![]()
(બે ઘડી પોરો ખાઈ લઉં તો કેવું…. …ભરતપુર, 04-12-2006)
(તીતર ~ Grey Francolin ~ Francolinus Pondicerianus)
ખુશ છું કે પડછાયા સૌ લંબાય છે !
દૂ…ર અજવાળું ખરેખર થાય છે.
દૂર જ્યારે પહોંચથી કંઈ થાય છે,
ત્યારે ક્યાં અંતર કોઈ વર્તાય છે ?
ના ગમે એ વાત કોરાણે મૂકી
કેવી શાંતિથી એ ભૂલી જાય છે !
એના દિલમાં ચોર આવ્યો એ પછી,
એ બધા પર કંઈ ને કંઈ વહેમાય છે.
ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
શાંત મધદરિયા સમો દેખાય છે.
યાદના પાણીમાં તારી એક ઠેસ…
ક્યાં સુધી મારામાં વર્તુળાય છે (!)
-વિવેક મનહર ટેલર
19 comments
Comments feed for this article
Trackback link
http://vmtailor.com/archives/160/trackback
May 5, 2007 at 4:45 pm
radhiks
ના ગમે એ વાત કોરાણે મૂકી
કેવી શાંતિથી એ ભૂલી જાય છે !
kharekhar jo aavu kaik kari shakatu hot to kevu saru
*********************88
ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
શાંત મધદરિયા સમો દેખાય છે.
very very true
**********************8
યાદના પાણીમાં તારી એક ઠેસ…
ક્યાં સુધી મારામાં વર્તુળાય છે !
this one is the best
May 6, 2007 at 7:22 am
Neela Kadakia
good words with good pictures
May 6, 2007 at 9:48 am
paresh
ના ગમે એ વાત કોરાણે મૂકી
કેવી શાંતિથી એ ભૂલી જાય છે !
wow sir it is so nice….mean so meaning full and nice
May 7, 2007 at 8:20 pm
smiley
yaad na pani ma tari ek thes..
kyan sudhi mara ma vartulaay chhey…
Wow… what a deep meaning… love this.. Amazing Vivekbhai.. .keep it up!!
May 8, 2007 at 5:10 pm
chetan framewala
ના ગમે એ વાત કોરાણે મૂકી
કેવી શાંતિથી એ ભૂલી જાય છે !
આપણને જો સમાજમાં સુખી-સંતુષ્ટ થઈ જીવવું હોય તો આ પંક્તિ જીવનમાં ઊતારી લેવી જોઈએ .
સુંદર ગઝલ….
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.
May 8, 2007 at 8:33 pm
Himanshu
યાદના પાણીમાં તારી એક ઠેસ…
ક્યાં સુધી મારામાં વર્તુળાય છે
very nice.
May 8, 2007 at 8:51 pm
sujata
tamari bheetar je ajvaadu chhey ane prajavaleet raakhjo…….tamara sabdo ane samajno annkoot aamaj pirasta rahejo…………
May 9, 2007 at 7:12 am
vishwadeep
એના દિલમાં ચોર આવ્યો એ પછી,
એ બધા પર કંઈ ને કંઈ વહેમાય છે.
ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
શાંત મધદરિયા સમો દેખાય છે.
it’s very nice Gazal.. I like it specially these two she’r
May 9, 2007 at 9:33 am
Rajiv
ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
શાંત મધદરિયા સમો દેખાય છે.
આ વાત ગમી ગઈ…!
May 9, 2007 at 10:42 am
rajesh
Vivekbhai,
sachej.. padchhaya sathe prit bandhine khudni sathe chhetu karta rahe chhe aajna loko.. aam joke ghana vistarta rahe chhe pan aam ketla sankuchata rahe chhe aajna loko.. kadaach aajna aadhunik samayni aa niyati hashe..badhane padchhaya paachal daudvani aadat padi gai chhe.. pan hakeekat thi vimukh thaine…?disha hin hoy to haju kasho vandho nathi..pan aajna loko to disha bhramma jeeve chhe.. disha hin manasne to kyarek sachi disha mali pan shake.. pan disha bhramit manas aakhi jindagi khoti disha maj sabdya kare chhe.. ne jyaare eni ene jaan thaay chhe tyare bahu modu thai gayu hoy chhe ane pachhi afsoos kare chhe ke jindagi aakhi ghanu daudya karya pan kyay pahochya to nahin..
aapni aa gazal anya gazloni jemaj hradayani sparshi gai..
Rajesh
May 9, 2007 at 4:03 pm
મીના
મજા આવી ગઈ ………..
May 9, 2007 at 4:30 pm
bimal
maane sparshi gai………….gazall sir exellent work……..
દૂર જ્યારે પહોંચથી કંઈ થાય છે,
ત્યારે ક્યાં અંતર કોઈ વર્તાય છે ?
યાદના પાણીમાં તારી એક ઠેસ…
ક્યાં સુધી મારામાં વર્તુળાય છે (!)
May 10, 2007 at 12:40 pm
Shailesh
exceeeeeeeeeeeeeee eeeeeeeeeeeeeeeeeeelent
May 10, 2007 at 1:08 pm
nilamhdoshi
એના દિલમાં ચોર આવ્યો એ પછી,
બધા પર કઇ ને કઇ વહેમાય છે.
ખૂબ ગમી.
સુન્દર રચના
May 13, 2007 at 4:44 am
Vijay
ચાહ માણસની મહત્તમ જ્યારે થાય,
શાંત મધદરિયા સમો દેખાય છે.
આ શેર પર થી સુજ્યુ..
પ્રેમ ક્યાં પ્રમેય છે કે સાબિત કરવો પડે સખી?
પ્રેમ તો વહેણ છે તારા થી મારા સુધીનો સખી.
May 22, 2007 at 7:34 am
nilamhdoshi
nice one..congrats
May 22, 2007 at 7:36 am
nilamhdoshi
nice one.congrats
May 24, 2007 at 1:14 pm
પ્રતીક નાયક
“દૂર જ્યારે પહોંચથી કંઈ થાય છે,
ત્યારે ક્યાં અંતર કોઈ વર્તાય છે ?”
ખુબજ સરસ….
June 5, 2007 at 7:56 pm
Devika Dhruva
“યાદના પાણી માં તારી એક ઠેસ” આહા..ખુબ સુંદર..
વિવેકભાઇ,”આ બે ઘડીનો પોરો” ક્યારે પૂરો કરવાના છો ?
રાહ જોવાય છે !!