. i always enjoy reading the difference within u
  keep it up

  Reply

 19. Vishwadeep’s avatar

  મારું જ મારી સાથે વર્તન છે ઓરમાયું-
  આ આટલા વરસમાં ખુદને ન ઓળખાયું ?

  વાહ! મને આ ગઝલનો આ શે’ર બહુજ રમણિય લાગ્યો!
  આખી ગઝલ સું દર છે.

  Reply

 20. સુરેશ જાની’s avatar

  મારું જ મારી સાથે વર્તન છે ઓરમાયું-
  આ આટલા વરસમાં ખુદને ન ઓળખાયું ?

  બહુ જ સરસ અને સાવ સાચી વાત. પોતાને જ આપણે ઓળખતા નથી તો અન્યને તો ક્યાંથી ઓળખીએ? મને બહુ જ ગમતો વિષય. એ માટે પહેલાં બધું શીખેલું ભૂલી જવું પડે. અને એ જ સૌથી અઘરી વાત છે. વાંચો –
  http://antarnivani.wordpress.com/2007/06/01/abhan_thavanu/

  Reply

 21. Hetal’s avatar

  Dear Vivekbhai.

  very good peom. This poem is also tells mine story

  Reply

 22. vatsal’s avatar

  can i have your personal e-mail id?

  Reply

 23. nilamhdoshi’s avatar

  હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઇ છે જટાયુ..
  ખૂબ સુંદર.

  ખૂબ સરસ.

  ફરી એકવાર આ યાત્રા ચાલુ કરવા બદલ અભિનન્દન્

  Reply

 24. Rajiv’s avatar

  Welcome back… Dr. Vivek
  The Gazal is good as always…!

  Reply

 25. Narendra Chauahan’s avatar

  Dear Vivekbhai,
  kem chho?
  …ghanaa diwaso pachhee ghazalo no aaswaad karaavyo! as usual the ghazal is up to the mark which makes us to read again and understand what you try to say!it will take time!

  i like the quotation (from someone), “”your absence should be long enough so that somebody misses you…. but it should not be long that someone learns to live without you…”. truly well said, who ever has said!!

  silsilO chaalu rakhjO1
  …aavjO!
  ..sasneh,
  ..Narendra

  Reply

 26. Anita Navadiya’s avatar

  Nice……………….words are close to heart

  Reply

 27. Harish Dave’s avatar

  No one can be away … You will continue your journey that never ends. Your pen will never stop. …. Harish Dave Ahmedabad

  Reply

 28. Mukesh’s avatar

  શ્વાસોના ટાંકણાથી ભીતર ના ખોતરાયું,
  રહી રહીને પાછા ફરવું એથી સિરે લખાયું.

  મારું જ મારી સાથે વર્તન છે ઓરમાયું-
  આ આટલા વરસમાં ખુદને ન ઓળખાયું ?

  Very Nice…….

  Reply

 29. Hozefa Dahod’s avatar

  A wonderful & as well a shocking experince, wonderful becoz, we cant describe the beauty of this gazal in wrds, i just got stood & fell into depth of the poem, Shocking Becoz of the writer name , the Person whom i used to meet in a different manner ( I As Medical Rep & He As a Doctor), have one another part of his life , on one hand helping in saving life of a person, on other hand such an immense writer, who plays with word very well ,
  Excellent Sir…….!
  Keep continue wid more ……………!

  Reply

 30. Madhubhai Kapadia’s avatar

  You might not have heard such a Negative comment but it contains deep positivenes.
  “BHAYANKAR SUNDAR GAZAL’

  Reply

 31. ANITA’s avatar

  બસ આમ જ ચાલતા રહો..

  Reply

 32. dhaval Navaneet’s avatar

  Vivekbhai,
  apnu agman amaro swash chhe .have nahi lo vidai tevo vishwash chhe.
  apani rachana o no ashwad chhe atale baki jindgi ni zanzavat no kya koi avkash chhe.

  khub khub abhar

  Reply

 33. Rina’s avatar

  આખું જીવન આ મારું જીવાયું એ રીતે,બસ-
  મારે જવું હતું ક્યાં ને ક્યાં જઈ ચડાયું?

  પાંખો કપાયેલી લઈ સરતા આ શ્વાસ સામે,
  હર ક્ષણ ઝઝૂમવાનું, હર કોઈ છે જટાયુ.
  Awesome

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *