માટી મૂંછાળો મળે


(ખંડેર કહી રહ્યાં છે…       …સરખેજ રોજા, અમદાવાદ,૨૭ -૦૧-૨૦૦૭)

હોય મારો દાખલો ને તું મથે, તાળો મળે,
શક્યતા પૂરી છે ત્યાં સરવાળે ગોટાળો મળે.

મધ્યમાં જે શાંત છે, કાંઠે એ ફીણાળો મળે,
વાતમાં દરિયાની કોની વાતનો તાળો મળે !

પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.

આજે જે ડાળે હો જામી ભીડ ટહુકાઓની ત્યાં,
શક્ય છે ત્યાં કાલે ના માળો, ના ગરમાળો મળે.

રાહ નીરખે છે સદીઓની નપુંસક ફિતરતો,
આ સદીને ક્યારે એનો માટી મૂંછાળો મળે ?

શક્યતાઓ શ્રાપ પામી વાંઝણી હોવાનો જ્યાં,
એ જ મારા ઘરમાં ઈચ્છાઓ બચરવાળો મળે.

ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.

– વિવેક મનહર ટેલર

32 thoughts on “માટી મૂંછાળો મળે

  1. મજાની ગઝલ છે…..

    ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
    ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.

    ક્યા બાત હે- નવી જ વિભાવના મળી શબ્દોને.

    આ ‘ઈચ્છાઓ બચરવાળો ‘ જોડાણ મનમાં હજી ગોઠવું છું.

  2. lage che ke aje gazal ma koi maza karavva walo male!!!!!!!!!!!!!!!!!!it so nice like jodaka ..nice thinking and nice gazal sir

  3. મજા આવી હોં, વિવેકભાઇ….

    ના માળો, ના ગરમાળો મળે…..
    શુકનમાં કાંકરીચાળો મળે….
    ગોટાળો મળે…..

    અને …
    આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે…..

    વાહ..

  4. સુંદર ગઝલ…

    હોય મારો દાખલો ને તું મથે, તાળો મળે,
    શક્યતા પૂરી છે ત્યાં સરવાળે ગોટાળો મળે.

    આ શેર વધુ ગમ્યો!

    ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
    ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.

    અરે વાહ મિત્ર… આજે તો તમારું સુરતીપણું ખુલ્લમ્ ખુલ્લા દેખાય છે!! 🙂

  5. હોય મારો દાખલો ને તું મથે, તાળો મળે,
    શક્યતા પૂરી છે ત્યાં સરવાળે ગોટાળો મળે.

    વિવેક,

    જીવનની સોળ આના સાચી વાતને તેં બહુ જ સાહજિક લાગે એમ ગઝલમાં ગુંથી લીધી… આપણાં મન સમજવાની વાત પર તો હુંકારા આપે પણ અપનાવવાની વાત પર…

    હમણાં હમણાંથી કટાતા જતા મારા મન માટે તારા શબ્દો.. તારી વિચારધારા કાચ પેપર જેવું કામ કરી ગઈ.

  6. as pareshbhai has written aje ghazal ma koi malva vado male ane jem hu pan kahu chu k kas koi mane pan male beautiful its really nice.

  7. સુંદર રચના…! મજા આવી…! સુંદર તાળો મેળવ્યો છે અને મળ્યો પણ છે…!

    એક પંક્તિ યાદ આવી ગઈ લખી જ નાખૂં

    હોય અંધારુને ઝાલવા જાવ હાથ સાળીનો,
    અને લાઈટ કરી જુવો તો ત્યાં, સાળો મળે

    સારુના લાગે તો માફ કરશો…! આ તો સુંદર પ્રાસ જોઈ મે પણ હાથ અજમાવી જોયો…!

    – રાજીવ

  8. extreme fine
    lahta hai meri hi baat Mr tailor ne apne shabdo me kah di hai jo mai nahi kah saka hu

    ummeed hai aage bhi aisi gazals milti rahengi

    Nikunj Joshi
    +91 94602 46340

  9. સુરતીપણું ઓઢ્યે શાને ફક્ત ગાળો જ મળે?
    સ્વાદ ના શોખીન સુરતી નો આસ્વાદ પણ મળે.

  10. ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
    ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.

    સુંદર ગઝલ છે..દરેક વાંચકને ભાવે તેવી..

    સૂરતની ઘારી અને વાણી બન્ને વખણાય!!

  11. બહુ સરસ ગઝલ છે. આ શેરમાં તો મજા આવી ગઈઃ

    ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
    ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.

