છૂટ છે તને

અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને,
તારી શરતથી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલા હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીના શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિતને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

-વિવેક મનહર ટેલર

7 thoughts on “છૂટ છે તને

 1. very excited to see u in words on blog. Interesting use of net.
  The work- Just excellent!

 2. મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
  ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

  Very Nice. આટલી મોકળાશ જો સંબંધોમાં હોય, તો કદાચ કોઇને કશે જવાની જરૂર જ ના રહે.

 3. આ શે’ર ઘણી પત્નીને કંઇક કહી જાય છે

  મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
  ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

  …મને લાગે છે આ શે’ર વાંચ્યાં પછી ઘણી પત્ની સાસરે પાછી આવી જ્શે.

 4. Pingback: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા

Comments are closed.