તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?


(ભૂરો ઠસ્સો….                                …રોબિન, ભરતપુર, ૦૪-૧૨-૨૦૦૬)
(Oriental magpie Robbin ~ Copsychus saularis)

*

કયા કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
કહો, કોણ કોના હિસાબો તપાસે ? તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

હતો મૂળનો ને રહ્યો મૂળમાં હું, તમે ચાલ સમજી લીધી’તી સમયની,
બની ફળ મજાના ઊંચી કોઈ ડાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં
દબાયેલા આલ્બમના એકાદ પાને તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું, કયા ફેફસાંમાંથી હું આગ કાઢું ?
પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

-વિવેક મનહર ટેલર

35 thoughts on “તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

  1. ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

    Saras! Doctor a question, all these wonderful pictures that you post with your excellent poems, what camera you use to capture them with?

  2. હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
    છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

    મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં
    દબાયેલા આલ્બમના એકાદ પાને તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

    વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું, કયા ફેફસાંમાંથી હું આગ કાઢું ?
    પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

    સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
    ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે
    ..really really very very good….!!!..ek ek shabd ma thi dard tapki rahyu chhe..!!

  3. કયા કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?
    કહો, કોણ કોના હિસાબો તપાસે ? તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

    it’s so nice

  4. સુંદર ગઝલ વિવેકભાઈ! ખાસ તો આ રદ્દીફ મને બહુ જ ગમ્યો “તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે”. એક્દમ અલગ છે. આ શેર ખુબ ગમ્યાઃ

    હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
    છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

    મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં
    દબાયેલા આલ્બમના એકાદ પાને તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

  5. ઉભો છું ક્ષિતિજ પારના મુકામે….
    સરસ મજાના શબ્દો.ને એથી યે સરસ ભાવ.અભિનન્દન

  6. nishani tamari hamesha rahevani
    najarthi badhu chupavi didhu che
    gagan ma hu gotu to tara maleche
    have to adhura lifafa male che
    kya jai ne betha
    kaho jara mane pan
    kono adhura nishasha male che

  7. મળો ઝંખનામાં, મળો યાદમાં ને મળો સ્વપ્નમાં પણ ને અલમારીઓમાં
    દબાયેલા આલ્બમના એકાદ પાને તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

    vah! shu^ saras shabdo chhe

  8. વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું, કયા ફેફસાંમાંથી હું આગ કાઢું ?
    પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

    સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
    ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે

    vah! khub aj ^ saras shabdo ne pankte o che……

  9. SHABDO CHHE SWASH AAPDA BADHANA, JO SHABDO NI THAI JAI BADBAKI TO RAHE SHU BAKI ?

    CAN YOU IMAGINE LIFE WITHOUT WORDS ? KYAREK ANE KAVITA MA DHALSHO TO MAJA AAVSHE.

    ONE QUES ? EMAIL/INTERNET THI DUNIYA NANI THATI JAI CHHE…..PARANTU MANASO D…..O…..O……R THATA JAI CHHE AEVU NATHI LAGTU ?????

  10. હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાધી કસમો,
    છું હું એ જ છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

    વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું, કયા ફેફસાંમાંથી હું આગ કાઢું ?
    પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

    સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
    ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

    -વિવેકભાઈ,
    ખુબ સુંદર રદીફ………..
    અને ઉત્તમ ગઝલ……..
    કવિ શ્રી દેવેન્દ્ર પાલેજા ‘ઉશના’ સાહેબ ના થોડા શેર યાદ આવે છે…

    કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો
    કોણે કમળપૂજા કરી આરાધિયો આ કાફિયો..

    કોણે ઉછાળ્યો ગગનમાં ગેડીદડો આ શ્બ્દનો,
    કોણે ફણીધર નાગ જેવો નાથિયો આ કાફિયો…
    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  11. i don’tknow hindi.i know only tamil and english.i want to know about this quote.so send me this quote in my own language.

  12. hey dr. vivek bhai bhu j mast ne touching lkho cho tme hu ghna divso thi bdhu read karu chu cant express ne a archives bdha nu collection ne gujrati ma very nice ….so aje chanc malyo etle lkhu chu thnx tmari gazala n all dat touching emotions

  13. “તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?” આ પ્રશ્ન તો તમને જ લાગુ પડે છે મિત્ર વિવેક! 🙂

    આટલા થોડા વખતમાં આવી ઘણી ઘણી સુંદર ગઝલો ગુજરાતી સાહિત્યને આપીને ‘તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે!’

    અને ઉપરવાળાને કરેલો પ્રશ્ન પણ ઘણો ગમ્યો…

    કદી એક રાવણ, કદી કંસ એક જ હતા પૂરતા તમને અવતારવાને,
    અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે ?

    સુંદર ગઝલ!!

  14. Dhire Dhire Rang Eno Zankho Thato Jai Che,
    Koi Juni Tasvir Jevu Che Jivan,
    Roj Lambaya Kare Ne Laj Pan Rakhya Kare…
    Bhar Sabha Ma Dropadi Na Chir Jevu Che Jivan….

  15. સુરતમા બેઠા બેઠા પણ તમે લખો છો કે ક્યા જૈ બેઠા છો ? અને મઝા તો અ છે કે સુન્દર પક્ષીઓને ડાળ પર બેસડ્યા છે! વાહ વાહ.

  16. Pingback: શબ્દો છે શ્વાસ મારા · ઘર-આંગણાના પક્ષીઓ (ફોટોગ્રાફ્સ)

  17. અભિન્ઁદન દોસ્ત્…પિકચર જોવાનેી ઇચચ્હા બમણેી થઇ ગઈ..આમ જ પ્રગતિ કરતા રહો..શુભેચ્ચાઓ…ગુજરાતેી મોૂવેીનો સુવર્ણકાળ આવેી રહ્યાઁનેી એઁધાણેીઓ ચ્હેી આ બધેી…ઃ-)

Leave a Reply to punita Cancel reply

Your email address will not be published. Required fields are marked *