    લગે રહો વિવેકસર!!!

  12. વિવેક્ભાઈ,
    સુંદર ગઝલ.

    પારદર્શક કાચ થઈને બહાર ક્યાં નીકળ્યાં તમે ?
    આ નગર છે, અહીં શુકનમાં કાંકરીચાળો મળે.
    આજે જે ડાળે હો જામી ભીડ ટહુકાઓની ત્યાં,
    શક્ય છે ત્યાં કાલે ના માળો, ના ગરમાળો મળે.

    *****************************

    કાંચ જેવું દિલ લઈને હું ફરું છું દર-બદર.
    છે બધું તુજ હાથમાં, કાં તોડ કાં કર તર-બતર
    સીરમીટી જંગલોમાં ખ્વાબ ટહુકાનાં અરે..!
    કેટલી ભીષણ થઈ છે ભૂલ્ ઇશ કર દર-ગુજર.
    જય ગુર્જરી.

    ચેતન ફ્રેમવાલા.

  13. આજે જે ડાળે હો જામી ભીડ ટહુકાઓની ત્યાં,
    શક્ય છે ત્યાં કાલે ના માળો, ના ગરમાળો મળે.

    Wah Vivekbabu, Wahh Shu mazza no sher chhe. Jane sharir na ruve ruve thi korap ni vedana vaagi hoy tem lage chhe.

    ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
    ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.

    Ane Apane Surtio. Mahajati Gujarati nu abhinna anga etale Surati. Shu sher chhe. Khumari Surati, Jawani Surati, MAzao Surati, & kadvash ma raheli mithash pan Surati.

  14. It is too nice “GAJAL”
    આજે જે ડાળે હો જામી ભીડ ટહુકાઓની ત્યાં,
    શક્ય છે ત્યાં કાલે ના માળો, ના ગરમાળો મળે.

    It shows really uncertainity of life, Nice Vivekbhai

  15. ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
    ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.

    great vivekbhai !

  16. Dear Vivekbhai,

    Thank u very much 4 yr comments on my gazal.

    I have already read yr gazals at this time and like too.

    Please keep touch with me. My gazal Sanghah which is
    published in August 2006. Title ” AHI THI TYA SUDHI”
    which is lauched by shayar Shri Khalil Dhanejvi.

    This is my second innings.. First was during 1980-1985.
    after a long break I once again jumped in lake of words
    after 20 years.

    This all for your information.

    once agian congratulartions and thank u very much.

    B.K.Rathod’babu’

  17. મે માસમાં ભારત આવેલો .વિવેકભાઇ,વૈશાલીબહેન ,સ્વપન! આજે તમારાં કાવ્યો વાંચી દિલ ભર્યું.
    ખૂબ જ માણ્યું. તમારી યાદો શે ભૂલાય ? કદીક સમય કાઢીને મને પણ યાદ કરશો ને ? સૌ કુશળ
    હશો.મનવંતની શુભાશિષ.

  18. આ પ્ન્ક્તિ મસ્ત છેઃ
    મધ્યમાં જે શાંત છે, કાંઠે એ ફીણાળો મળે,
    વાતમાં દરિયાની કોની વાતનો તાળો મળે !

  19. ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
    ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે…..સુરતીઓની ભાષા તેના માટે વખણાય છે અને ઘારી માટે સુરત..!! ડોકટર પાસે સુવાક્યોની જ અપેક્ષા હોય ને? તેથી તો અમને “ગરમાળો” મળે..!!

  20. લઈને બેઠો હતો હું દૂખો ની ડાયરી,
    મનમાં હતુ ક્યાંક સુખ નો સરવાળો મળે…..

  21. લઈને બેઠો હતો હું દૂખો ની ડાયરી,
    મનમાં હતુ ક્યાંક સુખ નો સરવાળો મળે…..
    ભટક્યો છું સતત અહીં-તહીં યુગોથી,
    હવે તો ક્યાંક આ પંખીને માળો મળે…..

  22. નથી હોતું ઍવુ કે ભૂલ ના હોય ત્યાં કદી,
    ચિત્રગુપ્ત ના ચોપડા માં પણ ગોટાળો મળે…
    જાતે જે શીખવુ રહ્યું જીવતા આ જિંદગીને,
    નહીં ઍની કોઈને ક્યાંય નિશાળો મળે………

Leave a Reply to chetan framewala Cancel reply

Your email address will not be published. Required fields are marked *