ગુજરાતી બ્લૉગ્સ – અખબારના પાને

(દિવ્યભાસ્કર – મુંબઈ પૂર્તિ….        …..૦૧-૦૪-૨૦૦૭)

(દિવ્યભાસ્કર – અમદાવાદ પૂર્તિ….        …..૦૧-૦૪-૨૦૦૭)

ગુજરાતી ભાષા પુસ્તકોના સીમાડા વળોટીને હવે સાચા અર્થમાં ગ્લૉબલ બની રહી છે. ઈન્ટરનેટ અને યુનિકોડ ફૉન્ટના સથવારે છેલ્લા બે-અઢી વર્ષમાં ઢગલાબંધ બ્લૉગ અને અવનવા દિમાગોની સીડીના પગથિયે ચડીને આજે ગુજરાતી ભાષા નવા આકાશને આંબી રહી છે, કહો કે નવું સરનામું પામી રહી છે. દુર્લભ ગણાતા ગુજરાતી કાવ્ય કે સાહિત્યકૃતિઓ જે નવી પેઢી સુધી સમય, સગવડ, સમજણ અથવા પૈસાના અભાવે પહોંચી શક્તી નહોતી એ હવે ફક્ત એક માઉસની ક્લિક્ જેટલી જ છેટી રહી ગઈ છે. વિશ્વના ખૂણે-ખૂણે બેઠેલા ગુજરાતીઓ આ “મફત” બ્લૉગ્સ મારફતે પોતાની માતૃભાષાને પરદેશની ભોમમાં પણ સ્પર્શી શકે છે. અંગ્રેજી ભાષા તરફ પૂરપાટ દોડી રહેલી ગુજરાતી ભાષાની આત્મહત્યા અટકાવવામાં બ્લૉગ્સની આ નિઃશુલ્ક દવા કદાચ અક્સીર બની રહી છે.

ગુજરાતી બ્લૉગ-જગતની નાની પણ મજાની ગુજરાતના નં.1 દૈનિક દિવ્યભાસ્કરે પહેલી એપ્રિલે લીધી છે જેને કદાચ હજીયે ઈન્ટરનેટથી દૂર રહેલી ગુજરાતી પેઢી સાથેના પ્રત્યાયનનું પ્રથમ પગલું માની શકાય. કોઈ પણ બ્લોગના વેબ-એડ્રેસ વિના આપવામાં આવેલી આ માહિતી આમ તો પ્રાણ વિનાના ખોળિયા સમી છે પણ એક વાતનો તોય સંતોષ લેવો જ રહ્યો કે લોકોએ નોંધ લેવાની શરૂઆત તો કરી…!

(વ્યૂ એન્લાર્જ કરવા માટે ફોટોગ્રાફ પર ક્લિક્ કરશો)

13 thoughts on “ગુજરાતી બ્લૉગ્સ – અખબારના પાને

 1. ખુબ ખુબ અભિનંદન મારા સર્વે બ્લોગ મીત્રોને…..
  આપ સૌ છો ત્યા સુધી આપણી ગુર્જર સંસ્ક્રુતિ જીવંત છે અને આપ સૌ ના આ પ્ર્યત્નો થકી તે સદાય અમર રહેશે

 2. વિવેકભાઈ અને કાર્તિકભાઈને અભિનંદન
  થોડા સમયમાં ઘણું બધું કહેવા બદલ

 3. નીલાબેન,

  આ મારી કે કાર્તિકની વાત નથી.. આ વાત છે આપણા સૌની… આ વાત છે આપણા ગુજરાતી ઈ-જગતની! અને અભિનંદનને પાત્ર એ તમામ બ્લૉગરો છે જેઓ ખંતપૂર્વક લગભગ લખી વાળવામાં આવેલી આ ભાષાને સજીવન રાખવા મથી રહ્યા છે.

 4. આપણા ગુજરાતી ઈ-જગત na prneta vo ne paresh balar na khub khub અભિનંદન and best off luck….this is a one of a nice samajik work…

 5. આ પહેલાં એકવાર દિવ્ય ભાસ્કરમાં ગુજ.બ્લોગ્સ અંગે છપાયું હતું, જેમાં બ્લોગ્સનું મૂલ્યાંકન થયા અંગેના સમાચાર હતા. આજે આપણાં સૌના પ્રતીક-શા તમને બંનેને જોઈને આંખ ઠરે છે. છાપામાં તો તે જ દિવસે માણ્યું’તું. પણ અહીં આજે આ રૂપે જોવાનું ખૂબ ગમે છે.

  ગુજરાતી હવે કાગળ પરથી રુમઝુમ રુમઝુમ કરતી ક્યાં જઈ પહોંચી ?! આપણે એને વધુ ને વધુ સાર્થક બનાવીએ એવી આશા સૌ યુવાનો પાસેથી રાખું તો એને ‘ખો’ આપ્યો ન ગણશો !

  હમણાં હમણાં બીજા યુવાનો પણ મઝાની રચનાઓ લઈને મળી આવ્યા છે એમનું અહીં આ નિમિત્તે સ્વાગત કરી લઉં. સૌને અભિનંદન, ગરવી ગુર્જરીને આ જ નિમિત્તે વંદન.

 6. દિવ્યભાસ્કર જેવા અખબારોમાં નોંધ લેવાતી હોઇ તો પછી આપણા સંદેશ, ગુજરાત સમાચાર ને બીજા લોકલ અખબારો કેમ હજી સુતી હાલતમાં છે ?? આપણે લોકલ અખબારો ને પણ જગાડવા જરુરી જ છે…અને એ માટે આપણે આપણી રીતે જ સંઘર્ષ કરવો પડશે તો જ ગરવી ગુજરાતીને દુનિયા સમક્ષ રજુ કરી શકાશે

 7. ગુજરાતી ભાષા માટે ગૌરવ લેવા જેવી વાત છે કે હવે દેશના સિમાડાઓથી આગળ વધીને દુનિયાભર માં છવાઇ જવાની તૈયારી કરી રહી છે… આગળ વધો

 8. ક્યા બાત હૈ! સૌને અભિનંદન..ખાસ તો વિવેકભાઈ, મ્રુગેશભાઈ, સુરેશકાકા, અમિત, ઉર્મિસાગરને અને બીજા સૌ ખંતપૂર્વક બ્લોગ લખનારા મિત્રોને..

  Had you been to my blog recently..For a change there is my own Gazal in one of the recent post..Would request your honest feedback!

 9. એક નવાઇ લાગે તેવી વાત: કોઇ પણ બ્લોગનાં વેબ-એડ્રેસ નથી આપ્યા. મોટા ભાગે અેડિટરો Ctrl+A, Select ‘Font’ નો ઉપયોગ કરતા હોવાથી (જે નોન-યુનિકોડ ફોન્ટ ઉપયોગ કરવાની ખાસ ખાસિયત છે..) તેમને અંગ્રેજીમાં લખવાનું ફાવ્યું નહી હોય 🙂

  ૧ લી એપ્રિલે આવેલ હોવાથી હું એકદમ નવાઇ પામેલો!!

 10. ખુબ ખુબ અભિનંદન મારા સર્વે બ્લોગ મીત્રોને…..

 11. Pingback: buy soma online

Comments are closed.