ત્રણ હાઈકુ

(ગોરંભો…..                  ….ભરતપુર, ૦૫-૧૨-૨૦૦૬)

તારા વરસે
ચોમાસે, આભ રાત્રે
કોરુંચટ્ટાક

*     *     *

પુષ્પનેત્રમાં
વસંતનું કાજળ,
ભમરો હસે.

*     *     *

કોયલ બેઠી
પર્ણઘટામાં; હવે
વૃક્ષ ટહુકે !!

-વિવેક મનહર ટેલર

38 thoughts on “ત્રણ હાઈકુ

 1. કોયલ બેઠી
  પર્ણઘટામાં; હવે
  વૃક્ષ ટહુકે !!

  બહુ જ સરસ કલ્પના .

 2. પુષ્પનેત્રમાં
  વસંતનું કાજળ,
  ભમરો હસે.

  it a so nice thinking…so nice

 3. વાહ મઝા આવી ગઇ

  હાઇકુ કદાચ કાવ્યનુ સૌથી કઠીન પરંતુ સૌથી મઝેદાર સ્વરુપ છે
  જેમા માત્ર પાંચ, સાત , પાંચ અક્શરમાંજ વાત ની સચોટ રજુઆત કરવાની હોય છે

  કોયલ બેઠી
  પર્ણઘટામાં; હવે
  વૃક્ષ ટહુકે !!

  સુંદર વાત … સુંદર રજુઆત

 4. no coments. pan gujarati gaurav vadhar va mate hu akha world ma yatra karuchu.

 5. કોયલ બેઠી
  પર્ણઘટામાં; હવે
  વૃક્ષ ટહુકે …….khubaj saras….17 akshar no samuh, parantu ettlama bau badhu kahe didhu………khubaj saras…

 6. he prbhu.
  amara vicharo ne aetla udar karo ke
  bija manas drasti bindu ame samji sakiye.

  amara haday ne aetlu khullo rakroke
  bijano prem ame jili shakiye

 7. તારા વરસે
  ચોમાસે, આભ રાત્રે
  કોરુંચટ્ટાક

  બહુ જ સરસ કલ્પના, પણ

  કોયલ બેઠી
  પર્ણઘટામાં; હવે
  વૃક્ષ ટહુકે !!

  દ્વારા તમારા હ્રદય મા છુપાયલી કોયલે તમારા આખા અસ્તિત્વ ને ટહુકાવ્યુ. ટહુક્યા જ કરો.

 8. Congratulations for giving us three wonderful Haikus. You have brighten my day.

 9. HAts off u Doc..
  u know what i believe,, ‘Haiku’ is very difficult to be composed as one has to explain the whole into just few letters….

  ” KHUB KHUB ABHINANDAN!!!!!”

 10. પ્રિય મિત્ર

  તારો આ પથ હજી વધુ વિસ્તરે એની રાહમાં

 11. Mari Patni ne hyku aavdta hot to kevu saru?? Hu ena lamba lamba lecture ma thi bachi jaat–
  Good Hykus-congratulations
  Harnish Jani

 12. સુંદર હાઈકુ……..
  નવા પ્રયોગ ચાલુ રાખો……

  પ્રેમ વરસે
  કોયલ ટહુંકામાં
  વસંત બેઠું.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 13. Pushpa ane vasaant ni sathe netra ane kajal no je abhigam darshavyo chhe te kharekhar khubaj prasansa magi lye chhe! Sattar akhsaro ma atlu badhu kahi devu te nani suni vaat nathi ja.Abhinandan.

 14. vaah, dear vivekbhai !
  aur ziyada…….
  have amne “tripadi” pan malshe tevi asha chhe.

 15. હાઈકુ શેર….વિવેકભાઈ ગઝલ પૂરી કરે તો થાય.

  સાકરિયાને
  જઈને પૂછો,
  તને રેવડી ગમે?

  એકવડા એ
  સાંવરિયાને
  એનાં જેવડી ગમે.

 16. પંચમભાઈ,

  આવો વિચાર મને તો સપનામાં પણ ન આવે. આ ‘હાઈકુ-ગઝલ’નો પ્રયોગ કરવા જેવો છે. હું કોશિશ કરી જોઈશ…

 17. words will fail to express !!!!
  Manoj khanderia na shabdo nu ahi smaran thai chhe..
  “Kurupta kyay joi nathi ,saundarya na sogand.!
  badhu sundar nirakhnara nayan ne laine aavya chho.!!!!”

 18. પંચમ શુકલની કલ્પના અદભુત છે. એના પર વિચાર કરવો રહયો વિવેકભાઈ…..

 19. Dear Vivekbhai and Panchamji…
  I have done it..Gazal and haiku..both at a time ….in my book JANIVALIPINARA..page 181-182…Best of luck to you also..

 20. @ વિનીતભાઈ: આપનો આ સંગ્રહ તો મારી પાસે નથી એટલે પૃષ્ઠ ક્રમાંકનો કોઈ અર્થ સરતો નથી… આપ એ હાઇકુ ગઝલ અહીં મૂકી શકો તો બધા વાચકોને માણવા મળી શકે…

  હાઇકુ ગઝલનો સફળ પ્રયોગ શ્રી મનોજ ખંડેરિયા પણ કરી ચૂક્યા છે, આટલું આપની જાણ ખાતર !

Comments are closed.