મારામાં વર્તુળાય છે…


(બે ઘડી પોરો ખાઈ લઉં તો કેવું….            …ભરતપુર, 04-12-2006)
(તીતર ~ Grey Francolin ~ Francolinus Pondicerianus)

ખુશ છું કે પડછાયા સૌ લંબાય છે !
દૂ…ર અજવાળું ખરેખર થાય છે.

દૂર જ્યારે પહોંચથી કંઈ થાય છે,
ત્યારે ક્યાં અંતર કોઈ વર્તાય છે ?

ના ગમે એ વાત કોરાણે મૂકી
કેવી શાંતિથી એ ભૂલી જાય છે !

એના દિલમાં ચોર આવ્યો એ પછી,
એ બધા પર કંઈ ને કંઈ વહેમાય છે.

ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
શાંત મધદરિયા સમો દેખાય છે.

યાદના પાણીમાં તારી એક ઠેસ…
ક્યાં સુધી મારામાં વર્તુળાય છે (!)

-વિવેક મનહર ટેલર

23 thoughts on “મારામાં વર્તુળાય છે…

  1. ના ગમે એ વાત કોરાણે મૂકી
    કેવી શાંતિથી એ ભૂલી જાય છે !

    kharekhar jo aavu kaik kari shakatu hot to kevu saru

    *********************88

    ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
    શાંત મધદરિયા સમો દેખાય છે.

    very very true

    **********************8

    યાદના પાણીમાં તારી એક ઠેસ…
    ક્યાં સુધી મારામાં વર્તુળાય છે !

    this one is the best

  2. ના ગમે એ વાત કોરાણે મૂકી
    કેવી શાંતિથી એ ભૂલી જાય છે !

    wow sir it is so nice….mean so meaning full and nice

  3. yaad na pani ma tari ek thes..
    kyan sudhi mara ma vartulaay chhey…

    Wow… what a deep meaning… love this.. Amazing Vivekbhai.. .keep it up!!

  4. ના ગમે એ વાત કોરાણે મૂકી
    કેવી શાંતિથી એ ભૂલી જાય છે !

    આપણને જો સમાજમાં સુખી-સંતુષ્ટ થઈ જીવવું હોય તો આ પંક્તિ જીવનમાં ઊતારી લેવી જોઈએ .

    સુંદર ગઝલ….
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા.

  5. યાદના પાણીમાં તારી એક ઠેસ…
    ક્યાં સુધી મારામાં વર્તુળાય છે

    very nice.

  6. tamari bheetar je ajvaadu chhey ane prajavaleet raakhjo…….tamara sabdo ane samajno annkoot aamaj pirasta rahejo…………

  7. એના દિલમાં ચોર આવ્યો એ પછી,
    એ બધા પર કંઈ ને કંઈ વહેમાય છે.

    ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
    શાંત મધદરિયા સમો દેખાય છે.

    it’s very nice Gazal.. I like it specially these two she’r

  8. ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
    શાંત મધદરિયા સમો દેખાય છે.

    આ વાત ગમી ગઈ…!

  9. Vivekbhai,

    sachej.. padchhaya sathe prit bandhine khudni sathe chhetu karta rahe chhe aajna loko.. aam joke ghana vistarta rahe chhe pan aam ketla sankuchata rahe chhe aajna loko.. kadaach aajna aadhunik samayni aa niyati hashe..badhane padchhaya paachal daudvani aadat padi gai chhe.. pan hakeekat thi vimukh thaine…?disha hin hoy to haju kasho vandho nathi..pan aajna loko to disha bhramma jeeve chhe.. disha hin manasne to kyarek sachi disha mali pan shake.. pan disha bhramit manas aakhi jindagi khoti disha maj sabdya kare chhe.. ne jyaare eni ene jaan thaay chhe tyare bahu modu thai gayu hoy chhe ane pachhi afsoos kare chhe ke jindagi aakhi ghanu daudya karya pan kyay pahochya to nahin..

    aapni aa gazal anya gazloni jemaj hradayani sparshi gai..

    Rajesh

  10. maane sparshi gai………….gazall sir exellent work……..
    દૂર જ્યારે પહોંચથી કંઈ થાય છે,
    ત્યારે ક્યાં અંતર કોઈ વર્તાય છે ?

    યાદના પાણીમાં તારી એક ઠેસ…
    ક્યાં સુધી મારામાં વર્તુળાય છે (!)

  11. એના દિલમાં ચોર આવ્યો એ પછી,
    બધા પર કઇ ને કઇ વહેમાય છે.

    ખૂબ ગમી.

    સુન્દર રચના

  12. ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
    શાંત મધદરિયા સમો દેખાય છે.

    આ શેર પર થી સુજ્યુ..

    પ્રેમ ક્યાં પ્રમેય છે કે સાબિત કરવો પડે સખી?
    પ્રેમ તો વહેણ છે તારા થી મારા સુધીનો સખી.

  13. “યાદના પાણી માં તારી એક ઠેસ” આહા..ખુબ સુંદર..
    વિવેકભાઇ,”આ બે ઘડીનો પોરો” ક્યારે પૂરો કરવાના છો ?
    રાહ જોવાય છે !!

  14. ડૉ. વિવેકભાઇ,
    પંખીડાને આ પિંજરું (ગઝલ) પણ નવું નવું લાગે..પછી ભલેને 2007 માં લખાણી હોય ! જયાં કોઇકના હ્યદયને તમારી ગઝલના શબ્દોથી શબ્દે શબ્દે સાતા મળતાં હોય તો ક્ષણવારનો પણ પોરો કેમ ખાવા મળે ?

  15. યાદના પાણીમાં તારી એક ઠેસ…
    ક્યાં સુધી મારામાં વર્તુળાય છે (!)

    વાહ વિવેક્ભાઇ વાહ્,
    તમે બરાબર દિલ પર ચોટ કરિ

    પ્રસાદિ આપ્તા રેજો

  16. ના ગમે એ વાત કોરાણે મૂકી
    કેવી શાંતિથી એ ભૂલી જાય છે !

    એના દિલમાં ચોર આવ્યો એ પછી,
    એ બધા પર કંઈ ને કંઈ વહેમાય છે.

    ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
    શાંત મધદરિયા સમો દેખાય છે.

    યાદના પાણીમાં તારી એક ઠેસ…
    ક્યાં સુધી મારામાં વર્તુળાય છે (!)

    મસ્ત મસ્ત મસ્ત..!

Leave a Reply to Devika Dhruva Cancel reply

Your email address will not be published. Required fields are marked *